Book Title: Aptavani 02
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 200
________________ યોગેશ્વર શ્રીકૃષ્ણ ૩૬૫ उ६६ આપ્તવાણી-૨ તે ચારિત્ર્ય. શુદ્ધ દશાથી અભેદતા લાગે. આત્મવત્ સર્વ ભૂતેષુ લાગે, તે નવું શુદ્ધ છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય ને સુખ ઉત્પન્ન થયું તે જ્યોત, આ દીવો તે નહીં. જ્ઞાતા-દ્રષ્ટા તે જ કૃષ્ણ, દેશ્ય તે કૃષ્ણ નથી. મર્યાદા તે પૂર્ણ પુરુષોત્તમ પ્રશ્નકર્તા રામ મર્યાદા પુરુષોત્તમ ને કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ કક્ષા એ ખરું ? - દાદાશ્રી : ખરી રીતે કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ ના કહેવાય, રામ જ પૂર્ણ પુરુષોત્તમ કહેવાય; કારણ કે રામ મોક્ષે ગયા, રામ પરમાત્મા થઇ ગયા. કૃષ્ણને પરમાત્મા ના કહેવાય, ભગવાન કહેવાય. હજી એ મોક્ષ ગયા નથી, આવતી ચોવીસીમાં તીર્થંકર થઇને મોક્ષે જવાના છે. આ તો કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ શાથી કક્કો ? પ્રગટનું મહાભ્ય ગાવા. જે મોક્ષે ગયા તે કંઇ ધોળી ના શકે આપણું, હજી જે હાજર છે બ્રહ્માંડમાં, તે ક્યારેક સાંધો મળે તો કામ કાઢી નાખે. દેવકી, બળરામ ને કૃષણ ત્રણેય એક જ કટુંબના તીર્થકર થવાના છે. એમના કાકાના દીકરા નેમીનાથ ભગવાન બાવીસમા તીર્થંકર થઈ ગયા, આખું કુટુંબ જ શામળું એમનું! પણ ગજબના પુરુષો પાક્યા એમાં ! ગીતાનું રહસ્ય, અહીં બે જ શબ્દમાં પ્રશ્નકર્તા : કૃષ્ણ ભગવાને અર્જુનને શા માટે મહાભારતનું યુદ્ધ લડવા માટે કહ્યું હતું ? દાદાશ્રી : ભગવાનને તે વખતે આવું બોલવાનું નિમિત્ત હતું. અર્જુનને મોહ ઉત્પન્ન થયો હતો, ક્ષત્રિય ધર્મ હોવા છતાં તે મૂર્શિત થયેલો. તેથી મૂછ કાઢવા કૃષ્ણ ભગવાને અર્જુનને ચેતવ્યો ને કડાં, ‘તારી મૂર્છા ઉતાર, તું તારા ધર્મમાં આવ. કર્મનો કર્તા કે ના કર્તા તું થઇશ નહીં.' કૃષણ ‘વ્યવસ્થિત’ જાણતા હતા અને વ્યવસ્થિતના” નિયમમાં હતું એટલું જ કૃષ્ણ બોલ્યા છે, પણ લોકોને સમજમાં આવતું નથી અને કહે છે કે, કેમ ભગવાન જ્ઞાની થઇને આવું બોલ્યા કે, “આ બધાંને મારી નાખ?” કષણનો આ તો ઓન ધી મોમેન્ટનો ઉપદેશ હતો, કંઇ હંમેશને માટે આ ઉપદેશ ના કરાય કે, મારજો જ. અર્જુનને બીજાં બધાં સગાંને જોઈને મોહ ઉત્પન્ન થયેલો. ભગવાન જાણતા હતા કે થોડી વાર પછી મોહ ઊતરવાનો છે, એટલે નૈમિત્તિક રીતે કૃષ્ણ ભગવાને વાત કહેલી. તેમણે અર્જુનને કડલાં, ‘તું ક્ષત્રિય છે ને તારાં પરમાણુ લડ્યા વગર રહેવાનાં જ નથી, એ અમને જ્ઞાનમાં દેખાય છે કે તારું ‘વ્યવસ્થિત' આવું છે. માટે તું ખોટો મોહ ના કરીશ, મારવા માટે મોહ વગર કાર્ય કરે, ખોટો અહંકાર ના કરીશ.' શ્રીકૃષ્ણ નેમીનાથ ભગવાન પાસેથી દિવ્યચક્ષુ મેળવેલાં હતાં, ત્યાર પછી આ ગીતાનો ઉપદેશ તેમણે કરેલો. ગીતામાં તો કૃષ્ણ ભગવાન બે જ શબ્દ કહેવા માગે છે. એ બે શબ્દ લોકોને સમજાય તેમ નથી, તેથી આટલું મોટું ગીતાનું સ્વરૂપ આપ્યું અને એ સ્વરૂપને સમજવા માટે લોકોએ ફરીથી વિવેચન લખ્યાં છે. કૃષ્ણ ભગવાન જાતે કહે છે કે, “જે ગીતામાં કહેવા માગું છું તેનો સ્થૂળ અર્થ એક હજારમાં એક જણ સમજી શકે. એવા એક હજાર સ્થૂળ અર્થને સમજનારા માણસોમાંથી એક જણ ગીતાનો સૂક્ષ્મ અર્થ સમજી શકે. એવા એક હજાર સૂક્ષ્મ અર્થ સમજનારાઓમાંથી એક જણ સૂક્ષ્મતર અર્થને સમજે. એવા એક હજાર સૂક્ષ્મતર અર્થને સમજનારાઓમાંથી એક જણ ગીતાનો સૂક્ષ્મતમ અર્થ અર્થાત્ મારો આશય સમજી શકે !' એ જ એક કૃષ્ણ ભગવાન શું કહેવા માગતા હતા તે સમજી શકે. હવે આ સાડાત્રણ અબજની વસતિમાં કૃષ્ણ ભગવાનને સમજવામાં કોનો નંબર લાગે ? કૃષ્ણ ભગવાન જે કહેવા માગતા હતા તે બે જ શબ્દમાં કહેવા માગે છે, એ તો જે જાતે કૃષણ થયો હોય તે જ સમજી શકે ને કહી શકે, બીજા કોઈનું કામ નહીં. આજે ‘અમે' જાતે કૃષ્ણ આવ્યા છીએ, તારે તારું જે કામ કાઢવું હોય તે કાઢી લે. કૃષ્ણ શું કહેવા માગે છે ? માણસ મરી જાય ત્યારે કહે છેને કે, “મહીંથી જતા રકા,' તે શું છે ? તે “માલ” છે અને અહીં પડ્યું રહે છે તે ખોખું' છે. આ ચર્મચક્ષુથી દેખાય છે તે પેકિંગ છે ને મહીં માલ” છે, મટીરીઅલ છે. ધેર આર વેરાઇટીઝ ઓફ પેકિંગ્ઝ. કોઇ

Loading...

Page Navigation
1 ... 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249