________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર્તમાન સમાચાર.
૨૬૩
(૧૪) શ્રી આણંદજી કલ્યાણજીનું બંધારણ
શ્રી આણંદજી કલ્યાણજીની પેઢીનું છેલ્લું બંધારણ ઘડાયાને લગભગ ૨૨ વર્ષ ટલો બાળે થયો છે તે દરમ્યાન અનેક સ્થિતિ-સંજોગ બદલાયો છે અને તેના બંધારણને અનુભવ મળે છે તે તેને અનુકુલ રહી તેમાં આવશ્યક ફેરફાર થવાની જરૂર છે, તો તે પેઢીના સંચાલકે તેમાં યોગ્ય અને સમાચિત ફેરફાર-સુધારાવધારા કરવાનો પ્રબંધ કરશે અને વહિવટદાર પ્રતિનિધિની કમિટીમાં અમદાવાદ સિવાયના બીજા સ્થાનના મેમ્બરે પણ લેશે એમ આ કોન્ફરંસ આગ્રહપૂર્વક ભલામણ કરે છે અને વ્યાજબી સમયમાં બંધારણમાં ફેરફારનો પ્રબંધ ન થાય તે કન્ફરંસની સ્થાયી સમિતિમાંથી અનુભવીઓની પેટા સમિતિ નીમી આવશ્યક ફેરફારોને ખરડો તૈયાર કરી સ્થાયી સમિતિની મંજુરી મેળવી શ્રી આણંદજી કલ્યાણજીને યોગ્ય થવા માટે મોકલી આપો.
નેટ–આ ઠરાવની નકલ શેઠ આણંદજી કલ્યાણજી ઉપર મોકલી આપવી. (૧૫) સંઘની ખરી વ્યાખ્યા
અને તેનું સ્થાન (STATUS) સકળ સંઘ એ વ્યાપક અને વિશાળ ધાર્મિક સંસ્થા છે. સમાજશાસ્ત્રની દ્રષ્ટિએ કામ તરીકે પડેલે વિભાગ નથી. તે સંસ્થામાં શિક્ષણના, ક્રિયાદિ આચાર વિસ્તારનારી, સંધની મિલ્કતોનો વહિવટ કરનારી, સાહિત્ય પ્રકાશન અને પ્રચારના, સંસ્થાઓનો સમાવેશ થાય અને તે બાહ્ય આઘાતમાંથી બચાવનારી યોગ્ય પ્રવૃતિને ઉતેજન આપી અગ્ય પ્રવૃતિને અંકુશમાં રાખનારી, તથા વિવાદાસ્પદ બાબતેને પદ્ધતિસર નિર્ણય કરનારી છે, તેમાં દરેક જૈનનું પ્રતિનિધિત્વ છે અને દરેક જૈનના લાભ તથા હકક છે. તે દેશ-કાળ અને સંજોગો પ્રમાણે પિતાના નિયમાદિમાં ફેરફાર કરી શકે છે અને બને તે સર્વાનુમતિથી, નહિં તો બહુમતિથી કાર્ય કરી શકે છે. (૧૬) પુસ્તક ભંડાર
(૧) નામદાર ગાયકવાડ સરકારે જેસલમીર અને પાટણના ભંડારે તપાસરાવી તેના અહેવાલ છપાવી બહાર પાડવા કોન્ફરન્સની વિનંતિને સ્વીકાર કર્યો છે તે માટે તેમને ઉપકાર માનવામાં આવે છે.
(૨) દરેક ગામ અને શહેરમાં ઉપાયાદિમાં તેમજ ભંડારમાં હસ્તલિખિત પુસ્તકે તે સર્વની વિગતવાર દરેક ગ્રંથને દાબડાને અંક આપી ટીપ તૈયાર કરાવવાની અને તે દરેકની ટીપની એક નકલ કોન્ફરન્સ ઓફીસને પુરી પાડવાની તે તે ઉપાશ્રય, ભંડાર આદિના વહિવટદારને વિનંતિ છે.
(૩) તે ભંડારના પુસ્તકનો લાભ જૈન તેમજ જૈનેતર સર્વે અભ્યાસી નિયત શરતોએ લઈ શકે તેને તેમજ તેની નકલ કે ફોટો લઈ શકે તે પ્રબંધ કરવા દરેક ભંડારના વહીવટદારોને આગ્રહપૂર્વક વિનંતિ છે.
For Private And Personal Use Only