________________
| નમ : શ્રી મન્તરિક્ષાર્શ્વનાથાય છે. શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથજી તીર્થ વિષે એક મહત્વનો પ્રતિમાલેખ
જવલંત પુરાવો શ્રી અતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનનાતીર્થસંબધી ઐતિહાસિક માહિતિ બની શકે તેટલાં સાધનોદ્વારા મેળવીને વિસ્તારથી હું જણાવી ચૂક્યો છું, કે જેનાથી વાચકો સુપરિચિત છે. આ પ્રકરણમાં તેની જ પૂર્તિરૂપે શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ તીર્થ સંબંધમાં મળી આવેલો એક મહત્ત્વનો ઘાતુનાં પ્રતિમાજી ઉપર કોતરેલો લેખ આપવામાં આવે છે.
સંવત ૨૦૦૬ માં અમારું આકોલામાં ચાતુર્માસ હતું, ત્યાંથી વિહાર કરી બાલાપુર, શેગાંવ, ખામગાંવ, મલકાપુર તથા બુનપુર થઈ અહીં જલગાંવમાં આવવું થયું. વચમાં બુહનપુર કે જે આજથી ત્રણસો વર્ષ પૂર્વે જૈનોનું મોટું કેન્દ્ર હતું અને જ્યાં અઢાર જિનાલયો હતાં ત્યાં આજે વસ્તી ઘટી જવાથી બધાને ભેગા કરીને એક ભવ્ય જિન મંદિર બાંધવામાં આવ્યું છે, ત્યાંના બધા પાષાણ તથા ધાતુના પ્રતિમાજી ઉપરના લેખો નોંધ્યા કે જે ઐતિહાસિક દષ્ટિએ ઘણા ઉપયોગી છે. તે જ પ્રમાણે અહીં આવીને પણ અહીંના પાષાણના શ્રી વાસુપૂજ્ય સ્વામીના ભવ્ય જિનાલયમાંની મૂર્તિઓ ઉપરના લેખોનોધતા શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાના ઉલ્લેખવાળો એક મહત્વનો લેખ એક ધાતુનાં પ્રતિમાજી ઉપર મળી આવ્યો અને મારા આનંદનો પાર રહ્યો. એલેખનીચે મુજબ છે:
संवत १७०५ वर्षे फागुणवदि ६ बुधे श्री अवरंगाबाद यवास्तव्यप्राग्वाटज्ञातीयदृग्र (?) - शास्त्रायां सा० अमीचंदभार्या बाइ इंद्राणिनाम्न्या स्वकुट (टुं) बश्रेयसे स्वकारितप्रतिष्टायां श्रीवासुपूज्यजिनबिम्बं कारितं प्रतिष्ठितं च तपागच्छाधिराज श्रीविजयसेनसूरीश्वरपट्टालंकारभट्टारकश्रीश्रीश्रीविजयदेवसूरिभिः श्रीअंतरिक्षपार्श्वनाथ प्रतिमालंकृतश्रीसिरपुरनगरे ॥ शुभं भवतु ॥ श्री ॥ | ભાવાર્થ “વિક્રમ સંવત ૧૭૦૫નાફાગણવદિકને બુધવારેગાબાનાવતની પોરવાડ જ્ઞાતિના ગ્ન (?) શાખાના અમીચન્દ્રની પત્ની ઈંદ્રાણી નામની બાઈએ પોતાના કુટુંબના કલ્યાણના માટે પોતે કરાવેલી પ્રતિષ્ઠામાં શ્રીવાસુપૂજ્ય ભગવાનનું બિંબકરાવ્યુંઅનેતપાગચ્છાધિરાજશ્રીવિજયસેનસૂરીશ્વરજી મહારાજના પટ્ટાલંકાર શ્રી વિજયદેવસૂરીએ શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનના પ્રતિમાથી અલંકૃત સિરપુરનગરમાં તેની પ્રતિષ્ઠા કરી.”
ઉપરના લેખમાં એમ જણાવ્યું છે કે સં. ૧૭૦૫ માં ઔરંગાબાદના વતની અમીચંદ નામના શ્રાવકની પત્ની ઈદ્રાણી નામની શ્રાવિકાએ શ્રી વિજયદેવસૂરિજી મહારાજને હાથે અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનનાં તીર્થમાં એ ધાતુના પ્રતિમાજીની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આથી એ વાત સિદ્ધ થાય છે આજથી ત્રણસો વર્ષ પૂર્વે શ્વેતાંબરોનો જ ત્યાં અધિકાર હતો. ઔરંગાબાદમાં તે વખતે જૈનોની ગણી મોટી વસ્તી હતી. ત્યાં દેરાસરો પણ ઘણાં હતાં તેમજ ત્યાં અનેક મોટા મોટા આચાર્યાદિ મુનિરાજોના ચાતુર્માસ થતાં હતાં. અંતરિક્ષજી તીર્થથી (શિરપુરથી) ઔરંગાબાદ ૧૨૦ માઈલ જ દૂર છે. સંભવ છે કે શ્રી વિજયદેવસૂરિશ્વરજી મહારાજ ઔરંગાબાદથી અંતરિક્ષજી પધાર્યા હોય અને ત્યાં ઔરંગાબાદથી આવેલા શ્રાવકોએ તેમને હાથે પ્રતિષ્ઠા કરાવી હોય.
આ ધાતુનાં પ્રતિમાજી શિરપુરથી (અંતરિક્ષથી)અહીં જલગાંવમાં શી રીતે અને ક્યારે આવ્યા તે કંઈ કહી શકાતું નથી, કેમકે સામાન્ય રીતે ધાતુની મૂર્તિઓ “ચલ” હોવાથી એક
પ૩
ના રોજ
. તો
આ થી આંતરિક્ષ પાર્શ્વનાથ
હા
8 -
-