Book Title: Atmanand Prakash Pustak 031 Ank 10
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 15
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લિચ્છવી જાતિ. ૨૪૩ ઓળખાય એટલા સારૂ પિતપોતાના પુરોહિત તથા તેમના પિતૃપુરૂષનાં નામ પિતે ગ્રહણ કરી લેતાં. એટલે કે કુલ પુરોહિતેના ગોત્ર પ્રમાણે જ લિચ્છવીઓનુ વાસિષ્ટ ગોત્ર હોવું જોઈએ. સૂર્યવંશીય રાજાઓના, ખાસ કરીને ઈક્વાકુઓના કુલ પુરોહિતો વાસિષ્ટ હતા એ વાત આપણે જાણીએ છીએ. આ પરથી નેપાલવંશાવલી અને જૈન તેમજ બૌદ્ધોની માન્યતા એક જ સિદ્ધાંત તરફ આપણને લઈ જાય છે. છે. જેકેબી કહે છે! કે “ લિછવિ અને મ કાશી તથા કેશલના નૃપતિ હતા. પહેલાં એ જ પ્રદેશમાં રામાયણના યુગમાં ઈફવા કુઓનું આધિપત્ય પ્રવર્તતું તેથી એમની પછીના આ નૃપતિએ એમના જ વંશધર ગણાય. ” ઈફવાકુ તથા અલખુષાના પુત્ર વિશાલે વૈશાલીનગરીના પાયા નાખ્યા હતા એમ રામાયણમાં કહ્યું છે. વિષ્ણુપુરાણ એ નગરીની પ્રતિષ્ઠામાં ઇવાકુવંશીય તૃણબિન્દુને મુખ્ય માને છે. એ ઉપરથી સિદ્ધ થાય છે કે રામાયણની રચનાના સમયમાં વૈશાલીના રાજાઓ ઈફવાકુવંશના હોવા જોઈએઃ ફરવા જોરતુ નચાણ: પુત્રઃ પરમધાર્મિવઃ ઝાડુવાય કામો વિશ: $તિ વિકૃત (રામાયણ ) બાલકાંડઃ અધ્યાય-૪૭) - લિચ્છવિ મલ્લ શાક્ય: લેહીને સંબંધ લિચ્છવીઓની જેમ કુશીનારાના મહૂ પણ વાસિષ્ટ હોય એમ મહાપરિનિર્વાણ સુરંત પરથી જણાય છે. આનંદ અને અનુરુદ્ધ એમને “વાસેઠ ” કહીને સંબોધે છે. બૌદ્ધ અને જૈન અહીં એકમત થાય છે. દીઘનિકાયના સંગીતિસૂત્તમાં બુદ્ધદેવ પિતે મદ્યને વાસેઠના નામથી ઓળખાવે છે. શાકની સાથે મહૂને સારા સંબંધ હતે. કમ શટકમાં કહ્યું છે કે વૃજિરાજ પ્રબોધે પિતાની બે કન્યાઓ, સિંહહનુના પુત્ર શુદ્ધોદન સાથે પરણાવી હતી. મહાવસ્તુમાં એ ઉલ્લેખ છે કે ધનુર્વિદ્યાની પરીક્ષા થવાની હતી તે દિવસે લિછવિ, આમંત્રણ મળવા છતાં હાજર રહી શકયા નહીં અને તેથી આખરે બધિસત્ત્વની ફતેહ થઈ. ટિબેટી સાહિત્યને આધારે રોકહિલ સાહેબે જે બુદ્ધચરિત લખ્યું છે તેમાં તેમણે શાકય અને લિચ્છવીને લેહીને સંબંધ હવાનું પ્રતિપાદન કર્યું છે. બીજા એક પાશ્ચાત્ય પંડિત, શાકની ત્રણ શાખા હેવાનું જણાવે છે, (૧) વિખ્યાત શાક્ય (બુદ્ધદેવ ) (૨) લિછવિ શાય અને (૩) પર્વતીય શાય. ટિબેટને આદિ નરપતિ લિચ્છવિ-શાયને વંશધર હતે. આ બધું જોતાં એમની વચ્ચે એક જ લેહીને સંબંધ હોય એમ ખુશીથી કહી શકાય. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54