Book Title: Atmanand Prakash Pustak 031 Ank 10
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 16
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪૪ શ્રી આત્માનંદ પ્રકાશ. સદ્દબોધ અથવા સનીતિદર્શક વચનામત. (સહજ સુધારા વધારા સાથે સંગ્રહિત) (લે. સન્મિત્ર કપૂરવિજ્યજી) ૧ જીવનની એકે ક્ષણ કરેડ સોનામહેરથી પણ ખરીદી શકાતી નથી તેથી એવી અમૂલ્ય ક્ષણેને વ્યર્થ ગુમાવવી જેવી બીજી કઈ નુકશાની છે ? ૨ સઉદ્યોગ સદ્ભાગ્યને સહેદર છે. આજે બને તે કાલ ઉપર રાખે નહીં. ૩ વખત કુદરતનો ખજાનો છે. ઘી ને કલાકો તેની તીજોરીઓ છે, પળો ને ક્ષણે તેના કિમતા હીરા સમજી તેને જેમ તેમ મૂર્ખાઈથી વેડફી નહીં નાખશે. ૪ જ્ઞાન અને વિવેક ખરી આંખે છે. એના વિના માણસ છતી આંખે આંધળે છે. તે દુર્ગુણ ને દુર્ગતિના ઊંડા ખાડામાં પડે તેમાં નવાઈ જેવું શું ? ૫ ઓકટર, બેરીસ્ટર કે પ્રોફેસરની ગ્રી મેળવવા માત્રમાં કેળવણીને હિતુ પૂરે થતું નથી, પણ સેવારસિક બનીને સ્વપર શ્રેય સાધવામાં તેને ખરે હેતુ પાર પડે છે. ખરી રીતે જેનાથી મન અને ઇંદ્રિયને કાબૂમાં રાખવાનું શિખાય તે જ ખરી કેળવણી. ૬ જે માણસ પિતાની ઇચ્છાને કાબૂમાં રાખી શકે નહીં તે જગમાં વિજય મેળવી શકે નહીં. ૭ સમાજસેવા ને દેશસેવા એ ઉત્તમ છે પણ આત્મસેવા એ સર્વથી ઉત્તમ છે, કેમકે જગતના સર્વ પ્રાણીઓને આત્મવત્ ગણે, પરધન પથ્થર ગણે અને પરસ્ત્રી સ્વમાતતુલ્ય ગણે તેનાથી જ આત્મસેવા થઈ શકે છે. ૮ પ્રશંસાની ઈચ્છા રાખે નહીં પણ પ્રશંસા થાય તેવાં કાર્યો પ્રેમથી કરતા રહે. કીતિ સત્કાર્યની સાથે જ રહે છે, છતાં નિષ્કામ-નિઃસ્વાર્થ સેવા કરનાર તેની પરવા કરતો નથી. ૯ જે તમારે મોટા થવું હોય તે પ્રથમ ન્હાના-લઘુ બને. ઊંડે પાયે નાખ્યા વિના મોટું મકાન ચણી શકાતું નથી. તેમજ તેમાં સુખે રહી શકાતું નથી. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54