Book Title: Atmanand Prakash Pustak 031 Ank 10
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 13
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - લિચ્છવી જાતિ. ૨૪૧ આ પરથી એટલું સમજાય છે કે મગધના અજાતશત્રુ અને ઉત્તર-પૂર્વ ભારતના બીજા બુદ્ધ-સમકાલીન રાજાઓની જેમ લિચ્છવીઓ પણ ક્ષત્રિયે જ હતા. સિગાલ–જાતકના આરંભમાં એક લિછવિ બાળાને અધિકાર છે. ત્યાં તેણીને “ખત્તિયધીતા” ક્ષત્રિય-કયા તરિકે ઓળખાવી છે. છે. ફિક માને છે કે પાલિસાહિત્યમાં જે અર્થમાં ક્ષત્રિય શબદ વ્યવહરાયો છે તે અર્થ બ્રાહ્મણ સાહિત્યમાંથી નથી નીકળતા. બ્રાહ્મણશબ્દના અર્થમાં એમને કંઈ શંકા લઈ જવા જેવું નથી લાગતું. માત્ર ક્ષત્રિય શબ્દનો અર્થ એમને શંકાશીલ લાગે છે. એડનબર્ગ એનો જવાબ આપે છેઃ “જે. ગૌતમ, ભારદ્વાજ વિગેરે વંશના બ્રાહ્મણે, બ્રહ્માની અતીન્દ્રિય શક્તિના અધિકારીરૂપે બ્રાહ્મણવર્ણમાં સ્થાન પામી શકે તે પછી બરાબર એ જ પ્રમાણે શાક અને લિચ્છવી બા પણ ક્ષત્રિય ધર્મના અધિકારીરૂપે શા સારૂ ક્ષત્રિયતાને દવે ન કરે ? તેઓ અંદર અંદર એક-બીજાને ક્ષત્રિયરૂપે જ ઓળખતા અને સંબોધતા એટલે કે એમની ક્ષત્રિયતા વિષે કંઈ વિરાધ, વિવાદ જેવું એ વખતે પણ ન હતું. લિચ્છવીઓ ક્ષત્રિય હતા એનું સારામાં સારું પ્રમાણ જેન ધર્મના પ્રાચીન ગ્રંથમાંથી મળે છે. ગૌતમ બુદ્ધના મૃત્યુ પછી વૈશાલીના લિચ્છવીઓએ જે પ્રમાણે એમના દેહાવશેષ ઉપર સ્તૂપ નિપે હતું તે જ પ્રમાણે જૈન ધર્મના છેલ્લા તીર્થકર શ્રી મહાવીર ભગવાનની એમણે પણ મૃતિપૂજા કરી હતી. કલ્પસૂત્રમાં કહ્યું છે કે જે રાત્રિને વિષે ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા, સંસારબંધન ત્ય , જન્મ-જરા મૃત્યુના પાશને છેદી સિદ્ધિને વર્યા તે દિવસે કાશી અને કોથલના અઢાર રાજા, નવ મલ્લકિ અને નવ લિચ્છવિ, જેઓ ભગવંતના મામા ચેટક રાજાના સામંત હતા તેમણે એ અમાવાસ્યાને વિષે, સંસારસમુદ્રથી પાર પહોંચાડનાર પિષધોપવાસ કર્યો હતે. તે અઢાર રાજાઓએ વિચાર્યું કે શ્રમણ ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા તેથી ભાવતિ તે ગ, હવે દ્રવ્યઉદ્યત કરે જોઈએ તેથી તેમણે તે રાત્રિએ દીવા પ્રકટાવ્યા ત્યારથી દીપોત્સવી પર્વ શરૂ થયું. ” છે. જેકેબીએ પૂરવાર કરી આપ્યું છે કે ભગવાન મહાવીર કાશ્યપગેત્રીય, જ્ઞાતૃવંશીય ક્ષત્રિયપુત્ર હતા. એ વિદેહદત્તાના પુત્ર હોવાથી વિદેહરાજકુમાર પણ હતા. મહાવીરના પિતા વૈશાલીના પરામાં રહેતા હોય એમ મનાય છે. એમની માતાનું નામ જ્યાં જ્યાં આવે છે ત્યાં ત્યાં તેમને ક્ષત્રિયાણી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54