Book Title: Aptavani 02
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 247
________________ સ્વરમણતા : પરરમણતા ૪૫૯ ૪૬૦ આપ્તવાણી-૨ રમકડું ખૂટે છે, એટલે પાછો એ રમકડાંમાં પડ્યો. ત્યારે બીજો એક છોકરો બાવીસ વર્ષનો થાય, ત્યારે કહેશે, “ના, મારે તો દીક્ષા લેવી છે !” ‘તને આ જીવતી ઢીંગલી નહી ફાવે ?” તો તે કહેશે, “ના, મને એ રમકડું નહીં ફાવે, હું તો ત્યાગી રમકડાં ખોળીશ. જે આવી જીવતી ઢીંગલી ના વાપરતા હોય તે રમકડાં અમારાં !' કેટલાક લગ્ન થાય, છોકરાં થાય, પછી એમને ઉદય એવા આવ્યા, કે બૈરી જોડે ઝઘડા થવા લાગ્યા. એટલે એને ઉદય ત્યાગનો આવ્યો, એટલે પાછો એ શું કરે કે બૈરી પાસે મારી-ઠોકીને લખાવી લે કે “હું રાજીખુશીથી મારા ધણીને મોક્ષનું કામ કાઢી લેવા જવા દઉં છું,’ આમ બૈરી-છોકરાંને રડાવીને લખાવી લે ! આ બધા બૈરી-છોકરાંને રડાવી રડાવીને આવ્યા છે. થોડા ઘણા હશે કે જે પૈણ્યા જ ના હોય અને બીજા કેટલાક હશે કે જેમને પૈણવાનું મળતું જ ના હોય ! બીજા થોડા ઘણા છે કે જેને ઘેર ખાવાનું જ હતું નહીં. બીજા થોડા ઘણા છે તે ડફોળ, ભણવામાં ડફોળ, બીજા બધામાં ડફોળ, પણ આટલી આ અક્કલમાં પહોંચેલા કે અહીં આ સંસારમાં રોજ રેશન લેવા જવું પડે, નોકરી કરવા જવી પડે, તે આ ઉપાધિ તેમને ગમે નહીં, એટલે કહેશે કે, ‘આ ત્યાં સાધુપણામાં તો ખાલી ઉઘાડે પગે ફરવાનું એટલું જ દુ:ખને ! ને લોક બાપજી બાપજી તો કરશે ! આવડ્યું, ના આવડ્યું કોણ પૂછે છે ? એટલે આ કેટલાક તો એવી રીતે પસી ગયા છે ! અને એમાં સાચા સાધુઓ ખરાં, પાંચ-દશ ટકા ! કેટલાક કરોડો રૂપિયા મૂકીને પણ આવે છે. તેમને પૂછીએ કે, ‘તમને રૂપિયા રમાડવાના ના ગમ્યા, સાકાબી રમાડવાની ના ગમી, બાઇ રમાડવાની ના ગમી ? અહીં શું કરવા, શાં રમકડાં રમાડવા આવ્યા છો ?” ત્યારે એ કહેશે કે, ‘સમાજકલ્યાણ કરવું છે.’ ‘અલ્યા, કયા અવતારમાં સમાજનું કલ્યાણ કર્યા વગર તું રટ્ટો છે ? તું તારું જ કલ્યાણ કરને ! તારા પોતાનું કલ્યાણ કર્યા વગર સમાજનું શી રીતે કલ્યાણ થશે, અલ્યા ?” હવે આવી બધી અવળી સમજ ક્યાં સુધી ચાલશે ? વીતરાગોની સાચી સમજથી તો ચાલવું પડશે ને ? અને પાછા ગાય પણ ખરા, ‘પરમણતા દૂર કરે, પરરમણતા દૂર કરે.” અલ્યા, પરરમણતા એટલે તું શું સમજ્યો ? તું આ રમાડે છે તે જ પરરમણતા છે ! તે તો શી રીતે તું દૂર કરે કેટલાક કહે કે, ‘સમાજકલ્યાણ કરીએ છીએ, જૈનોને વધારીએ છીએ.” અલ્યા, જૈન વધે કે ઘટે એમાં તારે શી પીડા ? મહાવીર ભગવાનને આવી ચિંતા નહોતી તો તને તો ક્યાંથી પેઠી ? તારા ગુરુના ગુરુ, એના ગુરુ અને આખી દુનિયાના ગુરુ એવા મહાવીર, તેમણે ચિંતા નથી કરી કે જૈનો વધે, તો તું આવો ક્યાંથી પાક્યો છે કે જૈનો વધારવા પડ્યો છે તે ? તારું ચિત્ત ચગડોળે ચડ્યું છે કે શું ? એના કરતાં ઘેર છોકરા વધાય હોય તો ડઝન કે પાંચ, વધત ને ? પણ આ તો છોકરાંને નિર્વશ કર્યો ! આને જૈન કેમ કહેવાય ? સમજવું તો પડશે જ ને સાચું? ક્યાં સુધી આવું ઠોકાઠોક ચાલશે ? સાચું સમજવું પડશે. સાચું જાણવું પડશે તો આત્મા જાણવાને મળે. પરરમણતા જાય તો સ્વરમણતા ઉત્પન્ન થાય. તમને રમણતા શાને કહેવાય એ સમજ પડી ને ? ઠેઠ સુધી શાસ્ત્રો રમાડે. ગુરુઓ શિષ્યોને રમાડે ને શિષ્યો ગુરુઓને રમાડે ને કહે શું કે, ‘આ મોક્ષનો રસ્તો છે.” અલ્યા, ના હોય એ મોક્ષનો રસ્તો ! ગુરુઓને રમાડે અને શાસ્ત્રોને રમાડ રમાડ કરે રોજ ! સાધુ. મહારાજો, આચાર્યો બધા શાસ્ત્રોને રમાડ માડ કરે. ભગવાને કહ્યું કે, તું ઠેઠ સુધી રમકડાં જ રમાડે છે, તેમાં તારો શો શુક્કરવાર વળ્યો ? તે રમકડાં રમાડ્યાં છે, માટે મોક્ષ માટે ગેટ આઉટ, ત્યારે પેલો કહેશે, ‘ભગવાન આ તમારાં શાસ્ત્રો, આગમો બધું હું રમાડું છું ને !' ત્યારે ભગવાન કહે, પણ તું ગેટ આઉટ, તેં રમકડાં રમાડ્યાં છે, એક ક્ષણ પણ આત્માને રમાડ્યો નથી.” અમે સ્વરમણતાથી મોક્ષ આપીએ છીએ ! તેથી તો અમે તમને બધાને પુસ્તક ઝાલવાની ના કહી છે ને ! સ્વમાં રમણતા કર્યા કરે. જેને સ્વ પ્રાપ્ત નથી થયું તે બધાં રમકડાં રમાડ રમાડ કરે છે. આ બધા આચાર્યો-આચાર્યો જે આખા વર્લ્ડમાં છે, તે બધાં જ રમકડાં રમાડે રમાડ કરે છે. આપણા અહીંના મહાત્માઓ જ એક આત્માને, સ્વને રમાડે છે, સ્વરમણતા કરે છે. હવે આ આટલી ઝીણી વાત સમજે નહીં તે આખો દહાડો પુસ્તક ને પુસ્તક રમાડ્યા કરે ! પુસ્તક ના જડે તો ચિઢાયા કરે. આખો દહાડો બધા ઉપર ચિઢાયા કરે, ‘તમારામાં

Loading...

Page Navigation
1 ... 245 246 247 248 249