Book Title: Aptavani 02
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 226
________________ ભક્ત-ભક્તિ-ભગવાન ૪૧૭ ૪૧૮ આપ્તવાણી-૨ દાદાશ્રી : ‘જ્ઞાની પુરુષ' પાસે આંખમાં પાણી આવી જાય તો અપરાધ મટી જાય. પ્રશ્નકર્તા : એ શાને આધીન છે ? દાદાશ્રી : એ આધીન નહીં જોવાનું, એ બધું નિમિત્તાધીન છે. રડવાથી હલકાપણું આવી જાય. પ્રશ્નકર્તા : અપરાધ કરતી વખતે જરાય ખ્યાલ નથી આવતો તે શાથી ? દાદાશ્રી : એ બહુ ભારે ધોધ જેવું છે તેથી. નિયમમાં પોલ ન મરાય આ મહારાજો ત્રણ દાંડી મૂકીને માળા ફેરવ ફેરવ કરે છે. કેટલા અવતાર થયા તોય તમે આ લાકડાની માળા ફેરવો છો ? શું મહીં ચેતનમાળા નથી ? આ તો ‘નાસ મણકા, મણકો આવ્યો, નાસ મણકા, મણકો આવ્યો’ - એવું કર્યા કરે ! અલ્યા, આવું કેમ કરો છો ? ત્યારે તે કહેશે કે, “આવું તો અમારા ગુરુ પણ કરતા હતા, તેથી અમે પણ એવું જ કરીએ છીએ.” આ કોઇ એ નિયમ લીધો હોય કે રોજ ચાલીસ માળા ફેરવવી છે. અને ઉતાવળ હોય તો જેની પાસે નિયમ લીધો હોય તેની પાસે માફી માગીને કહેવું કે, “આજે તો પાંત્રીસ જ ફેરવાશે, તો પાંચ માળા માટે માફી આપજો.” તો એ ચાલે, પણ આ તો ઉતાવળે ઉતાવળે ચાળીસ ગણી નાખે. અલ્યા, માળા ગણવી હોય તો એકડા પછી તગડો ને તગડા પછી સાતડો એવું તે ચાલતું હશે ? ના ચાલે. ચિત્તને બાંધવા માટે માળા ફેરવવી એ બધા ધર્મોમાં છે, મુસ્લિમમાં પણ છે. આ તો માળા ક્યાં સુધી ફેરવવાની હોય ? કે જ્યાં સુધી ચિત્તની માળા ફરવા લાગી નથી ત્યાં સુધી અને ચિત્તની માળા ફરવા લાગી એટલે લાકડાની માળાને ફેરવવાની જરૂર નથી. આ તમને જ્ઞાન આપ્યા પછી ‘શુદ્ધાત્મા'ની માળા ફરે છે, માટે હવે બીજી કોઇ માળાની જરૂર નથી, આ તો અજપાજાપ ચાલુ થઇ ગયા. ‘શુદ્ધાત્મા'ના અજપાજાપ ચાલુ થઇ જાય એટલે કામ થઇ ગયું ! પછી પ્રકૃતિમાં જે માલ હોય તે ખાલી કરવાનો, નાટકમાં પાર્ટ પૂરો કરવાનો ! આ રૂપિયાની નોટો ઉતાવળે ગણવી હોય તો ના ગણે, ચોક્કસ ગણે, ફરી ફરી ગણે; ને માળામાં ગપોલિયું મારે ! ત્યારે ભગવાન કહે છે કે, “મારે ત્યાં તો જો, તારું બહાર કાચું તો તારા અંતરમાંય કાચું રહેશે, મહીં રાતદહાડો તને બળાપો રદ્ધા કરશે.” અક્રમ - મુક્તિ પછી ભક્તિ પ્રશ્નકર્તા સંતોએ હંમેશા ભક્તિ જ કેમ માગી ? મુક્તિ કેમ ના માગી ? દાદાશ્રી : ભક્તિ અને મુક્તિ એ બેમાં આમ જોવા જાય તો ફેર કશો છે નહીં. ભક્તિ એટલે અત્યારે અહીં આ ‘મહાત્મા’ ‘જ્ઞાની પુરુષ’ની ભક્તિ કરે છે તે, એટલે શું કે ‘જ્ઞાની પુરુષ' તરફ ‘પરમ વિનય’માં રહે, એમનો રાજીપો મેળવવો એનું નામ ભક્તિ. ભક્તિ એટલે જ્ઞાનીના પગ દબાવવા કે એમની પૂજા કરવી એવું તેવું નહીં, પણ એમનો પરમ વિનય રાખવો તે છે. અહીંયાં આ બધા અત્યારે મુક્તિ ખોળતા નથી, બસ ‘જ્ઞાની પુરુષ'ની ભક્તિ જ કરવી એવું લાગે છે એમને. મુક્તિ તો એમને ‘અમે કલાકમાં જ આપી દીધી છે, હવે કંઇ તમારે મારી પાસે મુક્તિ માગવાની ઇચ્છા થાય છે ? પ્રશ્નકર્તા : ના, દાદા. દાદાશ્રી : મુક્તિ આપી દીધા પછી હવે ફરી શું લખાવવાનું હોય? એક જ ફેરો ચેક લખાવી લેવાનો હોય કે ૯૯,૯૯૯ રૂ. અને ૯૯ પૈસા! મુક્તિ તો અપાઇ ગઇ છે, તો હવે શું રહ્યાં ? ભક્તિ રહી. આ ‘અક્રમ માર્ગ” છે, જગતનો ‘ક્રમિક માર્ગ છે. ક્રમિક માર્ગ એટલે પહેલી ભક્તિ અને પછી મુક્તિ અને ‘આ’ અક્રમ માર્ગમાં પહેલી મુક્તિ પછી ભક્તિ! અત્યારે તો મુક્તિ લીધા વગર ભક્તિ કરવા આ લોકો જાય તો ભક્તિ રહે જ નહીં ને ! મહીં હજારો જાતની ચિંતા, ઉપાધિ રહેતી હોય તે પછી

Loading...

Page Navigation
1 ... 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249