________________
‘નો લૉ’ - લોં
૧૦૧
૧૦૨
આપ્તવાણી-૨
સરકારે કાયદા કર્યા, લોકોએ કાયદા કર્યા, સમાજે કાયદા કર્યા ને કાયદાની ચુંગલમાં આવી ગયા બધા. ધર્મમાં તો કાયદા જ ના હોય. કાયદાની ચુંગલમાં આવ્યો તે કાળા કપડાંવાળામાં ફસાયો. કાળા કપડાં ઇટસેલ્ફ શું કહે કે અમે તો અપશુકનવાળાં છીએ !
એક દહાડો દુનિયાને કાયદા છોડી દેવા પડશે ! ‘નો કૉર્ટ’. આ કોર્ટોથી જ તો બગડ્યું છે બધું ! કાળાં કપડાં ! કાયદા એકસેસ થઇ ગયા એટલે પોઇઝન થઇ ગયું. કાયદો રીતનો હોય. ને ધર્મમાં તો કાયદો જ ના હોય. પરંતુ તુ જૈન શાનો ? તું વૈષ્ણવ શાનો ? તારું ડેવલપમેન્ટ શાનું? જો તું ડફોળ છું તો તારે માટે કાયદાની જરૂર છે અને જો તું ડેવલડ છું. તો તને કાયદાની જરૂર નથી. જૈનને કાયદાની જરૂર જ નથી. એને તો મહીથી જ બધા કાયદા દેખાય ! આપણે કાયદા વગર બધું ચાલવા દીધું ! ને જેને જેમ ફાવે તેમ ચાલવા દીધું ! દરેકને બધી જ છૂટ આપી.
અમે બધા ૩૮ દિવસની જાત્રાએ ગયેલાં, ત્યાંય અમારે તો નો લૉઝ. તે પછી એવું નહીં કે કોઇની જોડે વઢવાનું નહીં. જેની જોડે લઢવું હોય તેની જોડે લઢવાની છટ, તે લઢવાની છૂટ આપવી એવુંય નહીં ને ના આપવી એવુંય નહીં. તે જો લઢે તો “અમે' જોઇએ. રાત્રે પાછા બધાં ‘અમારી’ સાક્ષીએ પ્રતિક્રમણથી ધોઇ નાખે ! સામસામાં ડાઘા પડે અને પાછા બધાં ધોઇ નાખે ! આ પ્યોર ‘વીતરાગ માર્ગ’ છે, એટલે અહીં કેશરોકડાં પ્રતિક્રમણ કરવાં પડે, આમાં પખવાડિક, માસિક પ્રતિક્રમણ ના હોય. દોષ બેઠો કે તરત જ પ્રતિક્રમણ. કાયદો હોય તો મોઢે બોલે નહીં ને મહીં અંદર લોચા વાળે. મહીં ગૂંચાયા કરે. આપણે ત્યાં તો કાયદો જ નહીં. આ અક્રમ જ્ઞાન એવું છે !! અમારી હાજરી છે ત્યાં સુધી છૂટ આપેલી તે કાયદો-બાયદો નહીં.
આખા જગતમાં બધે સાધુ, સંન્યાસી પાસે કાયદા છે. તેમાં આમ બેસવું ને તેમ કરવું. તે લૉઝ તો સંકલ્પ-વિકલ્પ ઊભા કરે અને આત્મા સહજ છે. કાયદો એ બંધન છે. સંઘમાં નિયમ કરે છે ને નિયમ એ જ બંધન છે. એ તો યમમાંથી નિયમમાં આવે તેને માટે છે. યમ એટલે ફર્સ્ટ સ્ટાન્ડર્ડ અને નિયમ સેકન્ડ સ્ટાન્ડર્ડ. ફર્સ્ટમાંથી સેકન્ડમાં આવે તેને માટે
કાયદા છે. મોક્ષ માટે આની જરૂર નથી. મોક્ષ માટે તો આત્માને સહજ વર્તવા દો. સહજ વર્તવા દો તો સહજ મોક્ષ વર્તે !
અહીં ધર્મમાં એક પૈસાનીય વ્યવહાર ના હોય. આરતીના ઘી માટે પૈસા અહીં ના હોય. પુસ્તકો છપાય તે માટે પૈસો જોઇએ, તે અહીં માગવાના ના હોય. અને કેવી રીતે પૈસા વગર ચાલે છે તે જ અજાયબી છે ! જો ધર્મમાં પૈસા ઘાલ્યા તો ‘પૈડ’માં પડવા જેવું છે ! એના માટે તો કાયદા જોઇએ, ઓફિસ જોઇએ ને પાર વગરની જંજાળ જોઇએ. અહીં કાયદો નથી તે બધા કેવા શાંતિથી બેઠા છે ! અને અપાસરામાં તો વ્યાખ્યાન સાંભળવા આવે તો કાંકરાચાળી કરે ! ત્યાં કાયદો હોય કે ‘શાંતિ રાખો’ છતાં કાંકરાચાળી !
આ દુષમકાળના માણસો કાયદા માટે ન હોય. એ તો કંટ્રોલ કર્યો કે મન વધારે બગડે ! અને એક કાયદો પેઠો તો કાયદાની બુકો ગોઠવવી પડે. તે નવું કશુંક થયું તો કાયદો કાઢો, જૂનાં પુસ્તકો કાયદાનાં ઉઘાડો ને તપાસ કરો.
કાયદામાં વિવેક
એક ઘરડા મહારાજ અપાસરામાં ચતુર્માસ કરવા આવેલા. તે બિચારા બહુ ઘરડા ને પગે લંઘાતા હતા. તેમાનાથી ચલાતું જ નહોતું. તે ચાતુર્માસ પૂરા થયા એટલે એમને કહેવામાં આવ્યું કે, “તમે હવે વિહાર કરી જાઓ.” મહારાજને પગે ઠીક થયું જ નહીં, તેથી તેમણે રહેવા માટે એકસ્ટેન્શન માગ્યું. તે સંઘપતિએ કક્રાં કે, “વધારેમાં વધારે જેટલું અપાય તેટલું આપ્યું છે, હવે આગળ એકસ્ટેન્શન નહીં મળે.” હવે મહારાજને તો ફરજિયાત જવું પડે તેમ જ થયું. તે મહારાજે કળાં, “ભલે ત્યારે હું જઇશ. અહીંથી ચાર માઇલે છાણી ગામ છે, ત્યાં વિહાર કરી જઇશ. પણ ચાર માઇલ મારાથી ચલાય તેમ નથી, તો ડોલીની વ્યવસ્થા કરી આપો.” એટલે સંઘપતિએ કકાં કે, “આજ સુધી આવી ડોલી તો અમે કોઇને કરી આપી હોય તેવું યાદમાં નથી.” તે તેમણે પછી પાછલા બધા ચોપડા જોયા, ખાતાવહી જોઇ, તેમના કાયદાના ચોપડા ઉથામ્યા પણ ક્યાંય તેમને એવું