________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુંબઇને આંગણે મળેલ પરીષદો. કોન્ફરન્સના અધિવેશન ઉપરાંત શ્રી યુવક પરિષદ્ મુંબઈના આંગણે મળી હતી. આજના યુવકૅાને પોતાના જ સંબંધીઓ, બંધુઓ અને સમાજ સાથે નિરંતર કામ લેવાનું છે સેવા કરવાની છે ખડેપગે ઉભા રહેવાનું છે, જેથી તેઓએ ઉગ્ર આકળા ન થતાં, સહન કરવાની, ભાગ આપવાની સમાજ હીત માટે ધગશ ટકાવી રાખવા માટે અનેક પ્રસગાએ સહનશીલપણું આજવતા, અને શાંતિ કેળવવી પડશે. ગુરૂમંદિર બનાવવાના વધતા જતા પ્રયત્ન માટે આ યુવક પરિષદે પોતાના સ્વતંત્ર વિચાર રજુ કર્યા છે મુનિઓના પુસ્તક પરિગ્રહ વિષે, રાષ્ટ્રધાતક પ્રવૃત્તિમાં સાથ નહિ આપ તેમ આ પરિષદે ઠરાવેલ છે. આ પરિષદની સ્વાગત કમીટીના પ્રમુખ વકીલ કઠલભાઈ ભુદરભાઈ હતા અને પરિષહના પ્રમુખ સુરત નિવાસી ડા. અમીચંદ છગનલાલ શાહ હતા.
ક્રાન્ફરન્સના અધિવેશન પછી જૈન મહિલા પરિષદ મળી હતી. સ્વાગત કમીટીના પ્રમુખ ગુલાબહેન મકનજી મહેતા હતા અને પરિષદના પ્રમુખ મંગળા પ્લેન મેતીલાલ હતા. શ્રી ઉન્નતિ માટેના આ પરિષડ્માં બહેનોએ કેટલાક ઠરાવો સમયાનુસાર કર્યા હતા.
ભાઈ અચરતલાલ જગજીવનદાસના સ્વર્ગવાસ, રાધનપુર નિવાસી અને હાલમાં અત્રે રહેતાં ભાઈ અચરતલાલ શુમારે ચાલીશ વર્ષની વયે થોડા વખતની બિમારી ભોગવી ચૈત્ર સુદ ૧૪ ના રોજ પાલીતાણામાં પંચવ પામ્યા છે. તેઓ ધર્મિષ્ટ અને મીલનસાર હતા, દશ વર્ષ પહેલાં તેઓ આ સભામાં મુખ્ય કારકુન તરીકે નોકરી કરતા હતા કે જ્યાંથી સાહિત્ય પ્રકટ કરવાના કાર્યને અનુભવ મેળવી પોતે સ્વતંત્રપણે જૈન સસ્તુ સાહિત્ય પ્રકટકર્તા હતા. તેઓ આ સભાના લાઈફ મેઅર હતા. સભાને તેવા એક સભ્યની ખોટ પડી છે. એમના આત્માને શાંતિ પ્રાપ્ત થાઓ તેમ ઇચ્છીએ છીયે. -
શેઠ અનુપચંદ ગોવિંદજીને સ્વર્ગવાસ. ભાઈ અનુપચંદ ૪૫ વરસની ભરયુવાન વયે લાંબા વખતની બિમારી ભોગવી ચાલતા માસની શુદી ૭ રવીવારના રોજ પંચત્વ પામ્યા છે. તેઓ ખાનદાન ભાણજી શેઠના કુટુંબના નબીર હતા. પિતાની હૈયાતી પછી પોતાના ચાલતા વેપારમાં તેમજ આર્થિક બાબતમાં સારી વૃદ્ધિ કરી હતી. સ્વભાવે શાંત, મિલનસાર, ધર્મશ્રદ્ધાળુ હતા. છેલ્લા વખ તમાં પોતાની સ્વોપાર્જીત મીલકતનો આત્મકલ્યાણના માર્ગે સારા સદ્દવ્યય કર્યો છે. તેઓ આ સભાના ઘણાં વર્ષોથી સભાસદ હતા: તેમના સ્વર્ગવાસથી એક સારા સભ્યની ખોટ પડી છે અને સભા તે માટે અત્યંત દિલગીરી જાહેર કરે છે. તેઓના આત્માને અખંડ શાંતિ પ્રાપ્ત થાઓ એમ પરમાત્માની પ્રાર્થના કરીએ છીએ.
For Private And Personal Use Only