________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫.
મુનિ સંમેલનના નિણ. ૪. બેથી ઓછા સાધુ અને ત્રણથી ઓછી સાધ્વીઓએ વિચરવું યોગ્ય નથી.
૫. કેવળ સાધી તથા શ્રાવિકા સાથે સાધુએ વિહાર કરે નહિ, તેમજ કેવળ શ્રાવક સાથે સાધ્વીજીએ વિહાર કરવો નહિ.
૫ તીથ સંબંધી, ૧, તીર્થોના રક્ષણ તેમજ જીર્ણોદ્ધારાદિક માટે સાધુઓએ વિશેષરૂપે ઉપદેશ આપવો. ૨. તીર્થોમાં સાધારણ ખાતાની વિશેષ વૃદ્ધિ થાય તેવો ઉપદેશ આપવો.
૩. તીર્થોના જીર્ણોદ્ધારાદિનું કાર્ય કરનારાઓને મૌલિક પ્રાચીન શિલ્પકળા તથા શિલાલેખ આદિ હણાઈ ન જાય તેની પૂરતી સાવચેતી રાખવાને ઉપદેશ આપવો.
૬ સાધુસંસ્થામાં જ્ઞાનાદિને પ્રચાર. ૧. આગમનો અભ્યાસ સમુદાયના વડીલે અથવા તે તે આગમના જાણકાર મુનિએએ સાધુઓને કરાવવું જોઇએ.
૨. સાધુઓની દર્શનશુદ્ધિ વધે તેવા પ્રયત્નો સમુદાયના વડીલે કરવા જોઈએ. ૩. ચારિત્રક્રિયામાં સાધુઓ તત્પર રહે તેની કાળજી વડીલે અવશ્ય રાખવી જોઇએ.
૪. સર્વ સાધુઓનો વ્યાકરણ, ન્યાય, સાહિત્ય આદિ દરેક જાતને જ્ઞાનાભ્યાસ એક સ્થળે થઈ શકે એવી એક સંસ્થા કાયમ થાય એવો ઉપદેશ શ્રીસંધને સાધુઓએ આપવો યોગ્ય છે.
૭ દેશના. ૧. સાધુએ, શ્રોતા મિથ્યાત્વાદિ આશ્રવમાં ઉત્તેજન ન થાય અને શ્રીવીતરાગદેવાદિની શ્રદ્ધા તથા પાપની વિરતિને પોષક થાય તે ધ્યાનમાં રાખી, વીતરાગપ્રણીત ધર્મપ્રધાન દેશના આપવી.
૮ શ્રાવકેન્નતિ, ૧. શ્રાવક-શ્રાવિકાઓ, ધન ધાન્ય વસ્ત્ર આભૂષણદિ સર્વ યોગ્ય વસ્તુથી ધર્મની ઉન્નતિ અને સ્થિરતાને અનુલક્ષીને શ્રાવકશ્રાવિકાની દ્રવ્યક્તિ તથા શ્રીવીતરાગદેવ સાધુ અને ધર્મ પ્રત્યે લાગણીવાળા બનાવવારૂપ ભાવભકિત કરવી એ બાબતમાં સાધુએ ઉપદેશ આપી
૯ પરસ્પર સંપની વૃદ્ધિ ૧ કોઈપણ સાધુ-સાધ્વી કે તેના સમુદાયના અવર્ણવાદ બલવા નહિ.
૨. પરસ્પર આક્ષેપવાળા લેખો કે છાપાં લખવાં કે લખાવવાં નહિ, તથા વ્યાખ્યાનમાં પણ આક્ષેપ કરવા નહિ.
૩. કોઈને કોઈ જાતને દોષ જણાય તે તેમને મળીને સુધારો કરવા પ્રેરણા કરવી અને તેમણે પણ તે દોષ સુધારવા પ્રયત્ન કરવો.
૪. લોકમાં ભિન્નતા ન દેખાય તેમ પરસ્પર ઉચિતતાએ વર્તવું.
For Private And Personal Use Only