Book Title: Aptavani 02
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 237
________________ નિષ્પક્ષપાતી મોક્ષમાર્ગ ન જવાબ ના આપે તો એ મુનિ ન હોય, મહામુનિ ન હોય ને કશામાંય ન હોય ! ભલે સામો ગમે તેટલું ખોટું બોલતો હોય, પણ તેનું એક વખત તો સાંભળે અને પછી ચર્ચાવિચારણા કરે, ચર્ચાવિચારણાથી એ કંઇક પામશે. એટલે ભગવાને કહ્યું કે, આગ્રહ કદાગ્રહ ના કરશો, ચર્ચાવિચારણા કરજો કે આપણી ભૂલ શી થાય છે ? આ દુષમ કાળના તમે સાધુઓ છો માટે તમે એકલા બેસશો નહીં, જોડે સંઘપતિ ને સંઘને રાખજો, કારણ કે ભગવાને સંઘ એ પચ્ચીસમો તીર્થંકર છે એમ કહ્યું છે. ખરા-ખોટાનો ન્યાય એ કમિટિ કરી આપે. જ્યાં ભૂલ વગરનું હોય ત્યાં સંઘપતિ કહી આપે કે આ સત્ય છે, કારણ કે મહીં આત્મા છે ને એટલે આ સાચું છે એની એને તરત ખબર પડી જાય, પણ સત્ય નીકળવું જોઇએ અને અસત્ય નીકળે તોય સમજાઇ જાય કે આ અસત્ય છે. બધા ભેગા બેસવામાં વાંધો શો છે ? બધા સંપ્રદાયોવાળા ક્યારેય પણ ચર્ચાવિચારણા માટે, સત્ય જાણવા માટે ભેગા થયા ? બધા ભેગા થાય, નહીં તો એ મહાવીરના વિરોધી છે, એવું જ ડીસિઝન આવી ગયું ! ૪૩૯ વીતરાગ માર્ગમાં સહેજે પણ આગ્રહ ના હોય. આ તો દુરાગ્રહે ને હઠાગ્રહે ચઢ્યા છે ! જે સાધુઓ સત્ય, અસત્યની ચર્ચાવિચારણા સાથે બેસીને ના કરી શકે એ મહાવીરના સાધુ ન હોય. મહાવીરનો શિષ્ય તો એક ગમે તેવો હોય, ૪૫ આગમ ભણીને બેઠો હોય અને બીજો બે જ આગમ વાંચીને બેઠો હોય તોય બન્નેય જોડે બેસીને ચર્ચાવિચારણા કરે અને કોઇ ગમે તેટલી ભૂલ કરે, પણ તે કષાય ના કરે. ઝઘડા ના કરે અને જોડે બેસીને ચર્ચાવિચારણા કરીને સત્યનું દોહન કરે તે કામનું! અમને કહે કે, ‘પટેલ, તમે અહીં અમને સાચી વાત સમજાવવા માટે પધારશો ?” તો અમે જઇએ અને કહીએ કે, ‘મહાવીર શું કહેવા માગતા હતા !’ ‘અમે’ તેના તે જ મહાવીરના શબ્દો તમને કહીશું, પણ જો પાંસરા બેસો તો ! ‘હું આચાર્ય’, ‘હું સુરિ’ એમ રાખીને ના બેસે તો! જુદાઇ ના લાગે એ મહાવીરનો માર્ગ. આ તો પાંચ જણા ભેગા ના રહે, મહીં ને મહીં વહ્યા કરે. બહાર લઢો છો તે તો અમે જાણતા હતા, પણ આ તો મહીંના મહીં પણ લઢે છે ! ૪૪૦ આપ્તવાણી-૨ નિષ્ફ ત્યાં મોક્ષ અમે અમદાવાદ ગયેલા, ત્યારે એક આચાર્ય મહારાજ ભેગા થયેલા. પર્યુષણના દિવસો હતા. હજારો લોકો આચાર્ય મહારાજને વંદવા આવતા હતા એમને અમારું ઓળખાણ કરાવ્યું કે, આ ‘જ્ઞાની પુરુષ’ છે. તો તરત જ એમણે અમારાં દર્શન કર્યાં અને પાટ ઉપરથી નીચે ઊતરીને બેસી ગયા ! અમે કહ્યું, ‘આ તો તમારું કામ કાઢી નાખશે,’ આવો સુંદર વિનય તો કામ કાઢી નાખે, ત્યારે તેમણે કહ્યું, ‘મને અંદરથી થયું તેથી નીચે બેસી ગયો.' પછી તેમને અમે પૂછ્યું કે, ‘શાસ્ત્રો વાંચો છો ?’ તેમણે, ‘શાસ્ત્રો તો બહુ વાંચ્યાં.’ અમે કહ્યું, ‘શાસ્ત્રો તો આપે બહુ વાંચ્યાં, પણ એ શાસ્ત્રો ભગવાનની આજ્ઞાપૂર્વક વાંચ્યા કે પછી એમને એમ વાંચ્યાં ?!’ ભગવાન શું કહે છે કે, ‘જે શાસ્ત્ર વાંચે છે એનાથી કેફ વધે તો ના વાંચીશ ને કેફ છૂટતો હોય તો વાંચજે.' જો કેફ વધતો હોય તો નાખી દેજે એ પુસ્તક. શું પુસ્તકનો ગુણ કેફ વધારવાનો છે ? ના. એ તો પોતાની મહીંના બીજનો ગુણ છે ! આ બાવળિયાને શૂળો ચીતરવી પડે ? ના, એ તો બીજગુણથી ડાળે ડાળે શૂળો આવે. પછી આચાર્ય મહારાજને કહ્યું કે, ‘એ કેફ ઉતારશો કેવી રીતે ?’ ત્યારે તેમણે પૂછ્યું, ‘આ ક્રિયાઓ તો કરીએ છીએ ને !' ત્યારે મેં કહ્યું, ‘જે ક્રિયાથી કેફ ચઢે એ બધી અજ્ઞાન ક્રિયા છે, ભગવાનની કહેલી ક્રિયા નથી. ભગવાનની કહેલી ક્રિયા તો કેફ ઉતારનાર છે, એનાથી કેફ ચડે નહીં !” આ બધું કરવાથી કોઇ દી’ શુક્કરવાર વળે નહીં ને શનિવાર થાય નહીં! લીંબોળી વાવી છે તે ફળ આપશે. વીતરાગનો માર્ગ સહેલો છે, સરળ છે ને સહજ છે, પણ લોકોએ કષ્ટસાધ્ય કરી નાખ્યો છે. આ ચાલુ માર્ગમાં જે વીતરાગ ધર્મ છે ત્યાં કાંઇ તથ્ય હોત તો જગત આફ્રિન થઇ જાત; પણ લોકો જુએ છે કે, ત્યાગના ખૂણાવાળો એકલો ત્યાગના ખૂણામાં પડ્યો છે અને એ જ વાળ વાળ કરે છે ને તપવાળો એકલો તપનો ખૂણો વાળ વાળ કરે છે ! બધાય ખૂણા વાળે તો જ ઉકેલ આવે તેમ છે !

Loading...

Page Navigation
1 ... 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249