________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર્તમાન સમાચાર.
૨૫૯
એવા પ્રકારનું કામ કરી યોગ્ય વર્તન લેવું એમાં અધમ અથવા હલકાપણું નથી એમ માનીએ છીએ અને પૂજ્ય આચાર્યો અને મુનિ મહારાજ અને સર્વે નેતાઓએ એવા પ્રકારનું સમાજનું માનસ કેળવવું એમ નમ્ર વિનંતી કરીએ છીએ. (૫) નવકારશીમાં કચ્છી ભાઈઓને સ્થાન.
આ પણ જે કચ્છી જૈન ભાઈઓને નવકારશીના જમણથી કોઈ કઈ જગ્યાએ અને ખાસ કરીને પાલીતાણા તથા મુંબઈ આદિ શહેરમાં દુર રાખવામાં આવે છે તે ઇચ્છવાજોગ નથી, તે આ કોન્ફરન્સ ભાર મુકીને ઠરાવ કરે છે કે નવકારશીના જમણમાં કચ્છી ભાઈઓને આમંત્રણ આપવું. (૬) લગ્નક્ષેત્ર,
જેનોમાં ઓશવાળ, પોરવાડ, શ્રીમાળી, દશા, વીશા વિગેરે જ્ઞાતિભેદ હોવાથી અને સ્થાનિક ઘેળ, વાડા કે વર્તુલો હોવાથી લગ્નક્ષેત્ર ઘણું સંકુચિત થયું છે અને યોગ્ય લગ્ન કરવામાં કેટલેક ઠેકાણે ઘણી મુશ્કેલી ઉભી થાય છે એ દુ:ખદાયક છે. તે જૈનોમાં ઉપકત ભેદ કાઢી નાંખી અરસ્પરસ જૈનોમાં ગમે ત્યાં કન્યા લેવડદેવડ કરી શકાય એ ઈટ છે એમ આ કોન્ફરન્સ માને છે અને એવા ભેદો કાઢી નાંખી લગ્નક્ષેત્ર વિસ્તૃત કરવાનો આગ્રહપૂર્વક ભલામણ કરે છે. ૭ શુદ્ધિ અને સંગઠન.
(૧) જેઓએ પોતાનો અસલી જૈન ધર્મ છોડી અન્ય ધર્મ સ્વીકાર્યો હોય તેમને પુનઃ જૈન ધર્મમાં લાવવા, છાપૂર્વક જૈન ધર્મ સ્વીકારનારને જૈન તરિકે ગ્રહણ કરવા, તેને સ્વામીવચ્છલ, નવકારસી જેવા જમણમાં તેમજ જૈન સંસ્થાઓ તથા સંધના બધા વ્યવહાર અને સાધનોનો લાભ આપવા આ કરન્સ ભલામણ કરે છે.
(૨) સુરતના જૈન સંધમાં અને સંધજમણમાં શાલવી તથા લાડવાશ્રીમાળી જૈન ભાઈઓને દાખલ કરી સંગઠન કરવા માટે સુરત જેન સંધને ધન્યવાદ આપવામાં આવે છે. આ દાખલાનું અનુકરણ જ્યાં જ્યાં તેવા ભેદ વર્તતા હોય તે દરેક ગામને સંઘ કરશે એવો આ કોન્ફરન્સ દ્રઢ આગ્રહ કરે છે.
(૩) આ જાતના પ્રયાસ જે પૂજ્ય મુનિશ્રીઓ કરી રહ્યા છે તેમને ધન્યવાદ છે અને તે જ પ્રમાણે દરેક પૂજ્ય સાધુ–સાવી પ્રયત્ન કરશે એમ આ કોન્ફરન્સ ઈચ્છે છે. ૮ ઓકતા.
(૧) તાંબર, દિગમ્બર તથા સ્થાનકવાસી સંપ્રદાય વચ્ચે તેમજ એક સંપ્રદાયના જુદા જુદા છ કે સંધાડા વચ્ચે કોઈ કોઈ પ્રસંગે જે નહિ ઇચછવા ૫ અથડામણે થાય છે તે કઈ રીતે ઉત્તેજનને પાત્ર નથી, એટલા માટે પ્રત્યેક સંપ્રદાય કે ગ૭ સુલેહશાંતિથી પોતાની સીમામાં રહીને સર્વે શ્રી વીતરાગ ધર્મના અનુયાયી છે એમ સમજી વર્તવું.
For Private And Personal Use Only