________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આત્માનંદ પ્રકાશ. (૪) જૈન તેમજ અજૈન વિદ્વાનોને પ્રગટ કે અપ્રગટ જેન પુસ્તક મેળવવા માટે બહુ હાડમારી ભોગવવી પડે છે તે તે માટે જૈન કોન્ફરન્સ ઓફીસે તે સંબંધી જરૂરી માહિતી પુરી પાડવાની યા મેળવી આપવાની વ્યવસ્થા કરવી.
(૫) કોઈપણ વ્યક્તિના ખાનગી કે અંગત માલેકીના તેમજ અમુક સત્તાના ઉપશ્રેયાદિના જ ગણાતા પુસ્તકભંડારીની અત્યારસુધીની પર પરાથી સાધુ-સાવીને તેમજ બીજાઓને તે તે ભંડારના અંતર્ગત પુસ્તકોને લાભ પૂર મળતો નથી તેથી સાધુ સારીને પિતાને માટે સામાજિક દ્રવ્યથી, પુસ્તકે વસાવવા પડે છે અને તે સાચવવા સાથે રાખવા આદિને પરિગ્રહ પણ સેવવો પડે છે. આ વિષમતા દૂર કરવા માટે દરેક પુસ્તક જયાં ખરીદાય તે તેને ખપ પુરો થયે ત્યાનાં સંધના ભંડારમાં સુપ્રત કરવાની પદ્ધતિ પ્રચલિત થવાની જરૂર છે.
(૬) જે જૈન મુનિઓ પિતપોતાના પુસ્તક ભંડારો ઉભા કરે છે, જેને સમાજને કે અન્ય સાધુઓને બીલકુલ લાભ મળતો નથી તેથી તે પ્રથા એકદમ નાબુદ કરવાની જરૂર છે અને તેના બદલે તે ભંડારો હસ્તગત કરી મુખ્ય મુખ્ય શહેરોમાં અભ્યાસી સાધુઓ અને શ્રાવકોની જરૂરી આતને પહોંચી વળે તેવાં જ્ઞાનમંદિર ફાડવાની ખાસ આવશ્યક્તા છે એમ આ કોન્ફરન્સ જાહેર કરે છે.
(૭) દરેક ભંડાર સાર્વજનિક થાય, તે ઉપરાંત તેનાં પુસ્તકે ઉધઈ આદિથી તેમજ અમિ વિગેરેથી સંરક્ષિત રહે તે માટે “ફાયરપ્રફ ” પાકા મકાનમાં તેને રાખવાની અને વર્ષમાં એક વખત અને ખાસ કરી જ્ઞાનપંચમીને દિને તેને તપાસી જોઈ જવાની વ્યવસ્થા થવી ઘટે.
(૮) આપણા સાધુ-સાધી અને શ્રાવક-શ્રાવિકાઓના ધાર્મિક, સામાજિક અને નૈતિક શિક્ષણ માટે એક સારાં ધાર્મિક મધ્યસ્થ પુસ્તકાલય ( Central Library ) ની જરૂર છે કે જેમાંથી દરેક વિષયનાં ઉપયોગી પુસ્તકે જરૂર વખતે ગામેગામ તેમને મળી શકે. સાધુ-સાધ્વીઓને પર્યટન કરવાનું હોવાથી તેમના વિહારમાં કેટલેક ઠેકાણે જોઇતા પુસ્તક નથી મળી શકતા માટે તેમને જ્યારે જઇએ ત્યારે અને જ્યાં જોઈએ ત્યાં ઉપયોગી પુસ્તકો મેકલી આપવાની ગોઠવણું હેવી જએ. (૧૭) સાહિત્યપ્રચાર
(૧) જનની શાસ્ત્રભાષા પ્રાકૃત, અર્ધમાગધીના તેમજ અન્ય જૈન પુસ્તકે પિતાના અભ્યાસક્રમમાં રાખવા માટે મુંબઈની યુનિવર્સિટી તથા કવીન્સ કોલેજ તેમજ અન્ય યુનિવર્સિટીને ઉપકાર માનવામાં આવે છે.
(૨) આપણામાં એક પારિભાષિક કોષ નથી કે જેની સહાયથી જીજ્ઞાસુઓ આપણા ધર્મગ્રંથો તથા દાર્શનિક ગ્રંથનો સરળતાથી અભ્યાસ કરી શકે, માટે તેવો ગ્રંથ તેમજ ગુજરાત હિંદી આદિ દેશી ભાષામાં એક એવો સંપૂર્ણ ગ્રંથ નથી કે જે એક જ મંથના વાંચનથી જીજ્ઞાસુ જેનદર્શનના રહસ્થાને યોગ્ય રીતે સમજી શકે, તેવો ગ્રંથ વિધાને પાસે લખાવી પ્રગટ કરવાની અતિ આવશ્યકતા છે.
For Private And Personal Use Only