________________
ત્યારપછી ગુરુમહારાજની સાથે મારવાડમાં વિચરતા મેં સૂત્ર વગેરેનો યથારુચિ અભ્યાસ કર્યો. પછી તેથી સંતુષ્ટ થયેલા ગુરુ મહારાજે જોધપુર નગરમાં સંઘસમક્ષ મને ગણિ પદવી આપી. ત્યારપછી પાટણના સંઘની વિજ્ઞમિથી ગુરુમહારાજ વચમાં આબુ(અર્બુદગિરિ)ની યાત્રા કરીને શિષ્યો સાથે ગુજરાતમાં પધાર્યા. રસ્તામાં જતાં ગ્રીષ્મઋતુની ઉષ્ણતાને લીધે મારી આંખોમાં રોગ લાગુ પડ્યો, પણ જેમ તેમ કરીને કષ્ટથી ગુરુમહારાજ સાથે પાટણ પહોંચ્યો. ત્યાંના શ્રીમંત શ્રાવકોએ ઘણા ઘણા ઔષધોપચાર કર્યો, પણ મારી આંખોમાં કશો ફાયદો થયો નહીં. છેવટે મારી આંખો ચાલી ગઈ અને હું અંધ બન્યો.
દીવા વિના ઘરની જેમ નેત્રરહિત થયેલાં મેં એક વખત આ શ્રી વિજયદેવસૂરિને ગયેલી આંખો ફરી પ્રાપ્ત થાય તે માટે ઉપાય પૂછયો. આચાર્ય મહારાજે કૃપા કરીને પૂર્ણ વિધિવિધાન સાથે પદ્માવતી દેવીનો મહાનમંત્ર મને આરાધવા માટે આપ્યો. પછી ચોમાસું પૂર્ણ થયે, એક સાધુને મારી પાસે મૂકીને આચાર્ય મહારાજ અન્યત્ર વિહાર કરી ગયા. પછી ગુરુમહારાજે બતાવેલી વિધિપૂર્વક પદ્માવતી મંત્રનું આરાધન કરવાથી પદ્માવતી દેવીએ પ્રત્યક્ષ આવીને વિસ્તારથી નીચે મુજબ મને વૃત્તાંત કહ્યોઃ
હરીવંશમાં ઉત્પન્ન થયેલા તથા કાચબાના લાંછનાવાળા શ્રી મુનિવવ્રતસ્વામી ભગવાનના શાસનમાં રાવણ નામનો મહાબલવાન પ્રતિવાસુદેવ થયો હતો. એક વખત તેણે પોતાના બનેવી ખરદૂષણ રાજાને કોઈક કાર્યાર્થે શીધ્ર મોકલ્યો હતો. પાતાલલંકાના અધિપતિ તે ખરદૂષણ રાજા પણ વિમાનમાં બેસીને પક્ષીની જેમ આકાશમાર્ગે પ્રયાણ કરતો ચાલતાં ચાલતાં અનુક્રમે અનેક નગર, દેશ, વનખંડ તથા પર્વતોને ઓળંગીને ભોજનના અવસરે વિંગોલી દેશમાં આવી પહોંચ્યો. ભોજનનો અવસર થયો હોવાથી ત્યાં ભૂમિ ઉપર ઉતરીને સ્નાન કરીને પૂજાપાત્ર હાથમાં ધારણ કરીને ખરદૂષણ રાજાએ રસોઈઆને જિનચૈત્ય (પ્રતિમા) લાવવા માટે કહ્યું. સાથે જિનપ્રતિમા લાવવાનું ભૂલી ગયો હોવાથી ભયભીત બનેલા રસોઈઆએ હાથ જોડીને પ્રણામ કરીને કહ્યું કે હે સ્વામિન્ન ! ગૃહચૈત્ય (ઘરમંદિર) તો હું પાતાલલંકામાં ભૂલી ગયો છું. આ સાંભળીને તરત જ રાજાએ વાલુ (રેતી) છાણ ભેગાં કરીને પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા બનાવી. અને નમસ્કાર મહામંત્રથી પ્રતિષ્ઠા કર્યા બાદ પૂજા કરીને આશાતના ન થાય તે માટે પાસેના કૂવામાં મૂર્તિને પધરાવી દીધી. કૂવામાં રહેલા દેવે તે પ્રતિમાને પડતાંની સાથે જ ઝીલી લીધી અને વજ જેવી દઢ મજબૂત કરી દીધી. ખરદૂષણ રાજા પણ ભોજન કરીને ત્યાંથી નીકળ્યો અને રાવણનું કાર્ય કરીને લંકા નગરીમાં પહોંચી ગયો ત્યારપછી ઘણા કાળ સુધી કૂવાના દેવે ભાવિતીર્થકર શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાની બહુ ભક્તિપૂર્વક પૂજા કરી.
થી અંતરિક્ષ પાર્શ્વનાથ
દ
કે