Book Title: Aptavani 02
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 240
________________ નિષ્પક્ષપાતી મોક્ષમાર્ગ મુહપત્તિ બાંધી ! એકડા પછી બગડો હોય તો તે બરોબર છે, એમ આપણે કહીએ, પણ આ મુહપત્તિ તો છેલ્લી દશામાં માણસ વિચરતો હોય તો હાથમાં એક કપડું રાખવાનું કે જ્યાં બહુ જીવ ઊડતાં હોય તો મોઢા પાસે કપડું ઢાંકવાનું. એ કપડું રાખવાનું તે જીવને બચાવવા માટે નહીં, કારણ કે કોઇ જીવ બીજા જીવને બચાવી શકે જ નહીં; પણ આ તો જીવડાં મોઢામાં કે નાકમાં પેસી ના જાય ને પ્રકૃતિને નુકસાન ના કરે એટલા માટે મુહપતિ રાખવાની. આ મુહપત્તિ એ તો છેલ્લું કારણ છે. એની આગળ ‘કેવળ- જ્ઞાન’નાં અને એવાં બધાં બીજાં ઘણાં કારણ સેવવાં જોઇએ. આ તો છેલ્લું કારણ પહેલું સેવવામાં આવે તો શા કામનું ? આ તો ભયંકર ભૂલો થઇ રહી છે. ૪૫ એક ક્ષણ વાર પણ ગાફેલ રહેવું ના જોઇએ. ગાડીમાં ગાફેલ નથી રહેતો ને જ્યાં અનંત અવતારની ભટકામણમાં છે ત્યાં ગાફેલ રહે છે ! ભગવાને કહ્યું, ‘હે જીવો બુઝો, બુઝો. સમ્યક્ પ્રકારે બુઝો.' ભગવાનની કહેલી વાતોની વિરોધી વાતોથી મુક્ત થાય તો જ મોક્ષ છે. સાચો માર્ગ જડે તો ઉકેલ પ્રશ્નકર્તા : મારે હંમેશાં વ્યાખ્યાનમાં જવાનું એવો નિયમ છે. દાદાશ્રી : રોજ નાહીએ ને શરીરનો મેલ ના જાય તો શા કામનું? આ તો રોજ વ્યાખ્યાનમાં જાય; પણ મનનો, વાણીનો, બુદ્ધિનો મેલ ના જાય તે શું કામનું ? આપણું દળદર ના ફીટે તો શું કામનું ? વ્યાખ્યાન આપનાર ગમે તેટલું જાણતા હોય, પણ આપણું દુઃખ ના ઘટે તો નકામું જ ને ! આપણાં દુ:ખ ગયાં એ દર્શન કરેલાં કામનાં, નહીં તો દર્શન કરેલાં કામનાં નહીં. સામને ઘેર પચાસ બંગલા હોય, પણ એનાં દર્શનથી આપણને ઝૂંપડુંય ના મળે તો એ દર્શન નકામાં જ ને ? જે મહારાજનાં દર્શન કરે ને દુઃખ ના જાય તો એ પોતે કેટલા દુઃખી હશે ? ! આ ઘાંચીનો બળદ જોયો છે ને ? એ દાબડો પહેરીને મનમાં માને કે, ‘હું ચાલ્યો છું’ ને દાબડા ખોલે તો એની એ જ જગ્યા ! એવું આ આપ્તવાણી-૨ જગત ઘાંચીના બળદ માફક ચાલ્યા કરે છે અને મહેનત નકામી જાય છે. જ્યાં સુધી યથાર્થ જ્ઞાન પ્રાપ્ત ના થાય ત્યાં સુધી મહેનત બધી નકામી જાય છે. આ સ્ટેશનનો રસ્તો હું જાણતો ના હોઉં તો ભૂલો પડું, ને ચારગણો રસ્તો થાય તોય ઠેકાણું ના પડે. આ તો સ્ટેશનના રસ્તામાં ભૂલા પડાય છે, તો આ સાચો રસ્તો જડવા માટે એવી કેટલી બધી ભૂલો થાય ? માટે તપાસ તો કરવી જોઇએ ને ? પોતાને સંતોષ ના થાય તો એ રસ્તો બંધ કરી બીજો રસ્તો ખોળી કાઢવો પડે ! મોક્ષની એક જ કેડી છે, ને તૈય પાછી ભુલભુલામણીવાળી છે ! અન્ય માર્ગ અનેક છે, ને પાછા ઓર્નામેન્ટલ છે ! કોઇ સાચા ભોમિયા હોય તેને જ મોક્ષનો માર્ગ પુછાય અને એય પાછા નિઃસ્વાર્થી ભોમિયા હોવા જોઇએ. ધર્મમાં વેપાર ત ઘટે ૪૪૬ પોતે કંઇ પણ ત્યાગ કરે છે અને બીજા પાસે કરાવડાવે છે એ બધા અભ્યાસી કહેવાય. ગુરુ યે ત્યાગે કરે ને શિષ્ય પાસેય ત્યાગ કરાવડાવે એટલે આપણે ના સમજીએ કે આ સ્ટાન્ડર્ડમાં છે ? ! આ માળા ફેરવતા હોય તો આપણે ના સમજીએ કે આ ધોરણમાં ભણે છે? એમને આપણે પૂછીએ કે, ‘સાહેબ, ભણી રા કે ?' તો એ કહે, “ભણી તો રહ્યો છું, પણ માળા તો ફેરવવી જ પડે ને ? !' ના, મોક્ષે જવું છે, ને લાકડાની માળાને ને મોક્ષને વેર છે. મોક્ષ માટે તો સ્વરૂપની રમણતા જોઇશે. આ તો લાકડાની રમણતા થાય છે, એથી મોક્ષ ના થાય. આ તો વેપાર માંડી બેઠા છે, એને ચેતવવા કહેવું પડે છે. ધર્મમાં વેપાર ના હોવો ઘટે, વેપારમાં ધર્મ હોવો જ જોઇએ. જ્યાં ધર્મમાં વેપાર પેઠો, પૈસા-વ્યવહાર પેઠો તો સમજી જવું કે આ રીયલ ધર્મ ન હોય, સાચો ધર્મ ન હોય. કો'કના કો પ્રમાણે ચાલે તોય મોક્ષે જવાય પણ તેય ચાલતો નથી, પોતાના ડહાપણથી જ ચાલ્યો છે. તેથી ગુરુ રાખવાનું કહેલું, પણ ગુરુ ઠામ-ઠેકાણા વગરના મળે-માર્કેટ મટેરીઅલ તે શું થાય ? આ તો ગુરુ જોડે કરાર નથી કર્યો એટલું સારું છે, નહીં તો કહે, ‘કેમ, પાંચ વર્ષના કરાર હતા ને બે વર્ષમાં ચાલ્યા જાવ છો ?’ વીતરાગ માર્ગ આવો ના હોય.

Loading...

Page Navigation
1 ... 238 239 240 241 242 243 244 245 246 247 248 249