Book Title: Antariksh Parshwanath
Author(s): Jambuvijay, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti
View full book text
________________
બાલાપુરમાંથી મળી આવેલાં હસ્તલિખિત પાનાંઓમાં ૫૪ કડીનો છે. વળી હસ્ત લિખિત સાથે સરખાવતાં પ્રા૦ સ્ત, સંવમાં છપાયેલ છંદની કડીઓમાં ઘણું અંતર દેખાય છે. એટલે આ છંદ પુનઃ છાપવા યોગ્ય સમજીને નીચે મુજબ આપવામાં આવે છે.
૬. આ સિવાય મહિમાસાગર શિષ્ય આનંદવર્ધનકૃત અંતરિક્ષ પાર્શ્વનાથ સ્તોત્ર (જૈનધર્મસિંધુ પૃ. ૫૩૭), વિનયપ્રભસૂરિકૃત તીર્થયાત્રા સ્તવન, સમયસુંદરકૃત (સં. ૧૬૮૬) તીર્થમાલા વિગેરે વિગેરે અનેક ગુજરાતી કાવ્યોમાં આ તીર્થનો ઉલ્લેખ છે.
કવિ લાવણ્યસમયવિરચિત
શ્રી અંતરિક્ષપાર્શ્વનાથ છંદ સરસ વચન દે સરસતિ માત, બોલિસ આદિ જિ સિ વિખ્યાત; અંતરીક ત્રિભુવનનો ધણી, પ્રતિમા પાસ જિનેસરતણી. ૧ લંકધણી જે રાવણ રાય, તેહતણો બનેવી કહેવાય; ખરદૂષણ નામે ભૂપાલ, અહિનિસિ ધર્મતણો પ્રતિપાલ. ૧૨ સદગુરુ વચન સદા મન ધરે, વિણ કાલ જિનપૂજા કરે; મન આખડી ધરી છે એમ, જિનપૂજા વિણ જમવા નેમ. ૩ એક વાર મન ઉલટ ધરી, ગજ રથ ઘોડા પાયક તરી; ચડ્યો રવાડી સહુ સંચરે, સાથે દે હરાસર વિસરે. ૪ દેહરાસરીયો ચિંતે ઈસ્યું, વિન દેહરાસર કરવું કિરૂં ? રાયતણે મન એ આખડી, જિનપૂજા વિણ નહીં સુખડી. ૧૫ પ્રતિમા વિણ લાગી ચટપટી, ચડ્યો દિવસ દસ બારહ ઘટી; કર્યા એકઠા વેલુ છાન, સા(મા)થે સાખી કીધો ભાણ. ૬ નહીં કોઈ બીજી આસન, પ્રતિમા નિપાઈ પાસની; તે કરતાં નવિ લાગી વાર, થાપ્યો મહામંત્ર નવકાર. I૭ પંચ પરમેષ્ટિનો કરે ધ્યાન, કરી પ્રતિષ્ઠા સહુ પ્રધાન; દેહરાસરીયો હરખું હસે, પ્રતિમા દેખી મન ઉલ્લખે. 10 આવ્યો રાજા કરી અંઘોલ, બાવનચંદન કે શર ઘોલ; પ્રતિમા પૂછ લાગ્યો પાય, મન હરખ્યો ખરદૂષણ રાય. ૯ એક વેલ ને બીજે છાણ, પ્રતિમાનો આકાર પ્રમાણ; ધરમી રાજા ચિંતા કરે, રખે કોઈ આશાતના કરે. ૧૦ પ્રતિમા દેખી હિયડું ઠરે, સાથ સહિત ભલાં ભોજન કરે; તેહજ વેલા તેહજ ઘડી, પ્રતિમા વજ તણી પરે જડી. ૧૧ બંધ ધરી ખરદૂષણ ભૂપ, પ્રતિમા મેલી તવ જ લકૂપ; ગયો કાલ જલમાંહી ઘણો, પ્રતિમા પ્રગટી હવે તો સુણો. ૧૨ એલગપુર એલ.દે રાય, કુદી છે ભૂપતિની કાય; ન્યાયવંત નવિ દંડે- લોક, પૃથિવી વરતે પુણ્યસિલોક. ૧૩

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60