Book Title: Aptavani 02
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 231
________________ નિષ્પક્ષપાતી મોક્ષમાર્ગ એબોવ નોર્મલ ઇઝ ધી ફીવર, બીલો નોર્મલ ઇઝ ધી ફીવર. ૯૭ ઇઝ ધી બીલો નોર્મલ ફીવર એન્ડ ૯૯ ઇઝ ધી એબોવ નોર્મલ ફીવર. ૯૮ ઇઝ નોર્માલિટી ! એબોવ નોર્મલ અને બીલો નોર્મલ બન્નેય ફીવર છે. આ વાત તો ડૉક્ટરો એકલા લઇને બેઠા છે, પણ એ તો બધાંને માટે હોય! ઊંધવામાં, ખાવામાં, પીવામાં, બધામાં નોર્માલિટી જોઇશે, એ જ વીતરાગ માર્ગ છે. અત્યારે તો બધે એબોવ નોર્મલ હવા ઊભી થઇ ગઇ છે, તે બધે પોઇઝન ફરી વળ્યું છે. એમાં કોઇનો વાંક નથી, સૌ કાળચક્કરમાં ફસાઇ ગયા છે ! ૪૨૭ વીતરાગ માર્ગ એટલે બધામાં નોર્માલિટી ઉપર આવો. આ તો તપમાં પડે તો તપોગચ્છ થઇ જાય. અલ્યા, આ ગચ્છમાં ક્યાં પડ્યો ? આ તો બધા કૂવા છે, આમાંથી નીકળ્યો તો પેલા કૂવામાં પડ્યા અને આ તો એક જ ખૂણો વાળ વાળ કરે છે. તપનો ખૂણો વાળે તે તપનો જ વાળ વાળ કરે, કેટલાક ત્યાગનો ખૂણો વાળે તે ત્યાગનો જ વાળ વાળ કરે, શાસ્ત્રો પાછળ પડ્યા તે તેની જ પાછળ ! અલ્યા, એક ખૂણા પાછળ જ પડ્યા છો ? મોક્ષે જવું હશે તો બધા જ ખૂણા વાળવા પડશે ! છતાં, ખૂણા વાળ્યા એટલે એનાં ફળ તો મળશે જ, પણ મોક્ષ જો જોઇતો હોય તો એ કામનું નથી. તારે જો ચતુર્ગતિ જોઇતી હોય તો ભલે એકની પાછળ પડ. મનુષ્યમાં ફરી જન્મ મળે, બધે વાહવાહ મળે, એવું હું તને અહીંયાં આપી શકું તેમ છું. પણ આ તો ક્યાં સુધી ? પછી જ્યાં જાય ત્યાં કપાળ કૂટો ને ક્લેશ ઊભો થાય, એવું માગવા કરતાં ઠેઠનો તારો મોક્ષ લઇ જાને મારી પાસે ! કાયમનો ઉકેલ આવે એવું કંઇક લઇ જા અહીંથી ! એક એક ઇન્ડિયનમાં વર્લ્ડ ધ્રુજાવે એવી શક્તિ પડી છે. અમે આ ઇન્ડિયનને શાથી જુદા પાડીએ છીએ ? કારણ કે ઇન્ડિયન્સનું આત્મિક શક્તિનું પ્રમાણ છે માટે, પણ એ શક્તિ આજે આવરાઇ ગઇ છે, રૂંધાયેલી છે, એને ખુલ્લી કરવા નિમિત્ત જોઇએ, ‘મોક્ષદાતા પુરુષ'નું નિમિત્ત જોઇએ, તો શક્તિ ખુલ્લી થાય. જેને કોઇ પણ દુશ્મન નથી, દેવમાત્ર પણ દુશ્મન નથી એવા ‘મોક્ષદાતા પુરુષ'નું નિમિત્ત જોઇએ. આ તો અમે કહીએ છીએ કે, ‘મોક્ષમાર્ગ ખુલ્લો છે.’ તો એ બાજુ આપ્તવાણી-૨ હિલચાલ ચાલુ થઇ જાય અને એથી ઊંચે જવાય. મોક્ષે જવું એ આત્માનો સ્વભાવ છે, પુદ્ગલ એને નીચે ખેંચે છે; પણ આત્મા ચેતન છે તેથી છેવટે એ જ જીતશે. પુદ્ગલમાં ચેતન છે નહીં, તેથી તેનામાં કળા ના હોય અને ચેતન એટલે કળા કરીનેય છૂટી જાય. જેને છૂટવું જ છે એને કોઇ બાંધી નહીં શકે અને જેને બંધાવું જ છે એને કોઇ છોડી શકે નહીં! ૪૮ ‘મોક્ષ નથી.’ એવું કહ્યું એટલે છૂટે શી રીતે ? ! અલ્યા, મોક્ષ નથી, પણ મોક્ષના દરવાજાને હાથ અડાડી શકાય છે અને અંદરના બધા મહેલ દેખાય છે, દરવાજા ટ્રાન્સપેરેન્ટ છે; તેથી, અંદરનું બધું જ દેખાય એવું છે ! પણ આ તો શોરબકોર કરી મૂક્યો કે, ‘મોક્ષ નથી, મોક્ષ નથી.’ પણ આ તને કોણે કહ્યું ? તો કહે કે, ‘આ અમારા દાદાગુરુએ કહ્યું, પણ દાદાગુરુ જોવા જઇએ તો હોય જ નહીં ! આ તો ‘વા વાયાથી નિળયું ખસ્યું, તે દેખીને કૂતરૂં ભસ્યું.' એના જેવું છે. તે કો'ક બહાર નીકળ્યો હશે તે બૂમાબૂમ કરી મૂકે કે ‘શું છે ? શું છે ?” ત્યારે બીજો ઠોકાઠોક કરે કે ‘ચોર દીઠો’ ને તેથી શોરબકોર મચી ગયો ! આવું છે !! છે કશું જ નહીં ને ખોટો ભો અને ભડકાટ !! પણ શું થાય ? આ લોકોને ભસ્મકગ્રહનું ભોગવવાનું હશે, તેથી આવું થયું હશે ને ? પણ હવે તો એ બધું પૂરું થવાનું એ નક્કી જ છે ! મહેતત ત્યાં મોક્ષ હોય ? આ ચતુર્ગતિના માર્ગ બધા મહેનત માર્ગ છે. જેને અત્યંત મહેનત પડે છે એ નર્કગતિમાં જાય છે, એનાથી ઓછી મહેનત કરે છે એ દેવગતિમાં જાય છે, એનાથી ઓછી મહેનત કરે છે એ તિર્યંચમાં જાય અને બિલકુલ મહેનત વગરનો મોક્ષમાર્ગ ! ‘જ્ઞાની પુરુષ’ મળ્યા પછી તો મહેનત કરવાની હોતી હશે ? એ તો ‘જ્ઞાની પુરુષ' જાતે કરી આપે. આ દાળભાત, રોટલી મહેનત કરીને કરી શકે, પણ આત્મદર્શન એ જાતે ના કરી શકે; એ તો ‘જ્ઞાની પુરુષ’ કરાવે ને થઇ જાય. ‘જ્ઞાની પુરુષ’ મહેનત કરાવે તો તો આપણે કહીએ નહીં કે, ‘મારું જ ફ્રેકચર થયેલું છે તો હું મહેનત શી રીતે કરી શકીશ ?”

Loading...

Page Navigation
1 ... 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249