Book Title: Aptavani 02
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 246
________________ ૫૮ આપ્તવાણી-૨ સ્વમણતા : પરમણતા જેણે લગ્ન નાઇલાજ થઇને કર્યું હોય તેને માટે વીતરાગોનું જ્ઞાન છે અને રાજીખુશીથી સહીઓ કરીને, ત્રણ ત્રણ સહીઓ કરીને લગ્ન કરી નાખ્યું તે વીતરાગોના જ્ઞાનને કેમ પામે ? નાછૂટકે જેણે શાદી કરી છે, નાછૂટકે જે ખાય છે, નાછૂટકે જે પીએ છે તેને માટે વીતરાગોનું જ્ઞાન છે ! ‘નાછૂટકો' આ એક પદ છે, સ્ટેજ છે; નથી જ ગમતું છતાં કરવું પડે છે. તમને એકાદ ચીજ ગમતી તો હશે ને ? એવી તમને ખબર હશે ને ? પ્રશ્નકર્તા ગમતી છે ખરી, પણ આ જ છે એવું આંગળી ચીંધીને હું બતાવી શકું નહીં. દાદાશ્રી: ‘છે” ખરું ને ? એ ‘છે' ના આધારે જીવે છે. આ જીવે છે શાના આધારે ? ‘છે’ના આધારે અને ‘છે’ના આધારે ના જીવે તો આત્મા પ્રાપ્ત થઈ જાય ! અત્યારે આત્માની રમણતા ‘છે” એમાં છે. જો ‘છે’વાળી રમણતા ના ગમતી થઇ જાય તો એને આત્મા પ્રાપ્ત થયે જ છૂટકો, નહીં તો દેહ રહે જ નહીં ! પણ ‘છે' એમાં રમણતા છે, ત્યારે આત્મા કહે છે, ‘તમારું બરોબર છે. તમે તમારા ગામમાં બરોબર છો ને હું મારા ગામમાં બરોબર છું !' કોઈક જગ્યાએ રમણતા વર્યા કરે, આ બીજી જગ્યાએ રમણતા છે તેના આધારે જીવાય છે. જો રમણતા કોઇ પણ જગ્યાએ-એક પરમાણુ માત્રમાં, પુદ્ગલમાં પૌદ્ગલિક રમણતા ના હોય તો એને આત્મા પ્રાપ્ત થયે જ છૂટકો ! અમને એક પરમાણુ ઉપર પૌદ્ગલિક રમણતા નથી ! આત્મ-રમણતા સિવાય એક ક્ષણ પણ અમે રકા નથી ! આ દેહ ‘મારો છે” એવું અમને ભાન રહેતું નથી, પાડોશી તરીકેનું ભાન રહે છે, આ દેહ નેબર છે, ફર્સ્ટ નેબર છે. પૌદ્ગલિક રમણતા જ કિંચિત્ માત્ર કદી હોય ત્યાં સુધી આત્મા પ્રાપ્ત થતો નથી. આત્માના અણસાર દેખાય છે, પણ તથારૂપ ના થાય. તથારૂપ એટલે ભગવાને જેવો આત્મા કક્કો છે, તેવો ના થાય. તથારૂપ આત્મા એ તો અચળ આત્મા છે ! આ બધા ચંચળ આત્મા છે ! જયાં સુધી પૌગલિક રમણતા છે ત્યા સુધી ચંચળ આત્મા છે. ભગવાને કનાં કે બે જાતની રમણતા હોય. એક “શુદ્ધ ચેતન'ની રમણતા, એ પરમાત્મ રમણતા કહેવાય છે; અને નહીં તો બીજી પુદ્ગલની રમણતા, એ રમકડાંની રમણતા કહેવાય છે, રમકડાં રમાડે છે એમ કહેવાય છે. બધી યે રમકડાંની રમણતા હા, બાળકોય રમકડાં જ રમાડે છે ને ? બે વર્ષના બાળકનાં રમકડાં પાંચ વર્ષના બાળકને આપે તો તે લે ખરો ? ના લે. એ તો કહેશે, “આ તો નાના બાબાનાં છે, મારાં ન હોય !' એટલે નાના બાબાનાં રમકડાં મોટો બાબો ના વાપરે ને મોટાનાં રમકંડા નાનો ના વાપરે. પછી પાંચ વરસના બાબાનાં રમકડાં હોય તે મોટો અગિયાર વર્ષનો ના લે, કહેશે, ‘અમે તો ક્રિકેટ રમવા જઇશું’ પછી છે તે ચૌદ વર્ષનો થાય ત્યાં સુધી ક્રિકેટ ને ફૂટબોલ ને વોલીબોલ ને ફલાણા બોલ ને આમતેમ, બધાં રમકડાં રમાડ્યા કરે. પછી અઢાર વર્ષનો થાય તેય ભણતાં ભણતાં ચોપડીઓ રમાડે. ચોપડીઓ એય રમકડાં કહેવાય. જે ચોપડીઓ ઉપર રુચિ છે એ શું કહેવાય ? જ્યાં રુચિ છે ત્યાં રમણતા કહેવાય. એટલે ચોપડીઓ રમકડાં, ફૂટબોલ રમકડાં, ઢીંગલા-ઢીંગલી એ બધાંય રમકડાં જ કહેવાય ! પછી વીસ-બાવીસ વર્ષનો થાય ત્યારે કહેશે કે, ‘હવે મારે ઢીંગલી નહીં ચાલે, મારે મોટી જીવતી ઢીંગલી જોઇશે.’ ‘મેર ગાંડિયા, પેલી ઢીંગલી શી ખોટી છે ? લાવી આપવા દેને તને, અહીં આગળથી જાપાનીઝ આવે છે તે, મોટી, સાડી પહેરેલી આવે છે તે ?” તો તે કહેશે, “ના, મારે જીવતી જોઇએ.’ તે પાછો જીવતી ઢીંગલી લઇ આવે ! હવે આપણે તેને કહીએ કે, ‘હવે તો સંતોષ થઇ ગયો ને ? રમકડાંને કંઇ બંધ કરીશ હવે ?” તો એ કહેશે કે, ‘હવે મારે વાંધો નથી.’ ત્યાર પછી હોંશે હોંશે બે-ચાર વરસ થાય, એટલે લોક પૂછ પૂછ કરે કે, ‘ભાઇ ચાર વરસ થયાં પૈયે, શું છે ? બેબી છે કે બાબો ? નથી, કંઇ કશું ?” એટલે પાછું મનમાં થાય કે આ

Loading...

Page Navigation
1 ... 244 245 246 247 248 249