Book Title: Aptavani 02
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 223
________________ ભક્ત-ભક્તિ-ભગવાન ૪૧૧ ૪૧૨. આપ્તવાણી-૨ જો એ જીવ અને શિવનો ભેદ તૂટે તો પરમાત્મા થાય, અભેદ બુદ્ધિ થાય તો કામ થાય. વ્યવહારમાં - ભગત અને જ્ઞાતી ‘તુંહી તુંહી’થી સંસાર છે. મોટા મોટા ભગતો બધા આરોપિત જગ્યાએ છે, માટે આકુળતા-વ્યાકુળતા રહે; અને ‘વ’માં રહે તો સ્વસ્થતા હોય, આકુળતા-વ્યાકુળતા ના રહે, નિરાકુળતા રહે. ભગતો ખુશમાં આવે તો ગેલમાં આવી જાય ને દુઃખમાં ડીપ્રેસ થઇ જાય. આ ભગતો જગતની દૃષ્ટિએ ગાંડા કહેવાય, ક્યારે ગાંડું કાઢે એ કહેવાય નહીં. નરસિંહ મહેતાનાં મહેતાણી જવાનાં થયાં ત્યારે હરિજનવાસમાંથી ભજનો ગાવા માટે બોલવવા આવ્યા તો તે ગયા, અને આખી રાત કીર્તન, ભક્તિ, ભજનો ગાયાં. એક જણ સવારે આવ્યો ને કહે, ‘મહેતાણી ગયાં.’ તો મહેતાએ ગાવા માંડ્યું, ‘ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રીગોપાળ.' પણ આ લૌકિક ના કરવું પડે ? કરવું જોઇએ, પણ આ તો ગાંડાં કાઢે. જયારે ‘જ્ઞાની પુરુષ’ વ્યવહારમાં કોઇ જગ્યાએ કાચા ના પડે, લૌકિકમાંય એઝેક્ટ ડ્રામા કરે. ડ્રામામાં ક્યાંય ના ચૂકે તેનું નામ જ્ઞાની! જ્યાં, જે વખતે, જે ડ્રામા કરવાનો હોય તે ‘અમે’ સંપૂર્ણ અભિનય સહિત કરીએ. આ અમે કામ ઉપર જઇએ ત્યાં બધા કહે કે, “શેઠ આવ્યા, શેઠ આવ્યા.’ તે ત્યાં અમે શેઠનો ડ્રામા કરીએ. મોસાળમાં જઇએ તો ત્યાં બધા કહે કે, “ભાણાભાઇ આવ્યા.’ તે ત્યાં અમે ભાણાભાઇનો ડ્રામા કરીએ. ગાડીમાં અમને પૂછે કે, ‘તમે કોણ ?” તો અમે કહીએ કે, ‘પેસેન્જર છીએ.” અહીં સત્સંગમાં આવીએ ત્યારે ‘જ્ઞાની પુરુષ’નો વેશ ભજવીએ અને જાનમાં જઇએ તો જાનૈયા થઇએ ને સ્મશાનમાં જઇએ તો ડાઘુ થઇએ. પછી એ ડ્રામામાં જરાય ફેરફાર ના હોય, એઝેક્ટ અભિનય હોય. ડ્રામામાં કાચા પડે એ જ્ઞાની હોય. ગાડીમાં ટિકિટચેકર ટિકિટ માગે તો ત્યાં અમારાથી ઓછું કહેવાય કે, “અમે ‘જ્ઞાની પુરુષ' છીએ, ‘દાદા ભગવાન’ છીએ ?'' ત્યાં તો પેસેન્જ૨ જ. અને જો ટિકિટ પડી ગઈ હોય તો ચેકરને કહેવું પડે કે, “ભાઇ, ટિકિટ લીધી હતી પણ પડી ગઇ, તે તારે જે દંડ કરવાનો હોય તે કર.” ભગતો ધૂની હોય. ધૂન શબ્દ “ધ્યાની’ પરથી થયો. ધ્યાનીનું અપભ્રંશ થઇ ગયું તે ધૂની થઇ ગયું ! એક જ બાજુ ધ્યાન તે ધ્યાની. એક ધ્યાનમાં પડી જાય એટલે ધૂન લાગી કહેવાય, તે ધૂની થઇ જાય. એક અવસ્થા ઉત્પન્ન થઇ પછી તેમાં ને તેમાં ભમ્યા કરે, તેને ધૂની કહે છે. ધૂની તો ‘પોતાના સ્વરૂપ’માં થવા જેવું છે, તેથી ધ્યાતા, ધ્યેય ને ધ્યાન એક થાય ! પ્રશ્નકર્તા: આ વિક્ઝિકલ કહે એ ધૂની જ કે ? દાદાશ્રી : એ ધૂનીના પીતરાઇ થાય. ધૂનીને પૈસાની પડેલી ના હોય. અમારી પાસે ધૂની આવે તેનું કામ જ નીકળી જાય. ધૂનીને સંસારમાં લોકો સુખ પડવા ના દે, ગોદા માર માર કરે. ભગતોને બિચારાને સુખ ના મળે, લોકો તેમને ગોદા માર માર કરે, ભગતોને લોકોનો બહુ મારા પડે. કબીરજીએ બિચારાએ બહુ વાર લોકોનો માર ખાધેલો. એક વાર દિલ્હીમાં બબલો ને બબલી જોડ ફરે ને બચ્ચે કેડે રાખીને ફરે, તે કબીરજીને બહુ દયા આવી કે આ શી રીતે જીવે છે ? એટલે એ એક ઊંચી ટેકરી ઉપર ચઢ્યો ને મોટે મોટેથી ગાવા માંડ્યું - ‘ઊંચા ચઢ પુકારીઆ, બુમત મારી બહોત, ચેતનહારા ચેતજો, શીરડે આપી મોત.” માથા પર મોત આવ્યું છે ને આ બાબાને ને બેબીને બગલમાં ઘાલીને ક્યાં ધૂમો છો ? તે બીબી ને બીબીના ધણીએ અને બીજાઓએ ઊભા રહીને જોયું કે, “યહ ગાંડીઆ ક્યા બોલતા હૈ ?” તે પછી બધાએ એને ખૂબ માર્યો ! કબીરજી તો સાચા ભક્ત અને ચોખ્ખા માણસ, એટલે મારેય બહુ ખાધેલો. સાચા ભક્ત તો કો'ક જ હોય. ચોખેચોખું ના બોલાય. વાણી કેવી હોવી જોઇએ ? હિત, મિત, પ્રિય ને સત્ય - આ ચાર ગુણાકારવાળી હોવી જોઇએ. ગમે તેટલી સત્ય વાણી હોય, પણ તે જો સામાને પ્રિય ના હોય તો તે વાણી શા કામની? આમાં તો જ્ઞાનીનું જ કામ. ચારેય ગુણાકારવાળી વાણી એક ‘જ્ઞાની

Loading...

Page Navigation
1 ... 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249