Book Title: Aptavani 02
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 243
________________ નિષ્પક્ષપાતી મોક્ષમાર્ગ ૫૧ સ્પર આપ્તવાણી-૨ રઘવાટ અને પ્રમાદ ગમે તેવા સંજોગ આવે, પણ રઘવાટિયો ના થઇશ. આત્મા રઘવાટિયો નથી, આત્મા પરમાત્મા છે, ત્યાં રઘવાટની જરૂર હોય ? ચા પીઓ, નાસ્તો કરો, વાજાં વગાડો, બધુંય કરો, પણ આ તો રઘવાટ, રઘવાટ ને રઘવાટ ને આ ક્રમિક માર્ગના જ્ઞાનીઓ તો પાણી ના પીવા દે, ગળે ઊતરવા ના દે. આપણે જો પાણી પીતા હોઇએ ને થોડી વાર કરીને તો કહેશે, “ખસ ખસ અહીંથી જા, પ્રમાદ કરે છે ?” મેલ તારો પ્રમાદ ! પ્રમાદ તારે ઘેર લઇ જા, નથી જવું એવું મોક્ષમાં ! એવું મોક્ષમાં જવાતું હશે ? મહારાજ પાણી પીવા ના દે, ગળે ઊતરવા ના દે, એવું તે મોક્ષમાં જવાય ? તમે એવું જોયેલું ? રઘવાટ નહીં જોયેલો ? પ્રશ્નકર્તા: જોયેલો ને હું તો બે વર્ષ સાધુઓમાં રહી આવ્યો છું, દાદા. ભગવાન મહાવીર નાની ઉંમરમાં પણ બહુ ડાહ્યા હતા !! ૭ર વર્ષે ગયા, પણ બહુ ડાલાા હતા. કેવા ડાલાા હતા ! ૩૦ વર્ષ તો ભગવાનનું ડહાપણ આપણને આનંદ પમાડે તેવું હતું ! જ્યારે ઘર છોડીને નીકળ્યાછોડ્યું નહોતું એમણે; એ તો સંયોગી પુરાવા હતા, જેમ હું સાન્તાક્રઝથી અહીં દાદર આવ્યો, તે એમાં મેં કંઇ સાન્તાક્રુઝ છોડી દીધું ? નહીં, એવું એ તો સંયોગી પુરાવા હતા. મહીં ‘વ્યવસ્થિત’ દોરાવે છે તેમ દોરવાય છે, એમને પોતાને કશું કરવાનું રહ્યું નથી, કરવાપણું રડ્યાં નથી. જેને કરવાપણું રજાં નથી તેને ભોગવવાપણું ના રકાં ! કરવાપણું જેને બાકી ના રહે એને ભોગવવાપણુંય ના રહે. ભગવાને કહ્યું તે આ મહારાજોએ પકડી લીધું કે અમે જૈનના સાધુ છીએ ને ? ભગવાને કારણ-સિદ્ધ કોને કોને કક્ષા ? સાધુને, ઉપાધ્યાયને, આચાર્યને અને તીર્થકર ભગવાનોને, આ ચારને કારણ- સિદ્ધ કલો. એ સંસારી દેખાય છે ખરા, દેખાવમાં સંસારી જેવા જ છે, પણ ભોગવટામાં ફેર છે. આ ચાર સિદ્ધપણાનાં સુખ ભોગવે છે ને તમે સંસારીપણાના સુખદુ:ખ વેદો છો ! આ આચાર્ય મહારાજ બધા કહે, “અમે સંસારી ના કહેવાઇએ.’ ‘મહારાજ, શા આધારે સંસારી ના કહેવાઓ ? અમને પુરાવો દેખાડો તો અમને કબૂલ છે. કસોટીમાં જો સોનું ઊતરે, ૨૫ ટકા સોનું ઊતરે તો પણ અમે ૧૦૦ ટકા સોનું માનીશું !' પછી અમે એમ કેટલીક છૂટ આપીએ, ૨૫ ટકાના ૯૯ ટકા માનીએ ત્યાં સુધી ચલાવી લેવાય, પણ પછી અમે સમજણ પાડીએ તો એ જ કહેશે કે અમે કારણ-સિદ્ધ ના કહેવાઇએ.’ તમે સિદ્ધને ભોગવો છો ક્યાં ? કષાય તો ઊભા રહેલા છે. પૂછો કે, “મહારાજ, તમારામાં કષાય ખરા ને ?” તો કહેશે, ‘હા, કષાય તો ખરા જ ને.' ત્યારે આપણે કહીએ કે તો, ‘મહારાજ કારણ-સિદ્ધ તમે નહીં !” ત્યારે મહારાજ જ કહેશે, “ના, અમે સંસારી, સંપૂર્ણ સંસારી !” આપણે બધાને પૂછીએ તો બધા કહે કે ના કહે ? કહે જ ને ! ના કહે તો આપણે સળી કરીએ તો તરત જ ખબર પડે. પણ સળી કરતાં પહેલાં જ ચિઢાતા હોય, વાત કરતાં જ ચિઢાતા હોય ! કારણ કે રઘવાટિયા માણસ તો વાત કરતાં કરતાં પણ ચિઢાઇ જાય ! દાદાશ્રી : ત્યાં પ્રમાદ નામનો શબ્દ હોય છે ને તે બધાને રઘવાટ રઘવાટ કરાવે છે. એના કરતાં તો પ્રમાદ કરને, તો રઘવાટ મટી જાય! કેટલો વિરોધાભાસ છે ? આ તો ‘આ’ સાયન્સ, અજાયબ સાયન્સ ઊભું થયું છે ! આ સાયન્સ ! આખું જગત મોંમા આંગળાં ઘાલશે એવું સાયન્સ પ્રગટ થયું છે, “જેમ છે તેમ” ખુલ્લું થયું છે, નહીં તો અહીય રઘવાટ હોય ને, તો દાદા તમને ચા-બા પીવા ના દે, ‘અલ્યા, ચા પી શકાય કે નહીં? ઊઠો, હેંડો, ઠંડો ગાવ, ચાલો થબાકો પાડો’ એમ કરે; પણ અહીં રઘવાટબઘવાટ નહીં ને ! આત્મા તેવો રઘવાટિયો નથી, આત્મા પરમાત્મા છે, એવો કંઇ ગાંડો હશે, આવો ? આપણે આત્મા જેવા થઇએ, તો આત્મા પ્રાપ્ત થાય. હવે મારી આ વાતનો બધાને શી રીતે મેળ ખાય ?! હું પ્રમાદ શબ્દ જ કાઢી નખાવા ફરું છું. આ તો તે પ્રમાદી આત્મા છોડ્યો અને હવે રઘવાટિયો આત્મા ઊભો કર્યો ! તે અલ્યા મૂળ આત્મા ક્યારે તું પામીશ ? પ્રમાદી આત્મા હતો તે પાછો રઘવાટિયો આત્મા ઊભો કર્યો, એના કરતાં તો પ્રમાદી આત્મા સારો હતો કે કોઈને ઢેખાળો તો ના મારે. આ

Loading...

Page Navigation
1 ... 241 242 243 244 245 246 247 248 249