Book Title: Antariksh Parshwanath
Author(s): Jambuvijay, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

View full book text
Previous | Next

Page 48
________________ આ હુકમ મળતાં જ શ્વેતાંબરોએ લેપની તૈયારી કરી દીધી તેટલામાં તો દિગંબરોએ નાગપુરની હાઈકોર્ટમાં લેટર્સ પેટંટ અપીલ (Letters Patent Appeal) કરી અને લેપની અટકાયત ચાલુ રાખવાની (Continuation of the stay) માગણી કરી, પણ ૧૭-૩-૧૯૪૮ ના હુકમથી કોર્ટે એ અપીલ પણ કાઢી નાખી, અને લેપ કરવા બદલ કોઈ પણ પ્રકારનો મનાઈ હુકમ આપવાની ના પાડી. આથી કોઈ પણ જાતની આડખીલી વચમાં ન રહેવાથી ૩-૧૦-૧૯૪૮ તારીખે શ્વેતાંબરોએ લેપ કરવાની શરૂઆત કરી, અને લેપ સુકાઈ જતાં ૧૩-૧૧-૧૯૪૭ થી પૂજા-પ્રક્ષાલની શરૂઆત પણ કરવામાં આવી. અત્યારે આ સુંદર અને તેજસ્વી લેપથી મૂર્તિ ઝગમગ ઝળકી રહી છે. સવંત ૨૦૧૫ માં પ્રભુ પ્રતિમાને ફરી લેપ કરવાનો પ્રસંગ ઉપસ્થિત થયો. લેપનું કામ શરૂ થતાં દિગંબરીઓએ સરકારમાં તદ્દન ખોટી ફરિયાદો નોંધાવી પ્રભુની ઘોરઆશાતના કરી. સત્ય કહીકત પુરી પાડતા બધા અવરોધો દૂર થયા. લેપ શાંતિથી પૂર્ણ થયો. દિગંબરીઓએ કરેલી આશાતનાઓની શાંતિ કરવા માટે આચાર્ય ભગવંત શ્રી વિજયભુવનતિલકસૂરીશ્વરની નિશ્રામાં અઢાર અભિષેક અને અષ્ટોત્તરી શાંતિસ્નાત્ર વગેરે કરવામાં આવી. સંવત ૨૦૧૭ ના ફાગણ માસમાં ફરી પૂજા પ્રક્ષાલ વગેરે શરૂ કરવામાં આવી. તીર્થોના બીજા નામોલ્લેખો શ્રી અંતરિક્ષપાર્શ્વનાથ ભગવાનના તીર્થના ઉત્પત્તિ આદિ વર્ણવતાં જે પ્રાચીન ઐતિહાસિક ઉલ્લેખો ઉપલબ્ધ થયા છે, તે લગભગ તમામ ઉલ્લેખોનું વર્ણન આવી ગયું છે. બીજા પણ કેટલાંક પ્રાચીન લખાણો છે કે-જેમાં અંતરિક્ષજીનો ઈતિહાસ નહીં પણ માત્ર નામોલ્લેખ મળે છે. આવા ઉલ્લેખો પૈકીના ખાસ ખાસ નીચે મુજબ છે. ‘શ્રીપુરે અન્તરિક્ષ શ્રીપાર્શ્વ-આ ઉલ્લેખ શ્રી જિનપ્રભસૂરિરચિત વિવિધતીર્થ કલ્પાન્તર્ગત ચતુરશીતિમહાતીર્થનામસંગ્રહકલ્પ-(પૃ૦૮૬)માં છે. આજ જિનપ્રભસૂરિએ રચેલા શ્રીપુરઞન્તરિક્ષ પાર્શ્વનાથત્વનો ઉલ્લેખ પહેલાં આવી ગયો છે. ત્યાં એ પણ સાથે જણાવ્યું છે કે-એની રચના સં. ૧૩૮૭ આસપાસ થઈ હશે. પરંતુ ચતુરશીતિ મહાતીર્થ નામસંગ્રહકલ્પની રચના સં. ૧૩૬૯ પહેલાં જ તેમણે કરી હશે એમ લાગે છે, કારણ કે આ કલ્પમાં તેમણે શત્રુંજયતીર્થનું વર્ણન કરતાં સં. ૧૦૮માં ૧વજ્ર સ્વામી અને જાડવશાહના હાથે પ્રતિષ્ઠિત થયેલા શ્રી આદીશ્વર ભગવાન અને પુંડરીકસ્વામીનો ઉલ્લેખ કર્યો છે પરંતુ આ બિંબનો પ્રતિમાજીનો સં. ૧૩૬૯ માં મુસલમાનોને હાથે વિનાશ થયો હતો. થી. અંતરિક્ષ પાર્શ્વનાથ

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60