Book Title: Aptavani 02
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 232
________________ નિષ્પક્ષપાતી મોક્ષમાર્ગ આ ડૉક્ટર પાસે જઇએ ને એ ડૉક્ટર કહે કે, ‘દવા તારે લાવવાની, તારે જાતે વાટવાની, કરવાની.’ તો તો આપણે એ ડૉક્ટર પાસે આવત જ શું કામ ? આપણે જાતે જ ના કરી લેત ? તેમ ‘જ્ઞાની પુરુષ' પાસે આવીએ અને મહેનત કરવી પડે તો અહીં (સત્સંગમાં) આવીએ જ શું કામ ? પણ ‘જ્ઞાની પુરુષ’ પાસે તપ, ત્યાગ, મહેનત કશું જ ના હોય અને ‘જ્ઞાની પુરુષ’ને કશું જોઇતુંય ના હોય, એ પોતે જ આખા બ્રહ્માંડના સ્વામી હોય, તેમને શેની જરૂર હોય ! ‘જ્ઞાની પુરુષ' આ દેહના એક ક્ષણ પણ સ્વામીત્વ ભાવમાં ના હોય. જે દેહનો માલિક એક ક્ષણ પણ ના હોય તે આખા બ્રહ્માંડનો માલિક હોય. બહાર ગુરુઓ છે, તેમને તો છેવટે માનનીય સ્પૃહા હોય, કીર્તિની સ્પૃહા હોય. જ્ઞાનીને તો કોઇ પણ પ્રકારની સ્પૃહા નથી. એમને તો તમે આ હાર પહેરાવો છો એનીય જરૂર નથી, એમને ઊલટો એનો ભાર લાગે ને કેટલાંક ફૂલોનાં જીવડાં ઉપર ચઢી જાય, એમને આ બધું શા હારુ ? આ તો તમારા માટે છે, તમારે જરૂર હોય તો હાર પહેરાવો. આ સાંસારિક અડચણો હોય તો આ હાર પહેરાવવાથી ૪૨૯ દૂર થઇ જાય. ‘શૂળીનો ઘા સોયે સરે.’ અમે એના કર્તા નથી, નિમિત્ત છીએ. ‘જ્ઞાની પુરુષ’નાં નૈમિત્તિક પગલાં પડે ને તમારું બધું સુંદર જ થાય; બાકી, ‘જ્ઞાની પુરુષ’ એટલે જેમને કોઇ પણ જાતની ભીખ નથી; લક્ષ્મીની, વિષયોની, માનની, કીર્તિની, કોઇ પણ પ્રકારની ભીખ તેમને ના હોય ! મોક્ષ એટલે શું ? પ્રશ્નકર્તા : જન્મમરણનો ફેરો ટળે એનું જ નામ મોક્ષ ? દાદાશ્રી : ના. મોક્ષે જવું એટલે ફુલ સ્ટેજ. મોક્ષ એટલે પરમાનંદ. મોક્ષની ઉપર બીજું કંઇ છે જ નહીં, એ જ છેલ્લામાં છેલ્લું છે. જો એની ઉપર બીજું છે એવું માને તો તો એ મોક્ષ જ સમજતા નથી. ‘મોક્ષ એટલે મુક્ત ભાવ.’ સંસારના ભાવોથી મુક્તિ એ પરમાનંદ. આ સાંસારિક ભાવો એ પરમાનંદ રોકે છે. સિદ્ધ ભગવાનનો ક્ષણવારનો આનંદ એ આ બધા દેવલોકોના આનંદ કરતાં વધારે છે. આ પરમાનંદ શાથી અટકે છે? માત્ર પહેલાંની ગનેગારીથી. આ ગનેગારી એ જ પોતાનું સુખ, પરમાનંદ પણ આપ્તવાણી-૨ આવવા નથી દેતી; એ જ ગનેગારીથી પરમાનંદ અંતરાય છે ! મુક્તિ તો કોઇએ ચાખી જ નથી, એ તો ‘જ્ઞાની પુરુષ’ પાસે છે; એમની વીતરાગતા એ જ મુક્તિ છે ! આ તમારા બધામાં મને તો મહીં ‘હું જ છું’ એવું લાગે છે ! ‘જ્ઞાની પુરુષ’નાં દર્શન કરતાં આવડે તોય મુક્તિસુખ વર્તે. પ્રશ્નકર્તા : દર્શન કરવાં એટલે ભાવથી કરવાં તે ? ૪૩૦ દાદાશ્રી : ના. ભાવ નહીં. ભાવ તો હોય જ તમને, પણ દર્શન કરતાં આવડવાં જોઇએ. ‘જ્ઞાની પુરુષ’નાં એક્ઝેક્ટ દર્શન કરતાં આવડવાં જોઇએ. અંતરાય ના હોય તો એવાં દર્શન થાય અને એ દર્શન કર્યાં ત્યારથી જ મુક્તિસુખ વર્ત્યા કરે ! પ્રશ્નકર્તા : મોક્ષે જવાનો સિક્કો કયો ? દાદાશ્રી : એ તો પક્ષમાં પડેલા છે કે નહીં એ જ એનો સિક્કો. આ બધી ડિગ્રીઓ છે અને તે ડિગ્રીઓનીં અંદ૨ ડિગ્રીઓ છે. આ બધા અન્ય માર્ગ પર છે ને મોક્ષમાર્ગની તો એક જ કેડી છે, ને એ એક કેડી જડવી મુશ્કેલ છે. બીજા બધા માર્ગ ઓર્નામેન્ટલ માર્ગ છે, ત્યાં પાછી મોટી મોટી કેન્ટિનો છે, એટલે જરા દેખે ને ત્યાં દોડે; ને આ મોક્ષની કેડીમાં તો ઓર્નામેન્ટલ નહીં, તેથી આ માર્ગની ખબર ના પડે ! ઉનાળામાં બેઠા હો તો પવન આવે ને એય ઠંડો લાગે તો સમજાય કે બરફ હોવો જોઇએ, તેમ અહીં આત્માનો અસ્પષ્ટ અનુભવ થઇ જાય છે; અને આ વેદન શરૂ થયું ત્યારથી સંસારનું વેદન બંધ થાય. એક જગ્યાએ વેદન હોય, બે જગ્યાએ વેદન ના હોય. આત્માનું જ્યારથી વેદન શરૂ થાય, તે આત્માનું ‘સ્વસંવેદન’ અને તે ધીમે ધીમે વધીને ‘સ્પષ્ટ’ વેદન સુધી પહોંચે ! જગતના બધા જ સબ્જેક્ટ જાણે, પણ એ અહંકારી જ્ઞાન છે અને તે બુદ્ધિમાં સમાય અને નિર્અહંકારી જ્ઞાન એ જ્ઞાન કહેવાય. નિર્અહંકારી જ્ઞાન એ સ્વ-પર પ્રકાશક છે અને એ આખું બ્રહ્માંડ પ્રકાશમાન કરે એવું છે ! બુદ્ધિનું, અહંકારી જ્ઞાન એ પરપ્રકાશક છે, એ લિમિટમાં છે ને

Loading...

Page Navigation
1 ... 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249