________________
સંસાર સ્વરૂપ : વૈરાગ્ય સ્વરૂપ
આપ્તવાણી-૨
કશું ઠેકાણું નહીં. જો રીયલ સગાઇ હોય તો બાપ મરે, માં મરે તો છોકરો જોડે મરી જ જાય. આ મુંબઇ શહેરમાં એવું કોઇ મરે છે ? ના, કોઇ ના મરે ; માટે આપણે પહેલેથી જ ના જાણીએ કે, આ રીલેટિવ સંબંધ છે ? અને રીલેટિવ સંબંધમાં ખેંચ ના રાખવી. રીયલ હોય તો તો આપણે જ પકડીને બેસી રહીએ. પણ આ ઘડીમાં ફ્રેકચર થઇ જાય એવી સગાઇમાં શી જક કરવાની ? માટે પહેલીથી જ જાણવું કે, આ તો રીલેટિવ છે ને પછી “મેં મેરી ફોડતા હું' કરવાનું.
જેનો વિનાશ થાય એ કપડાં કહેવાય. આ કપડાં બીજે દિવસે કાઢી નાખે અને ‘પેલા કપડાં સાંઠ વર્ષે કાઢી નાખે. આ તો કપડાંમાં ‘હું પણું માન્યું તેનાં દુ:ખ છે. પોતાને પોતાનું “જ્ઞાન” ના થયું તેથી પરાઇ ચીજોમાં રખડ્યો. ‘હું ચંદુલાલ છું માનીને આ ચંદુલાલના નામ પર વેપાર થાય ને ‘છેલ્વે સ્ટેશને’ પોતે જાય ને ચંદુલાલ અહીં રહી જાય! અને ગૂંચો જોડે લઇ જાય ! આત્માની પ્રાપ્તિનો માર્ગ અત્યંત દુર્લભ માર્ગ છે !
આ સંસારમાં તો મહીં જ ધડાકો પડે. ઘડી વાર શાંતિ નહીં ને પાછા રહે તો બબ્બે લાખનાં ફલેટમાં, શી રીતે જીવે છે તેય અજાયબી છે ને! પણ કરે શું ? શું દરિયામાં પડે ? તેય સરકારી ગુનો છે. ભોગવ્યે જ છૂટકો થાય ને ! શક્કરિયું ભરવાડમાં બફાય તેમ લોક ચોગરદમથી રાતદા'ડો બફાયા કરે છે. તે આ ભરાડમાંથી ક્યાં નાસે ? “જ્ઞાની પુરુષ'ની પાસે બેઠો એટલે અગ્નિ શાંત થાય, ને કામ નીકળે. સંસાર તો પ્રત્યક્ષ અગ્નિ છે. કોઈને લહાય બળે તો કોઇને ઝાળ લાગે ! આમાં તો સુખ હોતું હશે ? આમાં જો સુખ હોત તો ચક્રવર્તી રાજાઓ તેરસો રાણીઓ છોડીને નાસી ના ગયા હોત ! એનો જ તો ભારે ત્રાસ એમને! તેથી તો રાજપાટ ને બધું છોડીને નાસી ગયાં.
દેવોતે પણ દુઃખ ? દેવલોકોને બાળપણ નહીં, માના પેટે જન્મવાનું નહીં. એ બધાં દુ:ખો નહીં, બાળપણનાંય દુઃખો નહીં. એમને સંડાસ જવાનું નહીં. એમને તો વૈરાગ્ય આવે એવાં સાધનો જ નહીં. એમને તો જન્મતાંની સાથે જુવાની
ને મરવાનું પણ જુવાનીમાં જ. તો પછી એમને કયા દુઃખો હશે ? દેવલોકોમાં સ્પર્ધાનાં બહુ દુઃખો છે. આના કરતાં આ મોટો ને આના કરતાં આ મોટો ! એમ સ્પર્ધાથી રાગ-દ્વેષ થાય. એનું બહુ દુ:ખ લાગ્યા કરે તેમને, એથી તો એમને પણ ‘જ્ઞાની પુરુષ” ક્યારે મળે એવી ઇચ્છા થાય ! પણ એમનું મૃત્યુ અધવચ્ચે થાય નહીં, અધવચ્ચે આયુષ્ય તુટે નહીં. એમને ત્યાં ઇન્દ્રિય સુખો ભરપટ્ટે છે, છતાંય, ત્યાં એમને જેલ જેવું લાગે છે ! ત્યાંય અજંપા કઢાપાનાં દુઃખો છે.
કળિરણમાં વીરડી સમ સુખ સુખ તો મોક્ષમાં જ છે અને મોક્ષ માટે રાગ-દ્વેષ નહીં પણ અજ્ઞાન કાઢવાની જરૂર છે. જે ફળમાં સુખનો રસ જ નથી, રસ છે પણ તે શાતા, અશાતાનો જ છે અને એમાં પણ અશાતાનો જ પાર વગરનો રસ છે, તેમાં તે સુખ શું ? આખો દા'ડો કડવું પીવડાવે અને પાશેર મીઠું પીવડાવે તેના કરતાં તો આખું જ કડવું ના પી લઇએ આપણે ? આ તો આપણને મૂરખ બનાવી જાય તે કેમ પોષાય ? અડધું દુ:ખ હોય ને અડધું સુખ હોય. પચાસ-પચાસ ટકા હોય તોય ચાલે. તે આપણે ત્યાં સુધી કદાં કે પંચાવન ટકા દુ:ખને પીસ્તાળીસ ટકા સુખ હશે તોય ચાલશે. પણ આટલું કદાં ને દુ:ખ તો વધવા માંડ્યું ને પાંચ ટકા સુખ ને પંચાણુ ટકા દુ:ખ થયું, એટલે ચટણી જેટલું જ સુખ મળે, આવી લાલચ આપણને ના પોષાય. મહીં ભરપટ્ટે સુખ પડ્યું છે. જો બહારનું મછરું યાદ ના આવે ને તો “એ સુખ વર્યા જ કરે. આ તો બહારની યાદગીરી સુખ ખુંચવી લે છે.
આ કાળ વિચિત્ર છે તે કારેલાં મીઠાં થઇ ગયાં જેવું છે ! આ તો દરેકમાં ભગવાનનાં દર્શન કરી પેકિંગથી દૂર જ રહેવા જેવું છે. ગમે તેટલું સડેલું પેકિંગ હોય પણ ભગવાનનાં દર્શન કરી દૂર રહેવા જેવું છે ને હીરાનું પેકિંગ હોય તોય એ પેકિંગ કાલે લાકડાં ભેગું થવાનું છે. લોક કહે કે દેવ જેવા માણસ દેખાતા હતા પણ તેય લાકડાંમાં જ જાય. વખતે સુખડનાં લાકડાં બાળવા માટે મળે. મર્યા પછી એ દેવ જેવા માણસ જોડે સૂઇ જવાનું કહે તો તે ના પાડે. મહીં ભગવાન બેઠા હતા તે સ્વ પર પ્રકાશક છે અને તેથી તેનું રૂપ હતું !