________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૪
શ્રી આત્માનંદ પ્રકાશ.
અહીં ખોરવાડમાં અમદાવાદથી ઘણું માણસ વાંદવા માટે આવ્યું. સ્થાનિક શ્રાવકોએ આચાર્ય શ્રી વિજયનેમિસુરિ પાસે એક પડતર જગ્યા (જે એક શ્રાવિકાએ ધાર્મિક કાર્યમાં ઉપયોગ કરવા માટે સેંપી હતી) બતાવી અને સાધ્વીજીને ઉતરવા માટે ધાબાબંધી મકાન થાએ તે કોઈવાર હરકત ન આવે એવી માંગણું કરતાં તરત જ શ્રીઆચાર્ય મહારાજે તત્ત્વવિવેચક સભા તરફથી આ મકાન થવું જોઈએ એમ વિચારી મેમ્બરને ઉપદેશ આપ્યો. અત્રે મેમ્બરો ડા હેવાથી સેરીસા ઉપર કામ રાખ્યું. આનંદથી દિવસ વીતી ગયો.
અહીથી વિહાર કરી સાત માઈલ સેરીસાતીર્થ આવ્યા. બંને આચાર્યો પધારે તે પહેલાં તે અમદાવાદના શ્રાવક ભકતો સામૈયું લઈને સામે આવી ગયા. જ્યકારની ધ્વનિ ઉચ્ચારતાં મંદિરમાં પધાયાં બન્ને સરિઓએ આનંદથી પ્રભુસ્તુતિ કરી ચિત્યવંદન ભેગું કર્યું. દર્શન કરી અને આચાર્યોએ એક જ મકાનમાં વાસ કર્યો. અમદાવાદથી નગરશેઠ આવી પહોંચ્યા. તેમજ અનેક શ્રાવકશ્રાવિકાઓ તીર્થયાત્રા સાથે ગુરૂવંદનને લાભ લેવા આવી રહ્યા હતા. બપોરે અમદાવાદના રહીશ શેઠ કેશવલાલ ગોરજી તેમજ બીજા અન્ય સદ્દગૃહસ્થો આવી પહોંચ્યા. વિજયનેમિસૂારજી મહારાજને વાંદી, પાનસરની વિનંતી કરીને કેશવલાલભાઈ અને મયાચંદભાઈ વિજયવલભસૂરિજી મહારાજને વાંદવા આવ્યા. વંદના અભુટ્ટી સહિત કરીને બેઠા અને પોતાની ઓળખાણ સુરિજીને કરાવવા લાગ્યા. વિજયવલ્લભસૂરિજીને ઉદ્દેશીને સાહેબ! હું આપને દશ વર્ષ પછી આજે વાંદુ છું. હું સાયટીને પ્રમુખ છું. હું આપને પાનસરની વિનંતી કરવા આવ્યો છું. હવે મારા હૃદયમાં લેશ પણ આપને માટે ખોટા વિચારે નથી. સંમેલનમાં આપે બતાવેલી અખંડ શાંતિ અને ધીરજ જોઈ, તેમજ સંમેલનને સફળ કરવામાં આપે જે ભોગ આપે છે તે જોઈ અમારા દિલમાં આપના પ્રત્યે જે બેટી લાગણી હતી અને જેના લીધે આજ દશ વર્ષ સુધી આપને વાંદ્યા પણ નહોતા તે આજે વાદીએ છીએ અને અમારી વિનંતી ગમે તેમ કરીને પણ પાનસર આવવાની સ્વીકારે અને પાનસર પધારે શ્રી વિજયનેમિસુરિજીએ કેશવલાલભાઇની બહુ જ ઝાટકણી કાઢી અને ખુલ્લે ખુલ્લી રીતે વિજયવલ્લભસૂરિજીને જણાવ્યું કે આજ પર્યત તમારે માટે અનેક કાવાદાવા કર્યા છે. હવે બધા મૂકીને ભૂલાવી દઇને તમને વિનંતી કરવા આવ્યા છે તો પધારે. બે દિવસ વધુ થાય તે થાય પણ પધારો. અંતે વિજયનેમિસૂરિજીના આગ્રહને અને શેઠ કેશવલાલભાઇની વિનંતિને માન આપી શ્રી આચાર્ય મહારાજે હા પાડી તેથી પાનસર સુધી આચાર્ય મહારાજે પધારવા હા પાડી હતી.
આજે સેરીસામાં, ખરજમાં ગઈ કાલે જે ધાબાબંધી મકાનની વાત શ્રી વિજયનેમિસુરિજીએ ઉપાડી હતી તેને માટે એપેરે પૂજામાં જઈને જાંબુડાના ઝાડની નીચે આવીને શ્રીવિયવલ્લભસૂરિજીને લઈને બેસી ગયા અને મેંબરેને બેલાવીને તરત જ ટીપ શરૂ થઈ ગઈ. દેખતા દેખતામાં કામ પૂરણ થઈ ગયું. અહીંથી વિહાર કરી એકાદશીએ કલોલ પધાર્યા શ્રીસંઘે સામૈયું કર્યું. ડાઈના શ્રી સંઘના આગેવાને પ્રતિષ્ઠા માટે વિનંતી કરવા આવ્યા અને બહુ જ આગ્રહભરી વિનંતી આપના પુનિત હસ્તે જ અમારે પ્રતિષ્ઠા કરાવવી છે ગમે તેમ કરો પરંતુ પ્રતિષ્ઠા આપના હસ્તે જ કરાવવી એ નિશ્ચય
For Private And Personal Use Only