________________
અક્રમ માર્ગ : અગિયારમું આર્ય !
૪
તે તેવું આર્ય જ્ઞાન આપ્યું ! તે જ ‘અક્રમ-જ્ઞાન’. તે જ ઋષભદેવ દાદા ભગવાનનું જ્ઞાન ‘અમે’ તમને કલાકમાં જ રોકડું આપીએ છીએ. પછી તમારે તમારો સંસાર-વહેવાર ચલાવવાનો, છોકરાં પરણાવવાનાં, બધું જ કરવાનું. કશું જૂનું છોડવાનું નથી કે નવું ગ્રહણ કરવાનું નથી. છોડવાનું અમે તમને છોડાવી આપીએ છીએ, અહંકાર અને મમતા છોડાવીએ છીએ ને ‘શુદ્ધાત્મા’ ગ્રહણ કરાવીએ છીએ. પછી ત્યાગ ગ્રહણ કશાનું કરવાનું બાકી રહેતું નથી. ‘હું ચંદુલાલ’ તે અહંકાર ઉઠાવી લઈએ છીએ ને ‘હું શુદ્ધાત્મા છું’ એ ગ્રહણ કરાવીએ છીએ. બસ, આમાં ગ્રહણ-ત્યાગ બધું જ આવી જાય છે !
ભરતરાજાને તો ચોવીસેય કલાક માટે નોકરો રાખવા પડતા. તે દર પા પા કલાકે ઘંટ વગાડીને કહે, “ભરત ચેત, ચેત, ચેત.’ તો તે સાંભળી ભરત રાજા ગાફેલ થયા હોય તો પાછા જાગ્રત થઈ જાય. જ્યારે આજે તો તમે જ દોઢસોની નોકરી કરતા હો ત્યાં તમને એ નોકર શી રીતે પોષાય ? તેથી ‘અમે’ તમારી મહીં જ ચોવીસે કલાકનો નોકર બેસાડી દઈએ છીએ ! તે તમને ક્ષણે ક્ષણે ચેતવ ચેતવ કરે ! અમે મહીં એવી પ્રજ્ઞા બેસાડી દઈએ છીએ કે નિરંતર જ્ઞાન અને અજ્ઞાન જુદું જ પાડી આપે !
‘હું કોણ છું’ એ નથી સમજાતું. અસ્તિત્વનું ભાન છે પણ વસ્તુત્વનું ભાન નથી કે હું કોણ છું. પણ જો વસ્તુત્વનું એક અંશ પણ ભાન થાય તો પૂર્ણત્વે પહોંચે. વસ્તુ સહજ છે. માર્ગ સરળ છે. પણ જ્ઞાન માટે ‘જ્ઞાની’નું નિમિત્ત જોઈએ અને તો જ જ્ઞાન પ્રાજ્ઞ થાય. ‘જ્ઞાની’ પોતે છૂટેલા હોય ને છોડાવવાને શક્તિમાન હોય; એ તરણતારણ કહેવાય. અને આ કાળમાં આ ‘અક્રમ માર્ગ’ એ તો ગજબનો કુદરતી જ બની ગયો છે ! આ તો લિફટ માર્ગ ઊભો થઈ ગયો છે ! તે ભજિયાં-જલેબી ખાતાં, તપત્યાગ કર્યા વગર નિરંતર મોક્ષસુખમાં જ રહેવાય. ‘ક્રમિક માર્ગ’માં ક્રમે ક્રમે તપ ત્યાગ કરતાં કરતાં, અહંકારને શુદ્ધ કરતાં કરતાં જવાનું. અહંકારને એટલો બધો શુદ્ધ કરવાનો કે માન આપે તો અડે નહીં. એવો અહંકાર શુદ્ધ થાય તો આત્મા પ્રાપ્ત થાય. અહંકાર શુદ્ધ કરતાં કરતાં એટલો બધો શુદ્ધ થાય કે શુદ્ધ અહંકાર ને શુદ્ધ આત્મા બેઉ ભેગા થઇ જાય! માન અને
આપ્તવાણી-૨
