Book Title: Aptavani 02
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 225
________________ ભક્ત-ભક્તિ-ભગવાન ૪૧૫ ૪૧૬ આપ્તવાણી-૨ દાદાશ્રી : વિરાધના ક્યાં સુધી કહેવાય છે કે, કોઇનું મન દુભવવું એ, તેનાથી અવળું કરે એ આરાધના કહેવાય. જગતમાં થાય છે, એ તો અપરાધ થાય છે. આરાધના એ ઉત્તર હોય તો વિરાધના એ દક્ષિણ છે. આરાધના થઇ એટલે ત્યાં રાધા આવી અને એટલે ત્યાં કૃષ્ણ હોય જ ! ભક્તિ એ તો ભગવાન અને ભક્તનો સંબંધ બતાવે છે. જયાં સુધી ભગવાન હોય ત્યાં સુધી ચેલા હોય, ભગવાન અને ભક્ત જુદા હોય. આપણે અહીં કરીએ તે ભક્તિ ના કહેવાય, તે નિદિધ્યાસન કહેવાય. નિદિધ્યાસન ભક્તિ કરતાં ઊંચું ગણાય. નિદિધ્યાસનમાં એક રૂપ જ રહે, એકરૂપ જ થઇ જાય તે વખતે; જયારે ભક્તિમાં તો કંઇ કેટલાય અવતારો ભક્તિ કર કર કરે તોય ઠેકાણું ના પડે ! આ કોમ્યુટરને ભગવાન માની તેને ખોળવા જશો તો સાચા ભગવાન રહી જશે. ભક્તિ તો પોતાનાથી ઊંચાની જ કરને ! તેના ગુણ સાંભળ્યા વિના ભક્તિ થાય જ નહીં. પણ આ કરે છે તે પ્રાકતે ગુણોની જ ભક્તિ છે, તે ત્યાં તો ચડસ ના હોય તો ભક્તિ કરી જ ના શકે, ચડસ સિવાય ભક્તિ જ ના હોય. નામ, સ્થાપના અને દ્રવ્ય એ ત્રણ ગુણાકારની ભક્તિ હોય. કેટલાક સ્થાપના ભક્તિ કરે, ભગવાનનો ફોટો મૂકે ને ભક્તિ કરે તે; અને ‘જ્ઞાની પુરુષ'ની ભક્તિ એટલે નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચારેયના ગુણાકાર હોય ત્યારે થાય. પ્રશ્નકર્તા : ભક્તિ અને શ્રદ્ધામાં ફેર ખરો ? દાદાશ્રી : ભક્તિમાં તું શું સમજ્યો? હું ખાઉં છું એ ભક્તિ કહેવાય ? પ્રશ્નકર્તા : ના. આરાધના કરીએ એ ભક્તિ ને ? દાદાશ્રી : પુસ્તક વાંચતાં વાંચતાં જેના વાક્ય પર શ્રદ્ધા બેસે, કૃષ્ણના વાક્ય પર શ્રદ્ધા બેસે તો કૃષણની ભક્તિ થાય. જેના વાક્ય જોડે એડજસ્ટમેન્ટ થાય તેના પર શ્રદ્ધા બેસે, પછી તેની ભક્તિ થાય. બીજાનાં વાક્ય પર પણ શ્રદ્ધા બેસી જાય તો પહેલાનાં જોડે એડજસ્ટમેન્ટ ના થાય, તે શ્રદ્ધા ડગમગે ખરી. અહીં તો નિયપૂર્વક શ્રદ્ધા એ પ્રતીતિ કહેવાય. પ્રશ્નકર્તા : દાદા નિરંતર યાદ રહે છે એ શું ? દાદાશ્રી : એ નિદિધ્યાસન કહેવાય. નિદિધ્યાસનથી તે રૂપ થાય અને એની બધી શક્તિ પોતાને પ્રાપ્ત થાય. આ શ્રવણ અને મનનથી નિદિધ્યાસન વધતું જાય. પ્રશ્નકર્તા : અપરાધની ડેફિનેશન શી છે ? દાદાશ્રી : વિરાધના એ ઇચ્છા વગર થાય અને અપરાધ ઇચ્છાપૂર્વક થાય. પ્રશ્નકર્તા : એ કઈ રીતે થાય, દાદા ? દાદાશ્રી : તંતે ચઢ્યો હોય તો એ અપરાધ કરી બેસે, જાણે કે અહીં વિરાધના કરવા જેવું નથી છતાં વિરાધના કરે. જાણે છતાં વિરાધના કરે એ અપરાધમાં જાય. વિરાધનાવાળો છૂટે, પણ અપરાધવાળો ના છૂટે. બહુ તીવ્ર ભારે અહંકાર હોય તે અપરાધ કરી બેસે. એટલે આપણે પોતાને કહેવું પડે કે, ‘ભાઇ, તું તો ગાંડો છે, અમથો પાવર લઇને ચાલે છે. આ તો લોક નથી જાણતા પણ હું જાણું છું કે તું ક્યાં, કેવો છે ? તું તો ચક્કર છે.’ આ તો આપણે ઉપાય કરવો પડે, પ્લસ અને માઇનસ કરવું પડે. એકલા ગુણાકાર હોય તો ક્યાં પહોંચે ? એટલે આપણે ભાગાકાર કરવા. સરવાળા-બાદબાકી નેચરને આધીન છે, જ્યારે ગુણાકાર-ભાગાકાર મનુષ્યના હાથમાં છે. આ અહંકારથી સાતનો ગુણાકાર થતો હોય તો સાતથી ભાગી નાખવાનો એટલે નિઃશેષ. આરાધતા - વિરાધના પ્રશ્નકર્તા : આરાધના શું કહેવાય ? પ્રશ્નકર્તા : અપરાધ થઇ જાય એ શાનાથી ધોવાય ?

Loading...

Page Navigation
1 ... 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249