Book Title: Antariksh Parshwanath
Author(s): Jambuvijay, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

View full book text
Previous | Next

Page 7
________________ I નમ: શ્રી ઉત્પરિક્ષાર્શ્વનાથાય || श्री अंतरिक्षपार्श्वनाथजी तीर्थ - ઈતિહાસ અને માહાભ્ય આ તીર્થનું સતત ચાલતું સ્મરણ. अंतरिक्ष वरकाणो पास, जीरावलो ने थंमणपास । गाम नगर पुर पाटण जेह, जिनवर चैत्य नमुं गुणगेह ॥ આ સત્તતીર્થર્વવન સ્તોત્રની કડીથી પ્રાત:કાલના પ્રતિક્રમણમાં આપણે જેમને નિત્ય નમન કરીએ છીએ તે શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનનું તીર્થ હમણાં વરાડાને નામે ઓળખાતા પ્રાચીન વિર્ષ દેશના આકોલા જીલ્લાના વાશીમ તાલુકાના લગભગ ૨૦ ઉત્તર અક્ષાંશ અને ૭૦ પૂર્વ રેખાંશ ઉપર રહેલા શિરપુર નામના ગામમાં આવેલું છે. ગામના એક છેડા ઉપર આપણું જિનાલય છે. તેમાં ભોયરાની અંદર એક મોટા ગોખલામાં લગભગ મસ્તક સુધી ૩૬ ઈંચ ઊંચી અને ફણા સુધી ૪ર ઈચ ઊંચી તથા ૩૦ ઈંચ પહોળી શ્રી અંતરિક્ષપાર્શ્વનાથસ્વામીની મૂર્તિ બિરાજે છે. મન્તરિક્ષ શબ્દનો અર્થ “આકાશ' થાય છે એટલે ઊંચે આકાશમાં અર્થાત કોઈપણ આધાર વિના ભૂમિથી અદ્ધર રહેલી શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા એવો શ્રી મન્તરિક્ષપાર્શ્વનાથ શબ્દનો અર્થ થાય છે. અને ખરેખર આ પ્રતિમાજી ભૂમિનો જરા પણ આધાર રાખ્યા સિવાય તેમ જ પાછળ તથા બંને પડખે ભીંતનો જરા પણ સ્પર્શ કર્યા વિના ભૂમિથી એક આંગળ અદ્ધર જ વિરાજે છે. પ્રતિમાજીની નીચેથી બરાબર અંગભૂંછણું પસાર થાય છે. તેમ જ પ્રતિમાજીની પલાંઠી પાસે બંને પડખે દીવા મૂકીને પણ મૂર્તિની નીચે તેમજ પાછળ સર્વત્ર પથરાઈ જતો પ્રકાશ જોઈ શકાય છે. એક નાનું સરખું પાંદડું પણ આકાશમાં અદ્ધર નથી રહી શકતું, છતાં આટલાં મોટા અને વજનદાર પ્રતિમાજી સેંકડો વર્ષોથી કોઈ પણ આધાર વિના અદ્ધર બિરાજે છે એ એક મહાન અતિશય જ છે અંધકારમય કલિયુગમાં પણ અપાર તેજથી ઝગમગતી ખરેખર આ તેજસ્વી જ્યોત છે. શ્રી પાર્શ્વનાથ ભગવાનનો મહિમા અને પ્રગટ પ્રભાવ સુપ્રસિદ્ધ છે જ, છતાં સર્વ માણસો પ્રત્યક્ષ જોઈ શકે એવો પ્રભાવ તો અહીંયા જ દષ્ટિગોચર થાય છે. આ પ્રતિમાનાં દર્શન કરીને આસ્તિકના આનંદ અને વિસ્મયનો તો પાર રહેતો નથી જ, પરંતુ નાસ્તિકની બુદ્ધિ પણ અહીંયા તો આવીને નમી જાય છે અને તેને આસ્તિક બનાવી દે તેવો આ ચમત્કાર છે. માત્ર જૈનો જ નહીં, પણ શિરપુરમાં તેમ જ આજુબાજુના ગામોમાં વસતા જૈનેતરો પણ આ મૂર્તિ ઉપર અપાર શ્રદ્ધા ધરાવે છે અને દર્શનાર્થે તથા વંદનાર્થે આવે છે.

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60