________________
ધર્મધ્યાન
૧૨૭
૧૨૮
આપ્તવાણી-૨
દાદાશ્રી : અગમ વિચાર એ આર્તધ્યાનમાં સમાય અથવા પાછળના ભૂતકાળના વિચારથી પણ ઉપાધિ થાય એને. વરસ દહાડા ઉપર છોકરો મરી ગયો હોય અને આજે સંભારીને રડે તો એ આર્તધ્યાન કહેવાય, દુ:ખમાં આર્ત ને રૌદ્રધ્યાન કરે. એકનો એક છોકરો મરી જાય તો કલ્પાંત કરે. કલ્પાંત કર્યો માટે કલ્પના અંત સુધી તારે ભટકવું પડશે ! એક કરોડ વર્ષ ભટકવું પડશે !
આ વેપારીઓ કાપડ ખેંચીને કપડું આપે છે તે મારે તેમને કહેવું પડે છે કે, “શેઠિયાઓ મોક્ષે જવાની ઇચ્છા નથી હવે ?” તો તે કહે, ‘કેમ એમ ?” ત્યારે મારે કહેવું પડે છે, ‘આ કાપડ ખંચો છો એ કયા ધ્યાનમાં છો ? મહાવીર ભગવાનના ધ્યાનને તો ઓળખો ! આ રૌદ્રધ્યાન કહેવાય. બીજા પાસેથી થોડુંક, એક આંગળી જેટલુંય પડાવી લેવું એ રૌદ્રધ્યાન કહેવાય. તમને એટલું કહેવાનો અધિકાર છે, કે ઘરાક પૂછે કે, આ ટેરિલીનનો શો ભાવ છે ?” તો તમે અઢારને બદલે સાડા અઢાર કહી શકો. પણ તમે અઢાર કદ્દા પછી તમારે એને માપ પૂરું આપવું જોઇએ, કિંચિત્ માત્ર ઓછું નહીં. ઓછું ના અપાયું હોય ને ઓછું આપવાની ભાવના માત્ર કરી એનેય રૌદ્રધ્યાન કહ્નાં છે. ઓછું આપતી વખતે ભૂલથી પાછું વધારેય જતું રહ્યાં હોય તો ત્યાં કોઇ જમે કરનારું નથી. શેઠિયાઓએ નોકરને કહી રાખેલું હોય કે, “જો આ આપણે ચાલીસ વારમાં આટલું વધવું જોઇએ.’ એટલે પાછું એને અનુમોદના કરી રાખેલી હોય.
પોતે કરે, કરાવે ને કર્તા પ્રત્યે અનુમોદે. બધું આનું આ જ આખો દહાડો રૌદ્રધ્યાન છે અને જૈનપણું ખલાસ થઇ ગયું છે. જૈન તો કેવો હોય ? ગમે તેવી મુશ્કેલીમાં આપણે હોઇએ છતાં તે વખતે આપણી હેલ્પ માટે કોઇ માણસ આવ્યો હોય તો તે આપણી મુશ્કેલી જાણી જાય તો આપણે જૈન શાના ? એને હેલ્પ મળવી જ જોઈએ. એને આશાભંગ ના કરાય. વધતો-ઓછો પણ છેવટે સથવારો તો મળવો જ જોઇએ. જો તમારી પાસે પૈસાનું સાધન ના હોય તો કંઈ નહીં પણ સથવારો તો મળવો જોઇએ કે બીજું કંઇ કામકાજ હોય તો કંઇક કહેજે. જૈન જાણીને, શેઠ જાણીને એ તમારે ત્યાં આવ્યો ને બિચારો પાછો જાય, નિસાસા નાખીને, તે શું કામનું ! તમને કેમ લાગે છે ? વાત મારી સાચી છે કે ખોટી ?
આ લોકો ઝાડ સારું દેખે છે ત્યાં છાયા માટે બેસે છે અને ઝાડ જ બચકાં ભરે તો શું થાય ? એવું અત્યારે આ શેઠિયાઓ બચકાં ભરે છે કે, ‘તમે નાલાયક છો, તમે આમ છો, તમે તેમ છો' વગેરે. ગરીબોને તો તમે નાલાયક કહી શકશો, કારણ કે બિચારા એને સત્તા નથી. ને નોકરોનું તો આખો દહાડો તેલ જ કાઢે છે. નોકરોના હાથમાંથી પ્યાલા પડીને ફૂટી ગયા કે, ‘હાથ ભાંગલા છે, તારે આમ છે' એમ ગાળો ભાંડે. તે તારી શી ગતિ થશે ? નોકરના હાથ ભાંગતા હોય તો તું એને નોકરીમાં રાખું જ નહીં ને ? આ તો કર્મના કર્તા થઇ ગયા ! વ્યવહારથી ભગવાને કહેલું, ડ્રામેટિક ભાવથી કરવાનું હતું પણ આ તો હું જ કરું છું, મારા વગર કોણ કરે?” એનાથી તો કર્મબંધન થાય છે. અને પાછાં એકલાં નિકાચિતનાં બંધન થાય, મોળાં નહીં. પેલાને તો મોળાં કર્મનાં બંધન થાય ને આને તો ઘોડાગાંઠ !
આમાં કોઇનો દોષ નથી. બધા આચાર્યો, સાધુઓ બધાંની ઇચ્છા છે કે ભગવાનના કદ્દાઓ પ્રમાણે ચાલવું છે પણ એવા સંજોગો બાઝતા નથી. જેમ આ જગતના લોકોને કેવું હોય કે મારા ઘરનાં માણસોને મારે સુખી કરવા છે એવી ભાવના છે પણ સંયોગ બાઝયા વગર શી રીતે સુખી થાય ? એવી રીતે આ સાધુ આચાર્યોને સંયોગ બાઝતો નથી.
અમે તમને સ્વરૂપ જ્ઞાન આપ્યું ત્યાર પછી આર્તધ્યાન અને રૌદ્રધ્યાન થાય છે ?
પ્રશ્નકર્તા : ના, દાદા હવે નથી થતાં.
દાદાશ્રી : હમણાં દીકરી પરણાવી ત્યારે લગ્નમાં કેવી પરિણતી રહેતી હતી ? આર્તધ્યાન ને રૌદ્રધ્યાન ઊભાં થતાં હતાં ?
પ્રશ્નકર્તા ના દાદા, એકુય આર્તધ્યાન કે રૌદ્રધ્યાન ઊભું થયું નથી.
દાદાશ્રી : આ “અક્રમ જ્ઞાન જ એવું છે. આ જ્ઞાનથી રીલેટિવમાં ધર્મધ્યાન રહે અને મહીં, રીયલમાં શુકલધ્યાન વર્તે ! એવું ગજબનું આકર્યજ્ઞાન છે !!!