________________
૧૬૨
આપ્તવાણી-૨
જગત, વ્યવહાર સ્વરૂપ આ જગત ન્યાય” સ્વરૂપ નથી, ‘વ્યવહાર” સ્વરૂપ છે. ભગવાને કલાં છે કે, ન્યાય જોશો નહીં, નહીં તો બુદ્ધિ વિભ્રમ થઈ જશે. વ્યવહાર જોજો પણ ન્યાય જોશો નહીં. એટલે વ્યવહારમાં ન્યાય કરવા જેવો નથી. વ્યવહાર જેવો છે તેવો છે, એટલું સમજી લેવાનું છે.
વ્યવહાર વ્યવહાર સ્વરૂપ છે, તે તમને સમજાવું. તમારે ત્યાં લગ્ન હોય અને તમારા સગા ભાઇની જોડે તમે વ્યવહાર ના કર્યો હોય, જમવાનું પીરસણ ન મોકલ્યું હોય તો તમારા ભાઇને ત્યાં લગ્ન આવે તો એને ત્યાંથી જમવાનું આવશે એવી આશા તમે રાખો ? ના રાખો, કારણ કે એ ભાઇની જોડે એવો જ વ્યવહાર હતો અને જો એક ભાઇને ત્યાંથી લગ્ન પ્રસંગે સોળ લાડુ આવ્યા હોય અને બીજા ભાઇને ત્યાંથી ત્રણ લાડુ આવ્યા હોય તો તમારા લક્ષમાં શું હોવું જોઇએ કે, “ભલે, આજે મારા લક્ષમાં નથી, પણ મેં ત્રણ જ લાડુ મોકલ્યા હશે. મારો વ્યવહાર જ આવો હશે, ત્રણ લાડુ હશે તેથી સામેથી ત્રણ આવ્યા.’ વ્યવહારમાં ન્યાય જોવાનો ના હોય, વ્યવહાર વ્યવહાર સ્વરૂપ જ છે.
આ પંખો ફુલ સ્પીડમાં ચાલતો હતો. તેનું રેગ્યુલેટર બગડી ગયેલું, અમને ખબર નહીં તેથી કહ્નાં કે, “પંખો જરા ધીમો કરો.' તો કહે કે, “પંખો ધીમો નથી થતો.’ એટલે અમે તરત જ સમજી ગયા કે, આનો વ્યવહાર જ આવો છે તો ફરી એનો ન્યાય કરવા ક્યાં બેસું ? એટલે વ્યવહારમાં ન્યાય કરવાનો ના હોય.
આ ઘરમાં છોકરા-છોકરીઓ સાથે જે વ્યવહાર છે તે જ કરવો. એમાં ન્યાય શો કરવાનો ? ધણી પજવે તો શું કરવું? ડાઇવોર્સ કરવા? અલ્યા, આ તો આવો જ વ્યવહાર છે, એમાં ન્યાય શું કરવાનો રહે ?
દરેક જોડેનો આપણો વ્યવહાર હોય. તે આપણે સમજી લેવાનું કે આની જોડે સીધો વ્યવહાર લાવ્યા છીએ, આની જોડે આવો વાંકો વ્યવહાર લાવ્યા છીએ. છોકરી થઇ સામું બોલી એ જ તારો વ્યવહાર એમાં ન્યાય
ક્યાં જઇશ ? અને બીજી છોકરી પોતે નથી થાક્યા તોય આપણા પગ દબાવ દબાવ કરે, એય તારો વ્યવહાર છે. એમાંય ન્યાય ના જોઇશ.
આ ન્યાય જોવા જાય છે એમાં જ ફસાય છે. વ્યવહાર તો ઉકેલાયા કરે છે, અને જેવો લાવ્યા હોય તેવો પાછો મળે. જ્યારે ન્યાય તો શું છે કે સામો આવો હોવો જોઇએ, તેવો હોવો જોઇએ એવું દેખાડે. ન્યાય કોને માટે છે ? જેને ‘મારી ભૂલ છે” એમ સમજાય છે, તેને તે ભૂલ ભાંગવા ન્યાય છે. ને જેને ‘મારી ભૂલ જ થતી નથી’ એમ છે એને સમજવા માટે વ્યવહાર છે. ન્યાય એ તો કોમન લૉ છે. જેને મોક્ષે જવું હોય તેણે ન્યાયને જોઈ જોઇને કામ આગળ ચલાવવું, અને જેને મોક્ષની પડી નથી અને સંસારમાં જ રહેવું છે અને અને કોમન લૉ ને કંઇ લેવાદેવા નથી. ન્યાય તો થર્મોમીટર છે. આપણે જે કર્યું એ જોઈ લેવાનું કે આપણે કર્યું એ ન્યાયમાં છે કે ન્યાયની બહાર. ન્યાયમાં હશે તો ઊર્ધ્વ ગતિમાં જઇશ અને ન્યાયની બહાર હશે તો અધોગતિમાં જઇશ.
પ્રશ્નકર્તા : આ કાળમાં વાણીની જ ભાંજગડ છે ને ?
દાદાશ્રી : સામો શું બોલ્યો, કઠણ બોલ્યો કે નરમ બોલ્યો તેના આપણે જ્ઞાતા-દ્રષ્ટા. આપણે શું બોલ્યા તેનાય “આપણે” જ્ઞાતા-દ્રષ્ટા. અને એમાં જો સામાને શૂળ લાગે એવું બોલાયું હોય એ તો વ્યવહાર છે. વાણી કઠણ નીકળી એ એના વ્યવહારને આધીન નીકળી, પણ જો તમારે મોક્ષ જ જવું હોય તો પ્રતિક્રમણ કરી ધોઇ નાખો. કઠણ વાણી નીકળી અને સામાને દુ:ખ થયું અય વ્યવહાર છે. કઠણ વાણી કેમ નીકળી ? કારણ કે આજે સામાનો અને આપણો વ્યવહાર છતો થયો અને ભગવાન પણ આ વ્યવહાર એક્સેપ્ટ કરે છે.
કોઇ માણસે ગાળ ભાંડી તો એ શું છે ? એણે તારી જોડે વ્યવહાર પૂરો કર્યો. સામો જે બધું કરે છે. જે જે કરતો હોય ગાળો ભાંડતો હોય