________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૦
શ્રી આત્માનંદ પ્રકાશ. ( ૨ ) ખંડન–મંડનવાળા સમીક્ષાનાં નિષેધક શૈલીવાળા રાગદ્વેષ અને વાણીના સ્વચ્છંદી અસંયમ યુકત લખાણે કે પુસ્તકોએ અરસ્પર સંપ્રદાય અને ગ વચ્ચેનું અંતર વધારી દીધું છે તો તે વધુ વ્યાપે નહિ અને હોય તે કમી થઈ દુર થાય તે માટે આવા પુસ્તકે અને લખાણને તીલાંજલી આપવી અને શ્રી મહાવીર શાસનના એકત્રિત સંધ તરિકેની ધામિક એકતા સ્વીકારવી.
( ૩ ) શ્રાવકોએ શ્રાવકે પ્રત્યેની અને સાધુઓએ સાધુઓ પ્રત્યેના અંગત દ્વેષ, ઈર્ષા, દોષ વિગેરે ભુલી જઈને આપણું સ્વધર્મીઓ છે એમ સમજી અરસપરસ માનભરી રીતે વર્તવું ઉચિત છે. જૈન સમાજના ઉદ્ધારના દરેક સવાલોમાં અંગત લાગણીનો ભોગ આપી ખરા દિલની એકતા કરવામાં આવે તો જેને ધર્મને પ્રકાશ જવલંત થશે એ નિ:સંદેહ છે.
(૪) ત્રણે સંપ્રદાયોની જુદી જુદી કોન્ફરન્સે થાય છે તેને બદલે યા તેની સાથે એક જ સ્થળે ત્રણે સંપ્રદાય જે વિષયોમાં એક જ વિચાર ધરાવે છે તે વિષયોમાં સાથે સહકાર કરી એક જ જાતના એકત્રિત થઈને પ્રસ્તા કરે અને જે ઘેડ વિષયમાં ભિન્નતા ધરાવે તે સંબંધી ત્રણે જુદા જુદા મળી ઠરાવો કરે એવી વ્યવસ્થા થઈ શકે તે એકતાના એકસંપીના માર્ગમાં અતિ સરલતા સાથે ઓછા ખર્ચથી સંગીન કાયે થઈ શકે. ૯ સાર્વજનિક ખાતાઓ
( ૧ ) આપણા અનેક દેરાસ, ધર્મશાળા, પાઠશાળા અને ધર્માદા ખાતા છે તેના મધ્ય ભાગની સુવ્યવસ્થા અને સારી દશા જણાતી નથી અને તેના ફડને બરાબર વહીવટ થતું નથી એમ ફર્યાદ થયા કરે છે તે તે સ્થિતિ સુધારવા માટે એ આવશ્યકતા
( ૧ ) ઉપરની દરેક જાતની સંસ્થા કે જેની મિલક્ત રૂ. ૫૦૦૦ કરતા વધુ હેય તે પૈકી જેનું ટ્રસ્ટ અગર વ્યવસ્થિત વહિવટ કરવાના યોજના (સ્કીમ ) ન બનેલી હોય તો તેનું ટ્રસ્ટ અગર વહીવટની સ્કીમ કરવી. .
( ૨ ) તેવા દરેક ખાતાના વહીવટદાર કે ટ્રસ્ટી પિકી કોઈએ દેરાસરના તેમજ બીજા ધમાંદા ખાતાઓનાં નાણાં પિતાને ત્યાં ન રાખવા પણ સદ્ધર જામીનગીરીમાં રોકવા.
( ૩ ) દરેક દેરાસર કે જેને સખાવતી ખાતા માટે બે સમિતિ નામે એક ટસ્ટીઓની અને બીજી વ્યવસ્થાપક એમ જુદી જુદી રખાય તો એક નાણું સારે સ્થળે સાચવવા પર લક્ષ રાખે, બીજી તેને વાપરવા–વસુલ કરવા વગેરેની વ્યવસ્થા પર ધ્યાન આપે. આમ થતાં સુંદર પ્રબંધ થઈ શકશે.
( ૪ ) નાનું દેરાસર કે સખાવતી ખાતુ હોય તે તેના હિસાબનું સરવાયું દર વર્ષે લખી પોતાની આગળ પડતી જગ્યાએ રાખેલા પાટીયા પર ચોડવું અને મોટા દેરાસર કે ખાતાને ઘણે વહીવટ હોય ત્યાં તેને હીસાબ છપાવી પ્રગટ કરે. આમ થવાથી વહીવટદારો પર કાઇને રહેતો અવિશ્વાસ અને તેથી મુકાતા આક્ષેપ દૂર થશે અને તેમનું સ્વમાન અને પ્રતિષ્ઠા સચવાશે.
For Private And Personal Use Only