________________
જ૮
આપ્તવાણી-૨
નિષ્પક્ષપાતી મોક્ષમાર્ગ
૪૪૭ ગુરુકિલ્લી વીણ ગુરુ કેવા ? આ જગતમાં સાચો ગુરુ મળવો મુશ્કેલ છે. ગુરુ શિષ્યના ઘાટમાં ને શિષ્ય ગુરુના ઘાટમાં નિરંતર રહે, તે બેઉ ડૂબવાના. ગુરુનો અર્થ શો? ગુરુ એટલે ભારે, તે પોતે ડૂબે ને બીજાને પણ ડૂબાડે ! માટે એમ ને એમ જે ગુરુ થઇ બેઠા છે તે પોતે તો ડૂબે ને બીજાને પણ ડૂબાડશે. ગુરુકિલ્લી વગર ગુરુ થવાય તેમ નથી.
પ્રશ્નકર્તા : ગુરુકિલ્લી એટલે શું ? શુદ્ધાત્માનું લક્ષ ?
દાદાશ્રી : ના, તો તો મોક્ષ થઇ જાય. ભગવાનના વખતમાં ગુકિલ્લી અપાતી હતી. આ ગુરુ તો કોઇ પણ થાય, પણ તે વિષયોમાં નિસ્પૃહ હોવો જોઇએ. આ જગત તો રોગિષ્ટ ને રોગીઓનું છે, ત્યાં તો ગુરુ થતાં પહેલાં ગુરુકિલ્લી હાથમાં હોવી જોઇએ. આ તો ગુરુ થાય તેને બે-પાંચ શિષ્યો હોય, ને એ એને બાપજી, બાપજી કરે એટલે કેફ વધી જાય, પણ ગુરુકિલ્લીથી નોર્મલમાં રહે.
ગુરુકિલ્લી વગર શું જોઇને ગુરુ થઇ બેઠા છે ? જ્યાં સુધી ‘જ્ઞાની પુરુષ’ ગુરુલ્લિી ના આપે ત્યાં સુધી ગુરુ કેમ થવાય ? ‘જ્ઞાની પુરુષ’ ‘ગુરુતમ’ હોય, એનાથી કોઇ મોટો ના હોય અને પોતે ‘લઘુતમ’ પુરુષ પણ છે, એમનાથી નાનું કોઇ ના હોય ! તમે કહો કે, ‘તમે આચાર્ય છો.’ તો અમે કહીએ કે, ‘એથી પણ ગુરૂતમ છીએ.” ભગવાન કહો તો અમે કહીએ, “એથી અમે પણ ગુરુતમ છીએ.” અને તમે અમને કહો કે, ‘તમે ગધેડા છો.’ તો અમે કહીએ કે, “અમે એથી પણ લઘુતમ છીએ.’ આવા ‘લઘુતમ’ ‘ગુરુતમ’ પુરુષની શી રીતે ઓળખાણ પડે ? ને ઓળખાણ પડે તો કામ નીકળી જાય તેમ છે !
સ્વચ્છેદે રોકાયો મોક્ષ મોક્ષે જવું હોય તો સ્વછંદ નામનો અનંતકાળનો રોગ કાઢવો જ પડશે. ‘જ્ઞાની પુરુષ' વીતરાગી શબ્દો બોલે તેનાથી સામાનો રોગ જાય. માટે અમારે કહેવું પડે છે કે કઇ જાતના છો ? એક વખત તો પાંસરા
થાવ. ‘હું છું. હું છું,' તે શેમાં છે તું ? કો'કના આધીન રહોને ! ગમે તેના આધીન રહે તો પોતાને સ્વછંદ તો ના રહેને ! તેથી જ તો કૃપાળુદેવે કાં કે :
‘રોકે જીવ સ્વછંદ તો પામે અવશ્ય મોક્ષ.” અને આગળ પાછો સ્વચ્છેદ કાઢવાનો ઉપાય બતાવ્યો કે, ‘પ્રત્યક્ષ સદ્ગુરુ યોગથી સ્વછંદ તે રોકાય, અન્ય ઉપાય કર્યા થકી પ્રાયે બમણો થાય.'
સાચો ગુરુ - સાચો શિષ્ય આ સાધુ-સંન્યાસીઓને શું છે કે કોઇને આધીન જ નથી. જો કોઇને આધીન હોય તો બન્ને વચ્ચે ક્લેશ ના થાય. ગુરુ શિષ્યને આધીન રહે કાં તો શિષ્ય ગુરુને આધીન રહે તો ઉકેલ આવે. ગુરુ શિષ્યને આધીન રહે તો શો વાંધો છે ? આંખો ના હોય ત્યારે ગુરુ શિષ્યને આધીન રહે છે જ ને ? તે એક અવતાર છતી આંખે શિષ્યને આધીન રહો ને, તો ઉકેલ આવે ! મનમાં ગુરુને થાય કે શિષ્ય દુરુપયોગ કરશે. એ શો દુરુપયોગ તારો કરવાનો છે ? એના હાથમાં શી સત્તા છે ? એ જ પ્રકૃતિનો નચાવ્યો નાચે છે ને ! એ જ ભમરડો છે ને ! પણ આજે તો સાચા નિસ્પૃહી ગુરુ જ મળવા મુશ્કેલ છે. ગુરુ શિષ્યના ઘાટમાં ને શિષ્ય ગુરુના ઘાટમાં, તે ઘાટમાં ને ઘાટમાં જ રહે. કોઇને મોક્ષની પડી જ નથી. મોક્ષની પડી હોય તો તેના બાપના સમ ! શિષ્યો વધારવાના ને પૂજાવાના જ કામી થઈ ગયા છે ! એમાં સેંકડે બે-પાંચ એકસેશન કેસ હોય પણ ખરા. ભગવાને શું કહ્યો કે, “સંસારમાં બધું કરજે, જૂઠું બોલજે, પણ ધર્મમાં અવળી ‘પ્રરૂપણા’ ના કરીશ.” એની બહુ મોટી જવાબદારી છે. ભગવાને કહેલાં આવાં વાક્યોને દાબી દીધાં છે, કારણ કે જાણે કે લોકો જાણી જશે તો શું થશે ? ભગવાને તો ઘણું કહ્યું છે!
વીતરાગોના વખતના આચાર્યો, મહારાજો કેવા ડાકા હોય ? ૮૦ વરસના આચાર્ય મહારાજ હોય અને ૧૮ વરસનો નવો દીક્ષિત સાધુ હોય તે મોટા આચાર્યને કહે કે, “મહારાજ, મારું જરા સાંભળશો ?” ત્યારે