________________
ધર્મધ્યાન
૧૩૧
૧૩૨
આપ્તવાણી-૨
બુ પોઈન્ટમાં આવેલા લોકોને મહાવીર બતાવીએ તો તેમને મહાવીર ભગવાન ના લાગે, તેમને તો ક્રાઇસ્ટ જ ભગવાન લાગે.
એ કલુષિત ભાવ નીકળી જાય તે લોકપૂજ્ય થાય ! આ ઓલિયા હોય છે તેમાં તો થોડાઘણાં કલુષિત ભાવો નીકળી જાય છે. તેનાથી એ દર્શન કરવા જેવા લાગે છે. છતાં ઓલિયાને એ નેચરલી છે, વિકાસક્રમના રસ્તામાં આવતાં જ થઇ જાય છે. એમાં એનો પોતાનો પુરુષાર્થ હોતો નથી. પુરુષાર્થ તો “જ્ઞાન” મળ્યા પછી જ થાય. ત્યાર પછી ‘સ્વક્ષેત્રમાં બેસે એટલે કલુષિત ભાવો ઓછા થઇ જાય. નહીં તો ત્યાં સુધી એક કલુષિત ભાવ ઓછો કરીએ તો બીજા ચાર પેસી જાય ! એમને પેસવા દે નહીં એવા ગાર્ડ ના હોય આપણી પાસે તો ત્યાં સુધી બધું જ લશ્કર પેસી જાય અને ગાર્ડ ક્યારે ભેગો થાય ? પુરુષ થાય ત્યારે. એટલે બધું લશ્કર પોતા પાસે સાબૂત હોય. ગાર્ડ ના હોય તો તો ચોર પેસી જાય તો પછી શો નફો થયો ?
કલુષિત ભાવ દહાડે દહાડે ઓછા ના થયા તો માનવતા જ ન રહે, પાશવતા રહે.
ઉચ્ચ ગોત્ર ક્યાં સુધી ? લોકપૂજય હોય ત્યાં સુધી. જે લોકનિંદ્ય નથી એને કળિયુગમાં ભગવાને લોકપૂજ્ય કક્કો. આ કળિયુગમાં આટલો લાભ લોકોને મળ્યો કે તારી કળિયુગમાં નિંદા નથી થતી, માટે તું લોકપૂજ્ય પદમાં છે ! ભગવાન આમાં ડાકા હતા, પણ ભક્તો એટલા ડાક્રમી નથી કે ભગવાને મને લોકપૂયપદ આપ્યું છે માટે મારે ડાધ પડવા ના દેવો જોઇએ. નહીં તો લોકપૂજય તો ના હોય ! એ હોય તો બે કે ત્રણ જ હોય, આખા જગતમાં ! આ ગુરુને શિષ્ય પૂજે છે એ તો પોલીસવાળાની પેઠ, પાછળ શિષ્ય કહેશે કે જવા દોને એની વાત, એવું કહે. કૃપાળુ દેવ લોકપૂર્યા હતા. લોકપૂજય એટલે ઊંચામાં ઊંચું ગોત્ર. ભગવાન લોકપૂજય હતા. લોકનિંદ્ય જે જે ભાગ હોય તો એની માફી માગીને ધોઇ નાખીએ.
પૂજ્ય હાર્ટિલી હોય. ભગવાન મહાવીર લોકપૂજય પદને લઇને આવેલા.
ભગવાન એટલે શું, કે એમના લેવલવાળા આજુબાજુના એમના વ્યુ પોઈન્ટમાં જે આવ્યા હોય એમને એ જ ભગવાન લાગે. ક્રાઇસ્ટ ભગવાનના
આ ‘જ્ઞાની પુરુષ'નેય લોક ભગવાન તરીકે ઓળખે. ભગવાન તો વિશેષણ છે. અને અમે નિર્વિશેષ શુદ્ધાત્મા ! શુદ્ધાત્માને વિશેષણ હોય નહીં. આ વિશેષણથી જ જગત ઊભું થયું છે. ‘શુદ્ધાત્મા'ને વિશેષણ હોય નહીં. એટલે જ “અમારું આખું પદ ‘નિર્વિશેષ છે.
આ અમને ભગવાન કહે, એ તો ‘અમારી’ મશ્કરી કરવા જેવું છે. કોઇ બહાર બાવો હોય અને પોતાને એક પણ કલુષિત ભાવ ના થાય અને પોતાને નિમિત્તે બીજામાં કલુષિત ભાવ ઉત્પન્ન ના થાય તો તેને પણ ભગવાન પદ પ્રાપ્ત થાય. તે “અમનેય ભગવાન કા. પણ આ તો નિર્વિશેષ પદ છે ! એને વિશેષણ ના હોય. શાઓમાં આ પદ ના હોય ! માટે વિશેષણમાં કોઇએ પેસવું નહીં. ‘અમને’ વિશેષણ હોય જ નહીં. ભગવાન એ તો વિશેષણ છે, નામ નથી. કોઇ બી.એસસી. થાય તો તેને ગ્રેજ્યુએટ કહે. પછી એ એથી આગળ દસ વર્ષ ભણે તોય તેને ગ્રેજ્યુએટ કહીએ તો કેવું હીન લાગે ? “જ્ઞાની પુરુષોને “ભગવાન” કહેવું એ તો હીનપદમાં કક્કા બરોબર છે. “ભગવાન” પદ તો ‘જ્ઞાની પુરુષ'ને માટે હીનપદ છે. ‘જ્ઞાની પુરુષ' તો અજાયબ કહેવાય ! એ તો નિર્વિશેષ હોય. પણ લોકો ઓળખે શી રીતે ? તેથી ભગવાન કહેવું પડે. ભગવાન તો ભમ્ ધાતુ પરથી બનેલો શબ્દ છે. ભગૂ ઉપરથી ભગવાન. જેમ ભાગ્ય ઉપરથી ભાગ્યવાન થાય તેમ જેણે ભગવત્ ગુણો પ્રાપ્ત કર્યો હોય તે ભગવાને કહેવાય. ‘જ્ઞાની પુરુષ' તો એથીય બહુ આગળ ગયા હોય. એની આગળ કશું જ બાકી ના હોય. અમારે માત્ર ચાર ડીગ્રી બાકી રહી છે. ભગવાન મહાવીરને ૩૬૦ ડીગ્રી પૂરી થઇ હતી ને ‘અમારે’ ૩૫૬ ડીગ્રીએ કેવળ જ્ઞાન અટક્યું છે, તે પણ આ કાળની વિચિત્રતાને લીધે! પણ તમને જો જોઇતું હોય તો “અમે' તમને સંપૂર્ણ ૩૬૦ ડીગ્રીનું કેવળ જ્ઞાન કલાકમાં આપી શકીએ તેમ છીએ, તમારી તૈયારી જોઇએ. પણ આ કાળની વિચિત્રતા છે માટે તમને એ પૂરેપુરું પચશે નહીં. ‘અમને” જ ૩૫૬ ડીગ્રી એ આવીને ઊભું રહ્યાં છે ને ! પણ મહીં તો એનું સંપૂર્ણ સુખ ‘અમને’ વર્તે છે.