Book Title: Aptavani 02
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 238
________________ નિષ્પક્ષપાતી મોક્ષમાર્ગ જર આપ્તવાણી-૨ તિર્મમત ત્યાં મોક્ષ કવિરાજ શું ગાય છે : ‘ક્યાંય ન હોજો મમત લગાર.” મમત કેટલી જગ્યાએ હોય ? આ પ્યાલો કોઇ લઇ જતો હોય તો શું મમત નહીં રાખવાની ? એવું છે, કે એ લઇ જનારને કહીએ કે, “જો ભાઇ, તું લઇ જાય છે, પણ આ ના મળે, આમાં તો મારું નામ છે.” અને પછી એ વાંચે અને કહે કે, ‘હા આપનું જ નામ છે ને લઇ લો.’ તો જો તે આમ આપે તો ઠીક, અને એ નામ વાંચીને પણ કહે કે, “ના, હું નહીં આપું તો ત્યાં મમત નહીં કરવાની. મમત એટલે શું ? આગ્રહ કરે તે. નાટકી ભાષામાં કહેવાનું હોય કે, ‘ભાઇ, મારું નામ પ્યાલા ઉપર છે” ને નામ વાંચીને તે આપે તો ઠીક, પણ જો સામો ખેંચ રાખે તો આપણે તે આપી દેવું. ત્યાં મમત નહીં રાખવાની. પણ આ લઇ જતો હોય તો ચુપચાપ તેને લઇ જવા દે એવા વીતરાગ ન હોય. ચૂપચાપ ના લઈ જવા દે, એને ‘વીતરાગ નથી’ એમ નથી કવાં. નહીં તો આ તો પોતાની છોડીને ઉઠાવી જાય, પણ ત્યાં કહે, ‘મારી છોડી છે, મારે એને સારે ઠેકાણે પૈણાવાની છે.” બધું કહે; પણ તે કમ્પલીટ ડ્રામેટિક હોય તે વીતરાગ છે. પણ આ નથી કહેતા કે મમતે ચઢ્યા છે ? ! મમત એટલે આગ્રહે ચઢે તે. વીતરાગ માર્ગમાં મમત ના હોય, બીજા માર્ગમાં મમત હોય. એક જ ફેર ડ્રામેટિક રીતે કહે કે, “બહાર અંધારું છે' ને તમે કહો કે, ‘ના અજવાળું છે ? હું ફરી કહ્યું કે, “જુઓને ભાઇ, હજી અંધારું છે.” એમ વિનંતી કરી જોઉં; છતાં પણ તમે ના માનો તો હું પછી મમત ના પકડું. જો કોઇ કોઇનો ઉપરી હોત તો હું મારી ઠોકીને મનાવું, પણ કોઇ કોઇનો ઉપરી નથી ! ભગવાને વ્યવહારધર્મને શું કક્કો છે ? બહાર તો બધે નિયધર્મ ચાલતો નથી. એ તો એકલો જ અહીં છે. વ્યવહારધર્મ એટલે શું ? કે, લોકમત. લોકમતના વિરૂદ્ધ જાય એ મમત કહેવાય. આ તો દરેક માણસ કહેશે કે, “આ તો સંકુચિત ધર્મ છે.” આ તો એક મહારાજ કહે કે, “આજે સાતમ છે” ને બીજા કહે કે, ‘આઠમ છે'; તો બેઉને કાઢી નાખવા જોઇએ. આ તો મમતે ચઢે ને તેની વઢવાડ ? આ સાતમ-આઠમનો પ્રકાશ કરે છે એવો ચન્દ્રમા, તે એને કોઇ વઢવાડ નથી અને આ લોકોને વઢવાડ છે ! - દરિવાદી, કદાગ્રહી, દુરાગ્રહી, અભિનિવેશી એ બધા શું આપણું ધોળવાના છે ? એમનું પોતાનું જ ધોળી રહ્ના નથી ને ! આ તો એમને સંજોગ બાઝયો નથી એટલે એમાં એમનો દોષ નથી. અહીં બધા ખુલાસા મેળવી લેવા તો ઉકેલ આવે એમ છે. આ તો બધા પઝલ છે! વીતરાગોએ શું કરવું કે બીજા ગમે તે કરતા હોય તે તું ના કરીશ, માત્ર તારાં હિતનું જ કરજે. આ બીજા લોકો ગુનો કરે, એ તો ના જાણતો હોય પણ તું તો જૈન છે. વકીલ થઇને ચારસોવીસીનો ગુનો કરે છે ? વકીલ ચારસોવીસી કરે તો શું થાય ? જો રોગ પેઠા છે ! જૈનમાં આવ્યા તે તો વકીલ કહેવાય, કાયદા જાણતો હોય તે જ કાપડ ખેંચે તો શું થાય?! આ અમારે ભાગે પૂંજો વાળવાનો છે ! અમને તે વળી ‘આવડી આવડી” આપવાની ગમતી હશે ? આવા શબ્દો અમને શોભે ? જેની વાણી ‘પ્રત્યક્ષ સરસ્વતી’ છે એવા “જ્ઞાની પુરુષ'ને ભાગે આ કાળમાં પંજો વાળવાનો આવ્યો છે અને તે નીકળશેય ખરો. આ કાળમાં બધો સડી ગયેલો માલ ! આ અમારી વીતરાગ વાણી જ બધો કચરો સાફ કરી આપશે ! અમારે જાતે જવું ના પડે. અમે કહીએ છીએ કે ૨0૫ની સાલમાં તો બહારના બધા દેશો હિન્દુસ્તાનને વર્લ્ડનું કેન્દ્ર ગણી અહીં ધર્મ શીખવા આવશે ! અને ત્યારે ભ્રષ્ટાચારનો એક વાળેય નહીં હોય અને કોઇ કાળે જે સુખ નહોતું એવું સત્યુગનું સુખ લોકો ભોગવશે ! ભગવાન મહાવીરનું શાસન બીજા તીર્થંકરો કરતાં અજોડ એવું ઊભું થશે ! બીજા કોઇ પણ તીર્થંકરોનું શાસન આવું અજોડ નહીં હોય ! સાચી દીક્ષા પ્રશ્નકર્તા : મહારાજ કહે છે કે દીક્ષા વગર મોક્ષ નથી એ વાત ખરી? દાદાશ્રી : વાત સાચી છે, દીક્ષા વગર મોક્ષ નથી; પણ દીક્ષા કોને

Loading...

Page Navigation
1 ... 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249