________________
આપ્તવાણી-૨
મૂર્તિધર્મ : અમૂર્ત ધર્મ
પ કોઇ ! બહુ સુંદરમાં સુંદર ! જેણે જગતની સ્પૃહા જ છોડેલી હતી. જગતના કોઇ વિષયની સ્પૃહા એમને નહીં, એવા નિસ્પૃહ થઇ ગયા.
અંગ્રેજો શાંતિથી ચર્ચમાં ઊભા રહે છે તે કરેક્ટ છે. મુસ્લિમો બાંગ પોકારે છે તેય કરેક્ટ છે અને હિન્દુઓ મનમાં ધીમે ધીમે બોલે છે તેય કરેક્ટ છે. કોઇ હિન્દુ જરા જોરથી બોલતો હોય કે બિલકુલ ના બોલતો હોય, જડ જેવો હોય તેને કહેવું કે ‘જરા જોશથી બોલજે.' જરા જડ જેવો જૈન હોય તો તેને કહેવું કે ‘અલ્યા, નવકાર મંત્ર મનમાં શું ગા ગા કરે છે ? બોલ જોશથી તે અહીં આગળ અવાજ થાય. મહીં ઘંટ વાગે એવું બોલ. એટલે દરેકની જુદી જુદી દવા હોય. મનુષ્ય માત્રને જુદા જુદા રોગ હોય તેની જુદી જુદી દવા હોય. જીવ માત્રને જુદા જુદા રોગ હોય. હવે તમે કહો કે આ બધાંને ઊલટીની દવા આપી દો દાદા, તો શું થાય ?! એટલે આ જગત આવું છે, તેથી ભગવાને અનેકાંત મૂકેલું, સ્યાદવાદ કે કોઇ જીવની જોડે મતભેદ જ નહીં.
પ્રશ્નકર્તા મંદિરમાં ઘંટનો અર્થ શો છે ?
દાદાશ્રી : મૂર્તિને ઘંટની કશી જ જરૂર નથી. દર્શન કરવા આવનારનું એકચિત્ત’ થાય એટલા માટે ઘંટ છે. બહારનો કોલાહલ સંભળાય નહીં. ધૂપ, અગરબત્તી એ બધું પણ એકચિત્ત, એકધ્યાન થાય એટલા માટે હોય છે.
વીતરાગ ભગવાનની મૂર્તિ શું કહે છે ? જો તારે મોક્ષે જવું હોય તો આ ભવ પૂરતું હાથપગ વાળીને બેસી રહેજે એટલે કે, મશીનરી બંધ કરીને બેસી રહેજે તોય તારું બધું ચાલે એવું છે !
મૂર્તિમાં જોવા જેવું શું છે ? પથ્થર જોવા જેવો છે ? આંખો જોવા જેવી છે ? આ તો આંતરિક ભાવ બેસાડવા માટે છે કે આ ભગવાન મહાવીરની મૂર્તિ ! કેવા હતા ભગવાન મહાવીર ! કેવા વીતરાગી ! અત્યારે તો હવે આંતરિક ભાવ થતા નથી તે પછી મૂર્તિ પર આંગી કરી! તે સુંદર આંગીથી ચિત્ત એકાગ્ર થાય; અને તોય ચિત્ત એકાગ્ર ના થાય તો ઘંટ વગાડે કે તેનાથી બહારથી ગીતો આવતાં હોય કે લઢવાડ થતી હોય તોય ચિત્ત ત્યાં ના જાય. ને પાછું ધૂપ સળગાવે તે સુગંધમાં તન્મયાકાર રહે. આ તો જે તે રસ્તે પાંચ ઇન્દ્રિયને અહીં એકાગ્ર રાખે. તે જે સેકન્ડનો નાનામાં નાનો ભાગ એકાગ્ર રહે, તોય એટલું તો કમાયો ને !
આ તો શું જરાક વઢવાડ થાય, અરે કોઇ ધૂળ ઉડાડે તો લોક ભેગાં થઇ જાય છે ! શાને માટે ? ક્યાંય ચિત્ત એકાગ્ર થતું નથી, ત્યારે કાંઇ નવું જોવા જેવું મળ્યું તો ચિત્ત એકાગ્ર થાય. આ તો ભગવાનની મૂર્તિ પાસેય ચિત્ત એકાગ્ર થતું નથી તે બીજે ક્યાં ચિત્ત એકાગ્ર થશે ? મહીં પાર વગરની બળતરા છે. તે ક્યાંય એકાગ્રતા નથી થતી. આ તો અટકણવાળા ઘોડા પાસે બંકિયો ટેટો ફોડે તેવા લોક થઇ ગયા છે ! કણા ખાવા જેવા લોક છે. તે એક ફક્ત કરુણા રાખવા જેવું છે !
પ્રતિમામાં પ્રાણ પૂરે જ્ઞાતી પ્રશ્નકર્તા : દેરાસરમાં મૂર્તિઓમાં પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવે તો મૂર્તિમાં શક્તિ વધી જાય ખરી ?
દાદાશ્રી : હા, વધેને. પ્રાણપ્રતિષ્ઠા હુક્કામાં કરું તોય એમાં શક્તિ વધી જાય અને મૂર્તિમાં તો દરેક લોકોના આરોપિત ભાવ છે. ત્યાં પ્રાણપ્રતિષ્ઠા કરે એટલે ફળ આપે. પણ આ કાળમાં પ્રાણપ્રતિષ્ઠા સાચી થતી નથી. “અમે” સાચી પ્રાણપ્રતિષ્ઠા કરીએ, પણ ઉદય સિવાય “અમે’
જિતમુદ્રા વીતરાગો શું કહે છે ? અમે કશું જ સ્વીકારતા નથી અને તું જે આપીશ તે તને રીટર્ન વીથ થેન્કસ્. તું ચાર આના નાખીશ તો તને અનેકગણું મળશે. ફૂલ નાખીશ તો અનેકગણાં ફૂલાં મળશે અને ગાળ આપીશ તો તેય તને અનેકગણી મળશે. એક ફેરો વીતરાગને માટે મનવચન-કાયાની એકતાથી ખર્ચા તો જો ! આ વીતરાગોની જ આવી મૂર્તિ હોય છે. બીજા કોઇની આવી મૂર્તિ જોઇ છે ? આ તો વીતરાગ મુદ્રા કહેવાય ! જેવી જેની મૂર્તિ તેવું તેનું ડેવલપમેન્ટ,