Book Title: Aptavani 02
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 217
________________ વીતરાગ માર્ગ ૩૯૯ આપ્તવાણી-૨ વીતરાગ એટલે અસલ પાક્કા વીતરાગ કંઇ કાચી માયા નથી. બધાય કાચા હશે, પણ વીતરાગ જેવા કોઇ પાકા નહીં, એ તો અસલ પાક્કા ! આખી દુનિયાના સૌ અક્કલવાળા એમને શું કહેતા હતા ? ભોળા કહેતા હતા. આ વીતરાગો જન્મેલાને તે એમના ભાઇબંધો એમને કહેતા હતા કે, “આ તો ભોળા છે, મૂરખ છે.” અલ્યા, તું મૂરખ છે, તારો બાપ મૂરખ છે ને તારો દાદો મૂરખ છે. વીતરાગોને તો કોઇ વટાવી શકશે જ નહીં એવા એ ડLજ હોય. પોતાનો રસ્તો ચૂકે નહીં, એ જાતે છેતરાય ને રસ્તો ના ચૂકે. એ કહેશે કે, ‘હું છેતરાઇશ નહીં, તો આ મારે રસ્તે જવા નહીં દે.’ તે પલો શું જાણે કે આ કાચો છે. અલ્યા, નું હોય એ કાચો, એ તો અસલ પાકો છે ! આ દુનિયામાં જે છેતરાય, જાણી જોઇને છેતરાય, એના જેવો પાકો આ જગતમાં કોઇ છે નહીં ને જે જાણીબૂઝીને છેતરાયેલા તે વીતરાગ થયેલા. માટે જેને હજી પણ વીતરાગ થવું હોય તે જાણીબૂઝીને છેતરાજો, અજાણે તો આખી દુનિયા છેતરાઇ રહી છે. સાધુ, સંન્યાસી, બાવો, બાવલી સહુ કોઇ છેતરાઇ રહેલ છે, પણ જાણીબૂઝીને છેતરાય તે આ વીતરાગો એકલા જ ! નાનપણથી જાણીબૂઝીને ચોગરદમથી છેતરાયા કરે, પોતે જાણીને છેતરાય છતાં ફરી પાછા પેલાને એમ લાગવા ના દે કે તું મને છેતરી ગયો છું, નહીં તો મારી આંખ તું વાંચી જાઉં. એ તો આંખમાં ના વાંચવા દે, આવા વીતરાગો પાકા હોય ! એ જાણે કે આનો પુદ્ગલનો વેપાર છે તે બિચારાને તો પુદ્ગલ લેવા દોને, મારે તો પુદ્ગલ આપી દેવાનું છે! લોભીઓ છે તેને લોભ લેવા દે, માની હોય તેને માન આપીને પણ પોતાનો ઉકેલ લાવે, પોતાનો રસ્તો ના ચૂકવા દે, પોતાનો મૂળમાર્ગ જે પ્રાપ્ત થયો છે એ ચુ કે નહીં, એવા વીતરાગ ડાડ્યા હતાઅને અત્યારે પણ જે એવો માર્ગ પકડશે એના મોક્ષને વાંધો જ શો આવે ? ‘જ્ઞાની પુરુષ’નું તો આજે આ ખોળિયું છે ને કાલે આ પરપોટો ફૂટી જશે તો શું કંઇ મોક્ષમાર્ગ રખડી મર્યો છે ? ત્યારે કહે, “ના, જો આટલી શરતો હશે કે જેને મોક્ષ સિવાય બીજી અન્ય કોઇપણ જાતની કામના નથી અને જેને પોતે જાણીજોઇને છેતરાવું છે એવાં કેટલાંક લક્ષણો એના પોતાનામાં હશે ને તો એનો મોક્ષ કોઇ રોકનારો નથી; એમ ને એમ એકલો ને એકલો, જ્ઞાની સિવાય બે અવતારી થઇને એ મોક્ષે ચાલ્યો જશે !” અન્ય માર્ગમાં તે કેવી દશા ! એવો વીતરાગનો માર્ગ છે ! તેને આજે આખો રૂંધી માર્યો ! એટલે કે લોકોને ક્રિયાકાંડમાં જ ઘાલી દીધા. એમાં ઘાલનારોય કોઇ નથી, ઘાલનાર એમનાં કર્મો છે અને જે ઘલાયા છે અને મહીં પેસે છે એમ એમના કર્મથી બફાય છે. સૌ સૌનાં કર્મથી બફાઇ રબાં છે, એમાં કોઇનો દોષ છે નહીં, પોતાનાં કર્મ કરીને જ ગૂંચાયા કર્યા છે. આ ઘાંચીનો બળદ હોય છે તે સાંજે ચાલીસ માઇલ ચાલ્યો એવું તેને લાગ્યા કરે છે, પણ જ્યારે આંખેથી દાબડા નીકળે ત્યારે એની એ જ ઘાણી ! એવું આ લોકો ચાલ્યા કરે છે ! અનંતા લાખો માઇલ ચાલ્યા, પણ ઘાંચીના બળદની પેઠ ત્યાંના ત્યાં જ છે ! અને ત્યાં હોત તો તો સારું. ઘાંચીનો બળદ તો ત્યાંનો ત્યાં જ રહે; પણ આ તો બે પગના ચાર પગ થશે ! તેથી મારે હોંકારો કરીને બોલવું પડે છે કે, “અલ્યા ભાઇ ! ચેતને કંઇક, કંઇક તો ચેત ! મોક્ષની વાત તો જવા દે, પણ કંઇક સારી ગતિ તો ચાખ અને આજે ભરતક્ષેત્રમાં ગતિ સારી રાખીને શો ફાયદો કાઢવાનો ? હવે તો છઠ્ઠો આરો આવવાની તૈયારી થઇ રહી છે ! હવે કંઇ બીજા ક્ષેત્રોમાં પેસી જવાય, ક્ષેત્ર ફેરફાર થાય, એવું કંઈક કરી લે !' ક્ષેત્ર ફેરફાર થઇ શકે છે, વીતરાગના માર્ગમાં બધાંય સાધન છે. આજે તો મહાવીર ભગવાનના, કૃષ્ણ ભગવાનના, વેદાંતનાં, બધા ધર્મોનાં શાઓનો બધો આધાર છે. છઠ્ઠા આરાની શરૂઆતથી જ કોઇ ધર્મનો કોઇ આધાર નહીં હોય - ખલાસ ! અઢાર હજાર વર્ષ પછી બિલકુલેય ખલાસ થઇ જશે! એવું વીતરાગોનું વર્ણન છે, મારે કંઈ જણાવવાની જરૂર નથી. હું એ તો વર્ણન કહું છું, આ મારી વાત ન હોય. મારી વાત તો ‘આ’ એમ ને એમ નીકળે છે તે, અને આ તો વીતરાગની વાત છે. ભાઇ, થોડું સમજવું પડે ને ? સમજ્યા વગર કેમ ચાલશે ? કોઇ દહાડો તમે જાણીબૂઝીને છેતરાયા હતા ? જાણીબૂઝીને છેતરાય

Loading...

Page Navigation
1 ... 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249