________________
પ્રકૃતિ
વૈદ્ય કહેતા હતા.' અલ્યા એ તો પેલાની પ્રકૃતિને માફક નહોતું આવતું, પણ તું શું કામ પકડી બેઠો ? તારી પ્રકૃતિને તો અનુકૂળ હતું.
૬૫
દરેકમાં પ્લસ-માઇનસ હોય છે, તે કોઇની પ્રકૃતિને માફક હોય અને બીજાને ના માફક હોય; પણ એ જ્ઞાન બીજાને ના કહેવાનું હોય. તમે ચા પીઓ છો ?
પ્રશ્નકર્તા : નથી પીતો.
દાદાશ્રી : ચા કેમ નથી પીતા ?
પ્રશ્નકર્તા ઃ મને ભાવતી નથી. મને કોફી ભાવે છે તેથી હું કોફી પીઉં છું. દાદાશ્રી : ચા કેમ તને ભાવતી નથી એનું કારણ છે. આ ચા તને આપે તોય તારી પ્રકૃતિને એ માફક આવતી નથી. તેથી પ્રકૃતિ સામી ચા આવે તોય ચા પસંદ ના કરે અને તારી પ્રકૃતિને કોફી માફક આવે છે એથી કોફી પીવાય છે. આ પ્રકૃતિને માફક આવે ત્યારે કહે, ‘મને ભાવે છે’ અને ના માફક આવે ત્યારે કહે, ‘મને ભાવતી નથી.’ આપણે પૂછીએ આ બધું તો તે જાણ્યું પણ એ તો રીલેટિવમાં જાણ્યું. પણ વાસ્તવિક શું છે ? તો કહેશે કે, ‘એ તો મેં જાણ્યું નથી' એ વાસ્તવિક શું છે ? ‘એ જ આત્મા છે’. રીલેટિવ વ્યુ પોઇન્ટ તો બધા જાણે, પણ રીયલ વ્યુ પોઇન્ટ તો જાણવો પડશે ને ? બે વ્યુ પોઇન્ટસને જાણે એ પ્રજ્ઞાભાગમાં કહેવાય. અને એક વ્યુ પોઇન્ટ જાણે એને બુદ્ધિ કહેવાય.
આ કોઇ બૈરી-છોકરાં છોડીને નાસી જાય છે, એ કંઇ ‘પોતે’ છોડીને નાસતો નથી, પણ પ્રકૃતિ એને પરાણે છોડાવે છે. પ્રકૃતિ ત્યાગ કરાવે છે, પ્રકૃતિ તપ કરાવે છે, ત્યારે પોતે ‘અહંકાર’ કરે છે કે,‘મેં ત્યાગ કર્યો’, ‘મેં તપ કર્યું’, ‘મેં સામાયિક કર્યું”, જ્યાં સુધી ‘પોતે’ ‘પુરુષ’ નથી થયો ત્યાં સુધી આ પ્રકૃતિ જ ચલાવે છે. આ શાસ્ત્રો વાંચે, ધ્યાન કરે, સામાયિક કરે એ બધું જ પ્રાકૃતજ્ઞાન છે, ‘આત્મજ્ઞાન’ ન હોય. જગતમાં બધે જ પ્રાકૃતજ્ઞાન છે. આ મોટા મોટા સાધુ, સંન્યાસી, આચાર્યો-બાચાર્યો બધાં જ પ્રાકૃતજ્ઞાનમાં છે. એમની પાસે આત્મજ્ઞાનની વાત ન હોય, એ
આપ્તવાણી-૨
જે કંઇ જાણે છે તે પ્રાકૃતજ્ઞાન છે, આત્મજ્ઞાન નથી જાણતા. જો તારે આત્મા જોઇતો હોય તો ‘જ્ઞાની પુરુષ’ની પાસે જા. જ્ઞાન તો ‘જ્ઞાની પુરુષ'ની પાસે હોય, બીજે ક્યાંય ના હોય.
૬ ૬
આ લોકો તો પ્રકૃતિના ગુણોને છોડાવે છે. અલ્યા, આ ક્યારે પાર આવે ? આપણે તો કહીએ છીએ કે, સુટેવો અને કુટેવોથી શુદ્ધ ચેતન સર્વથા મુક્ત જ છે ! આપણે આ દુકાનમાંથી ઊતરી ગયા અને કહ્યું કે, ‘આ દુકાન મારી ન હોય !' આ તો દુકાનમાંથી એક એક ચીજ ખાલી કરીએ તો ક્યારે પાર આવે ? એના કરતાં તો ‘ન હોય મારી દુકાન’ કરીને નીકળી ગયા એટલે પત્યું !
સહજ પ્રકૃતિ - સહજ આત્મસ્વરૂપ
આ કાળમાં પ્રકૃતિ સહજ થાય એમ નથી. તેથી ‘અમે’ આત્મા સહજ આપી દઇએ છીએ અને જોડે જોડે પ્રકૃતિની સહજતાનું જ્ઞાન આપી દઇએ છીએ. પછી પ્રકૃતિ સહજ કરવાની બાકી રહે. આત્મા સહજ સ્વભાવમાં આવે એટલે પ્રકૃતિ સહજ સ્વભાવમાં આવે એવું આ કાળમાં છે.
આ ગુલાબના ફૂલને નિકાલ કરવાનો હોય ? ના, એ તો સહજ સ્વભાવમાં જ હોય. આ અક્કરમીઓ પોતે જ અસહજ થાય છે. બધી જ વસ્તુ સહજ સ્વભાવની છે, આત્મા યે સહજ સ્વભાવનો છે. મનુષ્ય એકલાંની જ પ્રકૃતિ વિકૃત છે. તેથી આત્માનોય એવો વિકૃત ફોટો પડે છે. એટલે પોતે વિકૃત થાય ત્યારે પ્રકૃતિ યે વિકૃત થઇ જાય. માટે પોતે સહજ થવાની જરૂર છે. પણ અસહજ થઇ જાય છે ! પ્રકૃતિ સૂઇ જવા કહે ત્યારે ચોટલી બાંધીને જાગે. અલ્યા, સહજ થઇ જા ને ! ‘સહજ’ એટલે પ્રકૃતિ પ્રેરણા આપે તેમ ચાલે. પ્રકૃતિ વિષયી નથી, વિષયી હોત તો આ જનાવરમાં ય તે દેખાત. વિષયી એ પોતાનો વિકૃત સ્વભાવ છે. પ્રકૃતિ તો સહજ સ્વભાવમાં છે. એને ખાવા-પીવા દાળભાત જોઇએ. એ કંઇ ઢોકળાં નથી માંગતી. ષટ્(છ) રસ માગે છે. તે સહજ રીતે મળી જાય તેમ છે, ત્યારે આ બટાટાવડાં માગે ! સહજમાં કોઇ દોષ નથી, વિકૃતમાં દોષ છે. ‘જ્ઞાની પુરુષ’ પોતે પોતાના સ્વભાવમાં રહે અને પ્રકૃતિને પ્રકૃતિમાં રાખે.