Book Title: Aptavani 02
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 221
________________ વીતરાગ માર્ગ ૪૦૭ YOL આપ્તવાણી-૨ વીતરાગની પુષ્ટિ ! વીતરાગ માર્ગ કોનું નામ કહેવાય ? કે જ્યાં ચંચળતાનો નાશ થઇ જાય. સાત્વિકતાની હદ હોય છે, સાત્વિકતા કે જે ચંચળતા વધારે એ સાત્વિકતા ખલાસ થઇ જવી જોઇએ. એક મનુષ્ય કે જે ચંચળ ઓછો હોય છે તે ઇમોશનલ નથી હોતો, મોશનમાં રહે છે. એ જે આખી જિંદગીમાં કરમ બાંધે એટલાં વધારે ચંચળતાવાળો માણસ પા કલાકમાં એટલાં બાંધી લે ! એટલે આ બધું વીતરાગ ધર્મનું પોષણ થઇ રહ્નાં છે. જેટલું જેટલું તમને દેખાય છે ને જે અવળું ભાસે છે ને, એથી વીતરાગ ધર્મનું જ પોષણ થઇ રહ્નાં છે, બધું જ ! મને આ પ્રશ્ન ૧૯૨૮માં ઊભો થયો હતો. ૧૯૨૮માં હું સિનેમા જોવા ગયો હતો, ત્યાં મને આ પ્રશ્ન ઉત્પન્ન થયો હતો કે, “અરેરે ! આ સિનેમાથી તો આપણા સંસ્કારનું શું થશે ? અને શી દશા થશે આ લોકોની ?” પછી બીજો વિચાર આવ્યો કે, “શું આ વિચારનો ઉપાય છે આપણી પાસે ? કોઇ સત્તા છે આપણી પાસે ? કોઇ સત્તા તો છે નહીં, તો આ વિચાર આપણા કામનો નથી. સત્તા હોય તો એ વિચાર કામનો, જે વિચાર સત્તાની બહાર હોય અને એની પાછળ મથ્યા કરીએ એ તો ઇગોઇઝમ છે.” એટલે પછી બીજો વિચાર આવ્યો કે, “શું આમ જ થવાનું છે આ હિન્દુસ્તાનનું ?” તે દહાડે અમને જ્ઞાન નહોતું, જ્ઞાન તો ૧૯૫૮માં થયેલું, ૧૯૫૮માં જ્ઞાન થયું તે પહેલાં અજ્ઞાન તો ખરું જ ને ? કંઇ અજ્ઞાન કોઇએ લઇ લીધેલું ? જ્ઞાન નહોતું પણ અજ્ઞાન તો ખરું જ ને? પણ ત્યારે અજ્ઞાનમાં એ ભાગ દેખાયો કે, “જે અવળું જલદી પ્રચાર કરી શકે છે તે સવળું પણ એટલી જ ઝડપથી પ્રચાર કરશે. માટે સવળાના પ્રચારને માટે એ સાધનો બહુ સારામાં સારાં છે.’ આ બધું ત્યારે વિચારેલું, પણ ૧૯૫૮માં જ્ઞાન પ્રગટ થયું ત્યારથી એના પ્રત્યે જરાય વિચાર નહીં આવેલા. આજે વીતરાગ ધર્મને માટે આખા વર્લ્ડમાં કામ થઇ રહ્નાં છે. એક જગ્યાએ નહીં, આખા વર્લ્ડમાં કામ થઇ રહ્નાં છે, આ બધા વીતરાગ ધર્મને પુષ્ટિ આપી રહ્ના છે અને પોતાનું સત્યાનાશ વાળી રહ્ના છે ! આ પ્રધાનો અમને પૂછવા આવે છે અને કહે છે કે, “આ હિન્દુસ્તાનનું બધું બગડી જવા બેઠું છે.' મેં કહ્નાં, “સાહેબ, આપના ઘેર બગડી જશે, જો જો કદી પેલી છોડીઓ તમારી રખડતી ના થઇ જાય.” કારણ કે સાહેબને ત્યાં ત્રણ મોટરો પડી હોય, તેમાંથી એક સાહેબ લઇને ઠંડ્યા એટલે એક શેઠાણી આમ લઇને હેંડ્યા ને છોડીઓ આમ જશે, ભેલાઇ જશે, તારું ભેલાઇ જશે. આ હિન્દુસ્તાનનો તો ભેલાડનારો કોઇ પાક્યો જ નથી, આ હિન્દુસ્તાન તો વીતરાગનો દેશ છે, ઋષિમુનિઓનો દેશ છે, એનું કોઇ નામ દેનારો નથી. જે દેશમાં કષ્ણ ભગવાન જેવા વાસુદેવો પાકેલા છે, જે દેશમાં ૨૪ તીર્થંકરો, ૧૨ ચક્રવર્તીઓ, ૯ વાસુદેવો, ૯ પ્રતિવાસુદેવો અને ૯ બળરામ પાકેલા છે ત્યાં ખોટ શી હોય? ક્રમિક માર્ગમાં નકલ ચાલી શકે, પણ ‘આ’ અક્રમ માર્ગ છે ! ઓચિંતો જ દીવો સળગ્યો છે, માટે તું તારો દીવો સળગાવી જા. પછી જેટલી ગાંઠો હોય તે ગાંઠો કેવી રીતે કાઢવી તે હું તને દેખાડું; પણ પહેલાં તું પુરુષ બની જા, પ્રકૃતિરૂપે તારો શક્કરવાર વળે નહીં. મનુષ્યો શા રૂપે છે ? જ્યાં સુધી ‘સ્વરૂપનું ભાન’ ના થાય ત્યાં સુધી તે પ્રકૃતિ રૂપે છે અને જે જે ક્રિયા કરવામાં આવે છે એ બધા પ્રકૃતિના નાચે છે અને પ્રકૃતિ નાચે છે અને પોતે કહે છે કે, “મેં કર્યું.” એનું નામ તે ગર્વ કહેવાય.

Loading...

Page Navigation
1 ... 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249