Book Title: Antariksh Parshwanath
Author(s): Jambuvijay, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

View full book text
Previous | Next

Page 37
________________ અધિકાર શ્વેતાંબરોને અવશ્ય મળ્યો, પણ કોર્ટનો હુકમ એટલો બધો અસ્પષ્ટ હતો કે કચ્છોટ અને કંદોરા વગેરેનો આકાર કેટલો મોટો કાઢવો એનો સ્પષ્ટ ખુલાસો તેમાંથી મળતો ન હતો. આથી મધ્યપ્રાંતના જ્યુડીશિઅલ કમીશ્નરની નાગપુરની કોર્ટમાં સને ૧૯૧૮ ના જુલાઈની ૧૫ મી તારીખે શ્વેતાંબરોએ અપીલ દાખલ કરી. દિગંબરો તરફથી પણ શ્વેતાંબરો સામે અપીલ (Cross-Appeal) દાખલ કરવામાં આવી. આ અપીલનો ચૂકાદો સને ૧૯૨૩ ના ઓક્ટોબરની ૧ તારીખે આવ્યો. ન્યાયાધીશ પી. એસ. કોટવાલ તથા એફ. ડબલ્યુ. એ. પ્રીડો (Prideaux)- બંનેએ મળીને આપેલા ૧૬ પાનાં જેટલા વિસ્તૃત ચૂકાદાના અંતમાં બધા પુરાવાની ફેરતપાસ કરીને જણાવ્યું કે- ‘‘આ કેસમાં મુખ્ય પ્રશ્ન સંપૂર્ણ માલીકીનો નહીં પણ સંપૂર્ણ વહીવટનો છે, તેથી શ્વેતાંબરોની વહીવટનો જો સંપૂર્ણ અધિકાર આપવામાં આવે તો તેમને સંતોષ થશે. લેપમાં કંદોરા અને કચ્છોટ વગેરેનો આકાર કેવો કાઢવો એની નિશ્ચિત સૂચના આપવાની અમને જરૂર જણાતી નથી.'' મંદિર અને મૂર્તિ તો શ્વેતાંબરી જ કબૂલ રાખવામાં આવ્યા. કોર્ટનું હુકમનામું નીચે પ્રમાણે છે. (૪) ‘શ્વેતાંબરોને મંદિર તથા મુર્તિના વહીવટનો સંપૂર્ણ અધિકાર આપવામાં આવે છે. કટિસૂત્ર-કચ્છોટ તથા લેપ કરવાનો શ્વેતાંબરોને સંપૂર્ણ અધિકાર છે. તેમની પદ્ધતિ પ્રમાણે ચક્ષુ-ટીકા-મુગટ અને અન્ય આભૂષણો ચડાવવાનો પણ તેમને અધિકાર છે. (આ) સન ૧૯૦૫ માં થયેલા ટાઈમ-ટેબલની ગોઠવણ પ્રમાણે દિંગબરોને પણ તેમના સમય દરમ્યાન ચક્ષુ ટીકા-મુગટ અથવા આભૂષણોથી રહિત મૂર્તિની પૂજા કરવાનો અધિકાર છે. માત્ર તેમણે કચ્છોટ, કટિસૂત્ર તથા લેપને ન ખસેડવાં કે તે સંબંધમાં માથું મારવું નહીં. આ ચૂકાદાથી શ્વેતાંબરોને અમુક પ્રકારનો સંતોષ થયો, પણ દિગંબરો ઘણા જ નારાજ થયા તેથી તેમણે ઈંગ્લાંડમાંની પ્રીવી કાઉન્સીલમાં અપીલ કરી. આ અપીલનો ચૂકાદો સન ૧૯૨૯ ના જુલાઈની ૯ મી તારીખે આવ્યો. પ્રીવી કાઉન્સીલે નાગપુર કોર્ટના ચૂકાદાને જ માન્ય રાખ્યો અને સ્પ્રિંગબરોની અપીલ કાઢી નાખી. તેમજ નાગપુરની કોર્ટમાં શ્વેતાંબરોને જે ખર્ચ લાગ્યો હતો તે ખર્ચ અને પ્રીવી કાઉન્સીલમાં કેસ ચાલો તે દરમ્યાન ઈંગ્લાંડમાં શ્વેતાંબરોને થયેલો ૬૮૯ પાઉન્ડ (લગભગ હશ હજાર રૂપિયા) નો ખર્ચ દિગંબરોએ શ્વેતાંબરોને આપવો એ જાતનો પણ પ્રીવી કાઉન્સીલે હુકમ કર્યો. Their Lordships do this day agree humbly to report to Your Majesty as their opinion that this appeal ought to be dismissed and the decree of the Court ofthe judicial Commissioner of the Central Provinces શ્રી અંતરિક્ષ પાર્શ્વ

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60