અહંકાર એ બે જુદી વસ્તુ છે. સ્વક્ષેત્રમાં ‘પોતે’ જ્યાં છે ત્યાં પોતે માને તે અહંકાર નથી. જ્યાં પોતાનું અસ્તિત્વ નથી ત્યાં હું માનવું તે અહંકાર કહેવાય. જ્યારે ક્રોધ, માન, માયા, લોભ એકુંય ના રહે ત્યારે અહંકાર સંપૂર્ણ શુદ્ધ થાય. ‘ક્રમિક’માં ત્યાગ કરતાં કરતાં આગલા પદનું ઉપાદાન કરે અને પાછલા પદનો ત્યાગ કરે. એ બંનેય ક્રમિકમાં સાથે રહે અને ત્યાગ કરે તોય પાછો અહંકાર તો રહે જ ! ને પાછો ‘મેં ત્યાગ્યું’ એનો કેફ ચઢે. આખું જગત જે માર્ગે ચાલ્યું છે એ ‘ક્રમિક માર્ગ.’ સ્ટેપ બાય સ્ટેપ જવાનું એમાં. અને એમાં કંઇક છોડતા જવાનું ને કંઇક ગ્રહણ કરવાનું, અને કોઇ કુસંગ મળે તો કેન્ટિનમાં લઇ જાય ને કહેશે, ‘હેંડો, હું પૈસા ખર્ચીશ'. તે પોતાના પૈસા ખર્ચી કેન્ટિનમાં લઇ જાય ! એવો જોખમવાળો ‘ક્રમિક માર્ગ’ છે ! તેથી તો આ અનંત અવતાર ભટકી મર્યાં છે !
૫૦
આપણે અહીં બધા મહાત્માઓમાં અહંકાર જોઇએ, પણ તે ડ્રામેટિક હોય, કારણ કે ‘ફાઇલો’ રહી છે તેનો નિકાલ કરવો પડે. તેથી ચંદુલાલનો ડ્રામા રડ્યો. નફો થાય તો અડે નહીં ને ખોટ જાય તોય અડે નહીં. માત્ર ચંદુલાલનું નાટક સમભાવે ભજવીને છૂટી જવાનું છે.
‘ક્રમિક માર્ગ’માં આરંભ અને પરિગ્રહ, અહંકાર ને મમતા ઓછી કરતાં કરતાં જવાનું હોય. ત્યાગ કરે એટલે પરિગ્રહ ઓછો થાય અને એટલે મમતા ઓછી થાય. એમ આગળ વધવાનું ને છેક સુધી જો કુસંગ પ્રાપ્ત ન થાય તો ઠેઠ સુધી પહોંચી જાય ! નહીં તો એક જ કુસંગ પાછાં કેટલાય પગથિયાં ઉતારી દે ! ‘ક્રમિક માર્ગ’માં તો છેલ્લા અવતાર સુધી આરંભ-પરિગ્રહ રહે પણ જેટલો આરંભ-પરિગ્રહ ઘટતો જાય તેટલા અંશે ક્રોધ, માન, માયા, લોભ ઘટતાં જાય. છતાં, મહીં અકળામણ રક્ષા કરે, ઠેઠ સુધી રહ્લા કરે. અને ‘અક્રમ માર્ગ’માં ક્રોધ, માન, માયા, લોભ રહેતાં જ નથી, અને છતાં જે અસર માલૂમ પડે છે એ ક્રોધ નથી, એ તો પ્રકૃતિનો ઉગ્રતાનો ગુણ છે. એમાં આત્મા ભળે, ‘તન્મયાકાર’ થાય તો એ ક્રોધ કહેવાય. બન્ને ભેગા થાય ત્યાર પછી સળગે છે. અને ‘અમે’ તમને આત્મા આપ્યો છે તે છૂટો જ રહે. એટલે ઉગ્રતાનું તોફાન વગેરે બધુંય થાય, પણ તાંતો ના રહે. તાંતો ના રહે એને ક્રોધ ના કહેવાય.