________________
અહંકાર
૩૨૮
આપ્તવાણી-૨
ઢઢવાડે પણ જઇને બેસે ને તમારી જોડે પણ બેસે; પણ ક્યાંય કદરૂપા ના દેખાય ! રૂપાળા જ દેખાય ! ‘ક્રમિક માર્ગ'ના જ્ઞાની તો પોતાથી નીચેના હોય તેને ત્યાં ના જાય, કહે, ‘હું મારું ફોડી લઇશ, પણ ત્યાં નહીં જાઉં.” તે અહંકાર કદરૂપો હોય.
આપણે તો અહંકાર રૂપાળો લાગે છે ને એ જોવાનું. ‘દાદા'ને અહીં આવવું હોય તોય એમનો અહંકાર કેવો રૂપાળો દેખાય ! આપણો અહંકાર, “એ” અહંકાર જેવો રૂપાળો દેખાવો જોઇએ ત્યારે દશા ઓર જ હોય.
ક્રમ - અક્રમમાં અહંકાર
ક્રમિક માર્ગ શું? તો કે, “અહંકારને શુદ્ધ કરો. વિભાવિક અહંકાર થઇ ગયો છે તે શુદ્ધ કરવાનો.' તે પગથિયે પગથિયે અહંકારને શુદ્ધ કરતા કરતા જવાનું અને જ્યારે સંપૂર્ણ શુદ્ધ થાય ત્યારે કંઇક કામ થાય. વિભાવિક અહંકારમાં માન આવે, દંભ આવે, ઘમંડ આવે, આ એના પ્રકારો. ભાઇ કરતો હોય સો રૂપિયાની નોકરી, પણ પછી લાંબો કોટ પહેરીને શેઠ બની ફરે, તે લોક કહે, ‘દંભીની પેઠે ફરે છે.” આ કેવું ? શિયાળ વાઘનું ચામડું પહેરીને ફરે તે દંભી કહેવાય. ઘમંડી હોય તેને કોઇનો હિસાબ જ ના હોય. બધાંને કહે, ‘એમાં શી વાત છે ? શું છે એ ?” એમ બધી વાતનો ઘમંડ રાખે ને ઘેર બૈરીને પૂછીએ તો કહેશે કે, એમનામાં તો જરાય બરકત નથી.’ વિભાવિક અહંકારમાં તો જાતજાતના અહંકાર, એ બધાંને ધો ધો કરવા પડે ! ક્રમિક માર્ગમાં બહુ મુશ્કેલી પડે અને જો રસ્તામાં કેન્ટિનવાળો’ મળે તો વેહ થઇ પડે ! “આપણો અક્રમ માર્ગ એવો જોખમવાળો માર્ગ નહીં, સીક્યુરિટી સહિતનો માર્ગ, રખેને કેન્ટિનવાળો સામો આવે પણ એ મૂંઝાઇ જાય, આપણને એનાથી વાંધો ના આવે !
અહીં અક્રમ માર્ગમાં જે અહંકાર રહે છે એ નિકાલી અહંકાર છે, ડીસ્ચાર્જ થતો અહંકાર છે; જ્યારે ક્રમિક માર્ગમાં જે અહંકાર રહે છે, તેમાં ‘મારે આ કરવાનું છે, મારે આ ત્યાગવાનું છે” એ રહે. એટલે ક્રમિક
માર્ગનો અહંકાર એ કર્મચેતના છે, એનાથી નવું ચાર્જ થતું જાય અને અહીં અક્રમ માર્ગમાં અહંકાર એ કર્મફળચેતના છે. છતાં, એ નૈમિત્તિક છે. ક્રમિક માર્ગમાં અહંકાર કર્મને બંધાવે, કારણ કે ત્યાં તો આ ત્યાગું ને પેલું બાકી છે, એવું રદા કરે. હવે ત્યાયું એ પહેલાંના અહંકારથી ને પાછો નવું કર્મ બાંધતો જાય. ‘જ્ઞાની પુરુષ” તો જેનાથી કર્મ બંધાય છે તે આખું જ ઉડાડી દે. આ તો કેટલું સહેલું છે ! સરળ છે !! સહજ છે !!! ને ત્યાં ક્રમિકમાં ગયો ને તો તો વાળ જ ઉડાડી મેલે ! અને અહીં તો વાળબાળ બધું જ ચાલે !!
આ અહંકારે તો દાટ વાળ્યો છે, બીજું કશું જ નથી. જ્ઞાનીને આધીન રહે તો ઉકેલ આવે. ડાકો અહંકાર પોતાનું ડહાપણ ના ઘાલે, જયારે ગાંડો અહંકાર તો ખોતરે ! એટલે કાં તો વાતને સમજવી પડે ને કાં તો જ્ઞાનીને આધીન રહેવું પડે ! ગાંડા અહંકારને તો આધીન રહેવાની શક્તિ ના હોય, એટલે ત્રીસ દહાડા આધીન રહે અને એકત્રીસમે દહાડે ફેંકી દે, એટલે આ વૃતિઓ ક્યારે આઘીપાછી થઇ જાય એ કહેવાય નહીં. જેટલો અહંકારનો રોગ ભારે એટલી મુશ્કેલી વધારે. આધીનતા સિવાય બીજો રસ્તો જ નહીં ને !
અમારું ‘જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી અહંકાર તો બધામાં હોય, પણ તે ‘નિકાલી અહંકાર” હોય. ‘નિકાલી અહંકાર” એટલે કેવું ? કે વાળો તેમ વળી જાય, ગાંડા ના કાઢે.
ગાંડો અહંકાર આ ગાંડા અહંકારને તો કહીએ કે, ‘તને ક્યાં ભાન મળ્યાં ? ક્યાં તાન મળ્યાં ? ક્યાં સ્વાદ મળ્યા ? શું કામ અહંકાર કરે છે ? ક્યાં ૧૩૦૦ રાણીઓ છે તારે ? ક્યાં બાગબગીચા હતા તારે ? આ શાં તોફાન માંડ્યાં છે ? એવું શું છે તે આ ગાંડાં કાઢે છે ? હે ચક્રમ અહંકાર, તું તો ગાંડો છે !” એવું એને કહીએ એટલે એ સમજે.
આ તો કહેશે, ‘હું કંઇક છું', પણ શામાં છે તે ? ! એ અહંકારને પ્રતાપે તો દુ:ખી થયેલો. આપણે જોવા જઇએ ને – પહેલું આણું, બીજું