________________
પ્રકૃતિ
૭૩
આપ્તવાણી-૨
તો પ્રકૃતિ જ છે. આ પ્રકૃતિ તો મૂળ આપણી ભૂલથી જ ઊભી થયેલી છે, તે હવે કેવી નચાવે છે ! જ્યાં સંયોગો ટકવાના નહીં ત્યાં કાયમના સંયોગો માની બેઠા !
પ્રકૃતિની વિભાવિકતા પ્રશ્નકર્તા : પ્રકૃતિ વિભાવિક થઇ જાય છે કે, જ્યારે ગાંઠો વધારે ફૂટે તેથી શું એમ બને છે ?
દાદાશ્રી : હા, પણ એને એવિડન્સ ભેગો થાય છે તેથી જ ને ? માણસને ચક્કર આવે ત્યારે એ પડી ના જાય, પણ વધારે પડતા ચક્કરનો એવિડન્સ આવી જાય તો તે પડી યે જાય. ‘જ્ઞાન’ પહેલાં તમે સ્ટેશને ગયા હો અને ત્યાં ખબર પડે કે ગાડી પા કલાક લટ છે. તે તમે તેટલી રાહ જુઓ. પછી ખબર પડે કે હજી અડધો કલાક વધારે લેટ છે. એટલે તમે અડધો કલાક વધારે બેસો. પછી વળી ખબર આવે કે હજી અડધો કલાક લેટ છે, તો શી અસર થાય તમને ?
પ્રશ્નકર્તા : મહીં કંટાળો આવે ને ગાળો દઇ દઉં આ રેલ્વવાળાઓને !
દાદાશ્રી : જ્ઞાન શું કહે છે કે ગાડી લેટ છે તો એ ‘વ્યવસ્થિત’ છે. “અવસ્થા માત્ર કુદરતી રચના છે જેનો કોઇ બાપોય રચનાર નથી, અને તે વ્યવસ્થિત છે.” આટલું આપણે બોલ્યા, એટલે આ જ્ઞાનના શબ્દોના આધારે સહજ રહેવાયું. પ્રકૃતિ અનાદિ કાળથી અસહજ કરે છે, તે જ્ઞાનના આધારે એને સહજમાં લાવવાની. આ પ્રકૃતિ ખરેખર તો સહજ જ છે. પણ પોતાના વિભાવિક ભાવને લીધે અસહજ થાય છે. તો જ્ઞાનના આધારે સહજ સ્વભાવમાં લાવવાની. રીલેટિવમાં ડખો ગયો એટલે આત્મા, સહજ થાય. એટલે શું કે પોતે જ્ઞાતા-દ્રષ્ટા અને પરમાનંદ પદમાં રહે.
આ જ્ઞાન હાજર હોય એટલે ટ્રેન અડધો અડધો કલાક કરતાં આખી રાત કાઢે ને, તોય આપણને શો વાંધો આવે ? અને અજ્ઞાની તો અડધા કલાકમાં કેટલીયે ગાળો આપે. એ ગાળો શું ટ્રેનને પહોંચવાની છે? ગાર્ડને પહોંચવાની છે ? ના. એ કાદવ તો પોતાને જ ઉડાડે છે ! જ્ઞાન હોય
તો મુશ્કેલીમાં મુશ્કેલીને જુએ અને છૂટમાં છૂટને જુએ એનું નામ જ સહજ આત્મા. આ અમારું જ્ઞાન એવું આપ્યું છે કે સહેજેય કંટાળો ના આવે. ફાંસીએ ચઢવાનું હોય તો વાંધો ના આવે. ફાંસીએ ચડવાનું છે એ તો વ્યવસ્થિત છે અને રડીનેય ચઢવાનું તો છે જ, તો પછી હસીને શા માટે ના ચઢીએ ?
પ્રકૃતિ ; સ્વભાવે લજામણી પ્રકૃતિનો સ્વભાવ લજામણી જેવો છે. હાથ અડાડીએ ને તો પાંદડાં સંકોચાઈ જાય. આપણે ઘરમાં કોઇ છોકરાને કહીએ કે તારાથી તો હું કંટાળી ગયો છું, તો તેની પ્રકૃતિ તરત જ લજવાઇ જાય, લજામણીની પેઠ. પણ એને ફરીથી કહેવું જોઇએ કે, “ના ભાઇ, હું ખરેખર તારાથી કંટાળ્યો નથી. એટલે એની પ્રકૃતિ લજવાય નહીં.
આપણે થાકી ગયા હોઇએ તોય ના બોલીએ કે, ‘હું થાકી ગયો છું', નહીં તો આપણી પ્રકૃતિ લજવાઇ જાય. પ્રકૃતિનો સ્વભાવ લજામણો છે. વધારે ખવાઇ ગયું ને અજીર્ણ જેવું લાગે તો બોલીએ નહીં કે અજીર્ણ જેવું થઇ ગયું છે. નહીં તો પ્રકૃતિ લજવાઇ જાય. આપણે તો બોલીએ કે, ‘ના બાબા, સરસ પચી ગયું છે !'
ધણી વાઇફથી કંટાળી જાય તો બોલી નાખે કે તારાથી તો મારું મગજ ખસી જાય છે. પણ તરત જ આપણે મહીં બોલવું પડે કે, “ના બા, મગજ ખસે-બસે એ બીજા, તારાથી તો મને કશું જ થયું નથી.’ એટલે આપણી પ્રકૃતિ લજવાય નહીં. નહીં તો પ્રકૃતિ શું કહે છે કે, ‘તમે વચ્ચે ડહાપણ કરનાર કોણ ?” એટલે આપણે છતું બોલવાનું.
પ્રકૃતિ સમજણથી વળે આ જ્ઞાન મળ્યું છે. માટે હવે એક ક્ષણવાર પણ પ્રમાદનું સેવન કરવા જેવું નથી. એને વઢવાનું નહીં, ઠપકો આપવાનો નહીં. એને કહીએ કે, તારે જે ખાવું હશે તે બધી જ ચીજો તને સપ્લાય કરીશું પણ તું આટલું અમારું માન. દેહને કહીએ કે આટલું અમારું માન. ઇગોઇઝમ બહુ કૂદાકૂદ કરતો હોય તો તેને કહીએ કે, અમારું આટલું માન.