Book Title: Aptavani 02
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 245
________________ ૫૬ આપ્તવાણી-૨ નિષ્પક્ષપાતી મોક્ષમાર્ગ પપ રઘવાટનું કારણ શું ? ત્યારે કહે, પ્રમાદ છોડ્યો છે એમણે. અલ્યા, દેહનો પ્રમાદ નથી છોડવાનો, દેહનો પ્રસાદ તો રાખવાનો છે. નિરાંતે પલંગમાં બેસવાનું છે, પલંગ કચકચ કરે તોય બેસવાનું. છો ને કચકચ કરે, એ પલંગ છે, કંઇ જીવ છે એ ? કોઇ જીવ દબાયો હોય તો આપણે ઊભા થઇ જઇએ, પણ પલંગ છો ને કચડ્યા કરે. બેસી જશે તો આપણે બીજો લાવીશું. પણ કહેશે, “ના, પ્રમાદ થઇ જાય એટલે બેસે તોય નિરાંત વાળીને ના બેસે; રઘવાટિયો રઘવાટિયો રક્ષા કરે ! અને તમે કશી વાત પૂછવા જાવ તો તેય રઘવાટમાં ને રઘવાટમાં ચિઢાઇ જાય, એ “છીટ, છીટ’ કરે. આવું શોભે ?! ભગવાને આવું નથી કળાં. ભગવાન વીતરાગો આવા હશે ? આ લોકો ઘડીવારમાં ક્યાંના ક્યાં જતા રહે છે, તે મહાવીર આવું ચાલતા હશે ? એ તો એય.... આરામથી, આરામ કરતાં કરતાં ચાલે, આ તો મહીં જો આકુળ-વ્યાકુળ થઇ જાયને તો બહારેય આકુળ-વ્યાકુળ થઇ જાય, મહીં રઘવાટ થયો કે બહાર રઘવાટ, પછી આ ઝાડો-બાડો બધું એને હાલતું દેખાય, ના હાલતા હોય તોય દેખાય; કારણ કે રઘવાટિયો પોતે છે! આ ઓલિયા હોય છે એમને રઘવાટ-બઘવાટ કંઈ નહીં, નિરાંત હોય. આપણે કહીએ કે, ‘અલ્યા, આકાશ ગિરનવાલા નહીં?” તો કહેશે કે, “નહીં સા'બ, ગિરનેવાલા નહીં. વો તો ખુદાને બનાયા હૈ, કેસે ગિરેગા ?’ અને આ લોકો તો “મારું જ કરેલું ને મારે જ ભોગવવાનું.’ એટલે આકાશ પડે તો શું થાય? આ સવળી સમજણ અવળી થઇ ગઇ ને તેનાં ફળ કડવાં આવ્યાં, નહીં તો આવું તે હોતું હશે ? હંમેશાં રઘવાટી માણસ જ્ઞાન પામે, તોય ઉપયોગ શુદ્ધ અને રહે નહીં, “શુદ્ધ ઉપયોગ” આપીએ તોય રઘવાટિયા પાસે રહે નહીં, કારણ કે રઘવાટિયો છે ને ! તમે આ ખાવ, પીઓ, હરો-ફરો પણ ઉપયોગપૂર્વક કરો. આ રઘવાટિયો જાણે કે, “આમાં તો શુદ્ધ ઉપયોગ જતો રહે જ.” ના, એ તો શુદ્ધ ઉપયોગ રહે જ. ચા સારી છે કે ખોટી છે, કડક છે કે મીઠી છે, તેમાં આપણો શુદ્ધ ઉપયોગ જ રહે. પ્રમાદ શબ્દ મારી નાખ્યા છે. આ પ્રમાદ શબ્દને સમજયા જ નથી. આટલો રઘવાટ કરે છે, ચાર વાગ્યે ઊઠે છે તોય જો કદી મહાવીરને પૂછે તો કહેશે, “આ બધા પ્રમાદી છે, સંપૂર્ણ પ્રમાદી છે, એક અંશ પણ પ્રમાદ ગયો નથી.’ પ્રમાદ શું છે ? આ જગતમાં કોણ પ્રમાદમાં છે ? આખું જગત જ પ્રમાદમાં છે. એ પ્રમાદ ક્યારે જાય ? આરોપિત ભાવ જાય ત્યારે પ્રમાદ જાય. મદ તો ચઢ્યો છે ને આ પાછો પ્રમાદ. એક તો આરોપિત ભાવ છે, ‘હું ચંદુલાલ છું” માને છે એ મદ છે ને લગ્નમાં લહેર કરે છે એ પ્રમાદ. જે અવસ્થા હોય એ સારી હોય તે ઠંડક ભોગવતો હોય ને ખરાબ અવસ્થામાં ઉકળાટ ભોગવે એ પ્રમાદ. આરોપિત ભાવમાં સ્થિરતા કરે એ મદ અને આરોપિત ભાવમાં રંજન કરે એને પ્રમાદ કક્ષા. હવે આ લોકો, વહેલો ઊઠતો નથી તેને પ્રમાદ કહે છે, પણ એ તો આળસ કહેવાય. વહેલો ઊઠતો નથી એ તો આળસુ માણસનું વિટામિન છે. એક તો ઊઠે મોડો અને છેલ્લી ઘડીએ ગાડી આવે ત્યારે એવો દોડે ! એટલે એ આળસુ માણસનું વિટામિન છે. હવે સાધુઓ એમની ભાષામાં પ્રમાદનો અર્થ લઇ ગયા અને ભગવાને જુદું કળાં, ભગવાનની ભાષા આપણને કામની. જ્ઞાનીની સંજ્ઞાઓ ચાલવું, એ ધૃવકાંટો બરોબર છે, એમનું જ્ઞાન ખરી ઉત્તર દિશા બતાવે. બીજા તો ઉત્તરને બદલે દક્ષિણમાં લઇ જાય, કાંટો ઉત્તરનો દેખાડે ને લઇ જાય દક્ષિણમાં. જ્ઞાનીને વિશે યથાર્થ જ કહેવાયું છે કે, મોક્ષ માર્ગનેત્તાય ભેસ્તાર કર્મભુભુતા, જ્ઞાતાર સર્વ તત્વાનામ્, વંદે તદ્દગુણ લબ્ધયે.”

Loading...

Page Navigation
1 ... 243 244 245 246 247 248 249