________________
જાહેરાત કરે. ઈસ્વીસન ૧૯૦૫માં ટાઈમટેબલ કરીને દિગંબરોને પૂજા વગેરેમાં સમાન અધિકાર એક વખત આપીને હવે તીર્થનો સર્વાધિકાર (Absolute Right) માગવાનો શ્વેતાંબરોને અધિકાર નથી. આ જાતનો તેમણે એસ્ટોપેલ (અટકાવવા) નો કાયદો પણ ઉપસ્થિત કર્યો.
કોર્ટે બન્ને પક્ષના પુરાવા તથા નિવેદનો તપાસ્યાં અને પક્ષની અનેક વ્યક્તિઓની જુબાની લીધી. કમીશન નિમાયાં. અંતરિક્ષમાં જાતે જઈને તપાસ પણ કરવામાં આવી. છેવટે સન ૧૯૧૮ ના માર્ચની ર૭ મી તારીખે આકોલા કોર્ટના વધારાના ન્યાયાધીશે (Additional District Judge) ૪૦ પાનાનો લંબાણ ચુકાદો આપ્યો. તેમાં તેમણે જણાવ્યું કે તીર્થ અને મૂર્તિ શ્વેતાંબરી જ છે, પરંતુ સન ૧૯૦૫ માં શ્વેતાંબરોએ ટાઈમટેબલ કરતી વખતે રાજીખુશીથી દિગંબરોને પણ અધિકાર આપ્યો હોવાથી હવે શ્વેતાંબરોથી દિગંબરોના અધિકારનો ઈન્કાર કરી શકાય નહીં. લેપના સંબંધમાં ન્યાયાધીશે જણાવ્યું કે પહેલાં પણ જ્યારે જ્યારે લેપ કરવામાં આવ્યો હતો ત્યારે ત્યારે કટિસૂત્ર અને કચ્છોટનો દેખાવ તેમાં કરવામાં આવતો જ હતો, એમ અનેક પુરાવાઓથી સિદ્ધ થાય છે. સવંત ૧૯૬૪ (ઈસ્વીસન ૧૯૦૮) ના લેપ વખતે શ્વેતાંબરોએ તેમાં કંઈ પણ ઉમેર્યું હોય એમ હું ક્ષણવાર પણ માની શક્તો નથી. આ જજમેન્ટને અનુસરતું હુકમનામું પણ સન ૧૯૧૮ ના એપ્રીલની બીજી તારીખે આપવામાં આવ્યું તેમાં મુખ્ય કહીકત નીચે મુજબ છે
“બંને પક્ષના લોકોએ સં. ૧૯૯૧ સન ૧૯૦૫) માં થયેલા ટાઈમટેબલને વળગી રહેવું. અને તેના નિયમોને પાળવા. પોતાના પક્ષમાં જે કંઈ નાણાંની આવક થાય તે અલગ અલગ એકઠી કરવાનો બંનેને અધિકાર છે (લેપ ખોદી નાખ્યાની વાત સાચી હોવા છતાં) ક્યા માણસે લેપ ખોદી નાખ્યો છે, એ વાતને શ્વેતાંબરો સિદ્ધ કરી શક્યા ન હોવાથી નુકશાનીના બદલાની તેમની માગણી કાઢી નાખવામાં આવે છે. શ્વેતાંબરોને તેમના સમય દરમિયાન ચ-ટીકા-મુગટ-આંગી વગેરે રાખવાનો હક્ક છે. તે જ પ્રમાણે દિગંબરોને પણ તેમના સમયમાં ચક્ષુ, ટીકા વગેરે સિવાય તેમની પદ્ધતિ પ્રમાણે પૂજા કરવાનો અધિકાર છે. શ્વેતાંબરો મૂર્તિનો લેપ કરાવે તેમાં તથા લેપમાં કંદોરા-લંગોટ વિગેરેનો આકાર કાઢે તેમાં દિગંબરોએ જરા પણ હરકત નાખવી નહીં, પરંતુ શ્વેતાંબરોએ કંદોરા-કચ્છોટ વગેરેનાં ચિન્હ એવાં આછાં પાતળાં કરવા કે જેથી દિગંબરોની લાગણી દુઃખાય નહીં “મૂર્તિ અને મંદિર મૂળમાં શ્વેતાંબરી હોવા છતાં અત્યારે શ્વેતાંબરોની સર્વાધિકારની માંગણી નામંજૂર કરવામાં આવે છે.”
આ ચૂકાદાથી શ્વેતાંબરો અને દિગબરો બંને નારાજ થયા. કોઈને પણ સર્વાધિકાર મળ્યો નહીં. શ્વેતાંબરોને વહીવટ કરવાનો પણ સંપૂર્ણ અને અબાધિત અધિકાર ન મળ્યો. લેપ કરવાનો અને લેપમાં કચ્છોટ તથા કંદોરાની આકૃતિ કાઢવાનો થી અંતરિક્ષ પાર્શ્વના