________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આત્માનંદ પ્રકાશ. વિહારતંત્ર, કેટલીક બાબતોમાં એક સ્થાપે ને બીજા ઉત્યારે એવી વિમાસણ ને મુંઝવણમાં નાખે તેવી સ્થિતિ, અમુક મુનિના માલકીવાળા થયેલ પુસ્તક ભંડાર અને અમુક સંવાડાને જ ઉતરવા માટેના ખાસ ઉપાશ્રયા વગેરે વગેરે સંબંધી સમયોચિત સામ્યસૂચક ઉકેલ.
( ૫ ) દીક્ષાને અંગે સંધસંમતિની આવશ્યકતા. (૨૨) દ્રવ્યવ્યયના સાચા પ્રકારનું દિશાસૂચન.
જૈન સમાજ અનેક ધનાઢો ધરાવે છે અને તેમાં દાન નિમિતે પુષ્કળ દ્રવ્ય પ્રવાહ વહે છે, પરંતુ તે જે માગે વહે છે તેથી સમાજનું પુરેપુરું હિત સાધી શકાતું નથી, માટે તે પ્રવાહ જુદા અને સમાજને ઉપયોગી માર્ગે વહેતો રહે તો બીજી સમાજે કરતાં જૈન સમાજની પ્રગતિ સર્વ પ્રકારે ટપી જાય એટલા માટે એ ઈષ્ટ અને આવશ્યક છે કે
( ૧ ) શ્રીમંત અને પરોપકાર તિવાળા ભાઈ-બહેને પોતાના દ્રવ્યને વ્યય ઉત્પાદક કાર્યસાધક અને સમાજની સ્થિતિ સુધારવાના માર્ગે કરે. દા. ત. મોટી વસ્તીપળાં શહેરમાં શ્રાવક-શ્રાવિકા માટે સસ્તા ભાડાની ચાવીઓ, મફત કે ઓછા ખર્ચે દવા વિગેરેના સાધન મળે તેવા દવાખાનાં, સુવાવડખાનાં, અનાથગૃહ, આરોગ્યગૃહ, તથા કુલહાઈસ્કૂલે, વિદ્યામંદિર, છાત્રાલયો, વ્યાયામશાળા વગેરે સ્થાપનમાં વ્યય કરવાથી સમાજને હિતકારક થઈ શકશે.
( ૨ ) સાધારણુદ્રમાંથી દરેક ખાતામાં જરૂર પ્રમાણે વ્યય કરી શકાય છે તેથી દરેક જેને સાધારણ ખાતાંને પુષ્ટિ આપવા ખાસ લક્ષ આપવું એવી આ કેન્ફરન્સ ભલામણ કરે છે.
( ૩ ) ઘણે સ્થળે એમ જોવાય છે કે દેવદ્રવ્ય વગર જામીનગીરીએ અંગઉધાર ધીરવામાં આવે છે એ પ્રથા યોગ્ય નથી, તે દેવદ્રવ્યનાં નાણુ સાધારણ ખાતાને તથા જનોને યોગ્ય જામીનગીરીઉપર વ્યાજબી વ્યાજે ધીરવા ઘટે. (૨૩) માંગરેલ ગોવધ પ્રકરણ.
માંગરોલના નામદાર દરબાર સાહેબે ગૌવધના કેટલાક વખતથી ચાલી આવતા પ્રતિબંધને દુર કરી તાજેતરમાં તા. ૧૦-૪-૩૩ ના ઠરાવના ફરમાનમાં ગોવધની છુટ આપનાર જે હુકમ બહાર પાડે છે તે સમસ્ત હિંદુ કેમની લાગણી દુઃખવનાર છે એમ આ શ્રી જેન વેતાંબર કોન્ફરન્સ જાહેર કરે છે અને તે ફરમાન સામે સખ્ત વિરોધ રજુ કરે છે અને માંગરોલના નામદાર દરબાર સાહેબને તે ફરમાન હંમેશને માટે રદ કરવા આગ્રહપૂર્વક વિનંતી કરે છે.
આ ઠરાવની નકલ માંગરોળના શેખ સાહેબને પ્રમુખ સાહેબની સહીથી મોકલી આપવા ઠરાવે છે. (૨૪) કેનફરન્સના ઠરાવોને પુષ્ટિ –
આપણી કોન્ફરન્સમાં ગત અધિવેશનમાં પસાર થયેલા ઠરાવોને કેન્ફરન્સની આ બેઠક પુષ્ટિ આપે છે.
For Private And Personal Use Only