Book Title: Aptavani 02
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 242
________________ નિષ્પક્ષપાતી મોક્ષમાર્ગ ૪૯ ૫૦ આપ્તવાણી-૨ મહારાજને મહીં એટલું બધું લાગી આવે કે મારી આટલી બધી અજાગૃતિ કે સામાને, નાનાને, આવું કહેવાનો વારો આવ્યો ! જૈનના આચાર્ય તો સામાનું સાંભળે. અરે, વિધર્મીનુંય ઠંડે કલેજે, જરાય કષાય કર્યા વગર સાંભળે. આજે તો કોઇ કોઇનું સાંભળવા જ તૈયાર નથી ! આચાર્યો તો કેવા હોય ? એક આંખ કાઢે તો સો શિષ્યોને પરસેવો છૂટી જાય. તેમને વઢવું ના પડે, ખાલી આંખથી જ કામ થાય. શીલ જ કામ કરે, આચાર્ય તો શીલવાન હોય. આ શિષ્યોને માથે તો ભય જોઇએ. પોલીસવાળાનો ભય ના જોઇએ, પણ શીલનો ભય જોઇએ. ખાલી હવાથી જ ભય રહે, આ અમારી પાસે કોઇ કાયદો નથી. છતાં, બધાં શેનાથી કાયદામાં રહે છે ? અમારા શીલથી. વીતરાગને ત્યાં કાયદો ના હોય, એ તો પક્ષાપક્ષીથી દૂર હોય. તમને બે ઉપવાસ કરવાની ઇચ્છા હોય તો મહારાજ આશીર્વાદ આપે કે ‘બે ઉપવાસ કર.' તો પેલાને મહીં રકા જ કરે અને ગપોલિયું ના મારે, તેને વચનબળ કહેવાય. આ તો શિષ્ય મહીં બબડતા મહારાજની આજ્ઞા પાળે. સાચા ગુરુ અને સાચા શિષ્ય વચ્ચે પ્રેમનો એવો આંકડો હોય કે ગુરુ ગમે તે બોલે પરંતુ શિષ્યને બહુ ગમે. જ્યાં જૈન ત્યાં કષાય નહીં ને જ્યાં કષાય ત્યાં જૈન નહીં. વીતરાગોનો માર્ગ તો કષાય રહિત થવું તે. છેલ્લા પંદર અવતાર રક્ષા ત્યારથી જ વીતરાગ ધર્મ પામ્યા કહેવાય. જિનનું સાંભળે તે જૈન. જૈનને તો કરારપત્ર ના હોય, એને તો વચનથી જ કામ થાય. આ લશ્કર, પોલીસ એ બધું જૈનો માટે ના હોવું જોઇએ, વેરો જ એકલો જૈનો માટે હોવો જોઇએ. હવે આ બધાંનો અંત આવી જશે. આ દુષમકાળનો અંત આવી રકો છે. સત્તા દુષમકાળની રહેશે, પણ એનો અંત આવી રજા છે! હજી આ બફારો સાત વરસ સુધી થશે. બફારા પછી ધર્મોન્નતિ કેટલાક મને પૂછે છે કે, ‘દાદા, આ હિન્દુસ્તાનનું શું થઇ રહ્યું છે? આ ભ્રષ્ટાચાર વિરોધની ક્રાંતિ, આ રેલવે હડતાળ, આ બધું શું થઇ રહ્નાં છે? આ ક્યારે પૂરું થશે ?” ત્યારે એમને હું સમજ પાડું છું કે, “આ તો બટાકા બફાવા મૂક્યા છે તે પાંચ જ મિનિટ થઇ છે. હજી તો માંડ છોતરું જ બફાયું છે. હવે એવા બટાકાને કાઢી લો તો શું થાય ? એ કશાય કામમાં ના આવે. એના કરતાં નિરાંતે બટાકા બફાવા દો, પછી મજાનાં બટાકાવડાં થશે, તે ખાજો. હજી તો આ હિન્દુસ્તાન કંઇક બફાવાનું છે, પણ પરિણામ સુંદર આવવાનું છે, જ્યાં ‘જ્ઞાની પુરુષ' અને તેમના હાથે ૨૧૦૩ જ્ઞાનીઓ થયા, ને બીજી પણ કેટલીક ‘ટિકિટો’ આવેલ છે, જે કોઇ કાળે ઉત્પન્ન ન હોતા થયા તે આજે થયા છે ! આ બધા ધર્મોને ઉપર લાવશે. આ બધા ધર્મો અપસેટ થઇ ગયા છે તેને અમે ફરીથી અપસેટ કરી નાખીશું ! એટલે શું થઇ જશે ? સેટ અપ થઇ જશે ! અસંસારી કોણ ? કેટલાક સાધુઓ ગૃહસ્થીઓને, “સંસારી છો, સંસારી છો' – એમ કહીને તિરસ્કાર કરે. પણ તે સાધુઓ, તમે પણ સંસારી જ છો. તમને અસંસારી કોણે કદી ? તમે ત્યાગી ખરા, એને માટે આપણે કંઇ ના કહીએ છીએ ? એમણે સ્ત્રી ત્યાગી છે, કપડાં-બપડાં, વેશ ત્યાગ્યો છે. એ બધું જાણીએ ખરા, પણ મહારાજ સંસારી તો ખરા જ ને ! ભગવાને જીવ રાશીના બે ભાગ પાડ્યા; એક સંસારી અને બીજા સિદ્ધ. સિદ્ધ સિવાય બીજા બધા સંસારી. એમાંથી ભગવાને કહ્નાં કે, ‘કારણ-સિદ્ધ થયેલા હોય એટલાને અમે એકસેટ કરીએ છીએ, ને એમને અસંસારી કહીએ છીએ.’ હે ભગવાન ! પેલા ઉપર ગયા તે અસંસારી અને અહીં આગળ મનુષ્યોમાં પણ હોય છે તેય અસંસારી ?” તો એ કહે, ‘હા, જે કારણ-સિદ્ધ છે તેમને અમે આ પદ આપીએ છીએ,’ ત્યારે તમે કહો કે, ‘હે, ભગવાન, કારણ સિદ્ધવાળાને આ પદ આપો છો, તો બીજાઓએ શો ગુનો કર્યો ?” ત્યારે એ સમજ પાડે છે કે, ‘કારણ-સિદ્ધ’ એટલે તો એ સિદ્ધ થવાના છે, થોડાક જ વખતમાં, માટે એમને અત્યારથી જ આ ‘સીટનું રીઝર્વેશન’ આપી દઇએ છીએ !” “ભગવાન, આ બધામાં ભેદ કેમ પાડ્યો ?” ત્યારે ભગવાન કહે, ‘ભેદમાં તો એને અંદર ભેદ વર્તે છે માટે. કારણ-સિદ્ધને ભેદ ના વર્તે, કારણ-સિદ્ધને તો અંદર મોક્ષ જ વર્તે છે. માટે જેને મોક્ષ વર્તે તેને સંસારી કેમ કહેવાય ?

Loading...

Page Navigation
1 ... 240 241 242 243 244 245 246 247 248 249