Book Title: Atmanand Prakash Pustak 031 Ank 10
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 29
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વર્તમાન સમાચાર ૨૫૭ કોન્ફરન્સના થયેલા ઠરાવો. (૧) શેક પ્રદર્શન. (ક) રાષ્ટ્રનેતા શ્રીમાન વિઠ્ઠલભાઈ પટેલ તથા જે. એમ. સેનગુપ્તાના ખેદકારક સ્વર્ગ વાસથી આ કોન્ફરન્સ પિતાનો ખેદ હૃદયપૂર્વક જાહેર કરે છે. (ખ) જૈન સમાજના આગેવાનો અને કોન્ફરન્સના કાર્યમાં અગ્ર ભાગ લેનારા અને પરમ સહાનુભૂતિ ધરાવનાર– શેઠ ગોવીંદજી ખુશાલભાઈ. શેઠ પાનાચંદ માવજી. શેઠ જીવાભાઈ મકમચંદ. શેઠ મણીલાલ ગોકળભાઈ. શેઠ માહોકલાલ જેઠાભાઇ, શેઠ અરજણ ખીમજી. શેઠ તેજમલ ભાગચંદ શેઠ સારાભાઈ મગનભાઈ મોદી બી. એ., શેઠ કેશવલાલ પ્રેમચંદ મેદી બી. એ. એલ એલ. બી, ડો. નગીનદાસ શાહ. શેઠ જવાહરલાલ પુનમચંદ શેઠ ખીમજી હીરજી કાયાણી. શેઠ પુનમચંદ કરમચંદ કટાવાલા. શેઠ પાલનભાઈ સેજપાલ. શેઠ નેમચંદ માણેકલાલ. શેઠ મોહનલાલ મોતીચંદ. બાબુ ગોપીચંદ એડવોકેટ. રાજા વિજયસિંહજી દુધેડીયા. શેઠ પોપટલાલ હેમચંદ. શેઠ બુધમલ કેવલચંદ શેઠ માસિંગજી જોધાજીના ખેદજનક દેહાવસાન થતાં આ કોન્ફરન્સ દિલગીરી જાહેર કરે છે અને તે સ્વર્ગસ્થના આત્માને શાંતિ ઈચ્છે છે અને તેમના કુટુંબ પ્રત્યે હાર્દિકસહાનુભૂતિ વ્યક્ત કરે છે. (૨) હુન્નર ઉદ્યોગ અને વેપાર-ધંધાના શિક્ષણ પર વિચારણા (૧) જૈન સમાજની જે જે સંસ્થાઓ છે તે દરેકમાં ગૃહઉદ્યોગો તથા વેપારધંધાનું શિક્ષણ આપવા માટે પ્રબંધ કરવાની છે તે સંસ્થાના સંચાલકોને આગ્રહપૂર્વક ભલામણ કરવામાં આવે છે. (૨) યુનિવરસીટીમાં હુનરઉદ્યોગ તથા વેપારધંધા સિવાયની લાઈનના ગ્રેજ્યુએટ વિગેરે સારી સ્થિતિમાં નથી મુકાતા એવી ફરિયાદ દુર કરવા માટે હવે માબાપોએ પોતાનાં પુત્ર–પુત્રીઓને હુન્નરઉદ્યોગનું તથા વ્યાપારિક શિક્ષણ આપવા–અપાવવા પ્રથમ ધ્યાન આપવું ઘટે છે. ( ૩ ) આપણી શિક્ષણ સંસ્થાનાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ આ પ્રકારના શિક્ષણ પ્રત્યે વળે તે માટે તે શિક્ષણ માટે ઑલરશીપ અને સગવડ આપવી આવશ્યક છે. (૩) તીર્થોનું સંરક્ષણ. શ્રી શત્રુંજ્યાદિ તીર્થોના રક્ષણાર્થે ઘણા વર્ષો થયા સ્થાપિત થયેલી શ્રી આણંદજી કલ્યાણજીની પેઢી, તેમજ જે જે અન્ય તીર્થોના વહીવટદારો છે તેને આગ્રહપૂર્વક ભલામણું (૧) દરેક પ્રાચીન તીર્થો ઉપર સંભાળ રાખે અને જે કાંઈ છોંકાર કરવાની જરૂર હોય તેની જાતીય તપાસ કરી રિપોર્ટ કરે, સર્વે નકશાઓ તૈયાર કરે અને તે પર મંજુરી લઈ બરાબર જુની શિલ્પકળાને ક્ષતિ ન પહોંચે-શિલાલેખ ભૂંસાય નહિં એ રીતે મરામત કરાવે એ બાહેશ વિદ્વાન એન્જનીયર પગારદાર રોકી કામ લેવું. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54