Book Title: Antariksh Parshwanath
Author(s): Jambuvijay, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

View full book text
Previous | Next

Page 35
________________ પરંતુ દિગંબરભાઈઓને આટલાથી પણ સંતોષ ન થયો. શ્વેતાંબરોનો બધો જ અધિકાર પડાવી લેવાની તેમન મનોવૃતિ થઈ અને તેમણે પડદા પાછળ ચાલબાજી શરૂ કરી. જ્યારે જ્યારે અંતરિક્ષ ભગવાનનો લેપ ઘસાઈ જાય ત્યારે શ્વેતાંબરો ફરીથી લેપ કરાવતા હતા. પૂર્વના લેપ પ્રમાણે જ તેમણે સં. ૧૯૬૪માં લેપ કરાવ્યો અને તેમાં કટિસૂત્ર (કંદોરા) અને કચ્છોટની આકૃતિ પણ પહેલાંની જેમ કરાવી હતી. દિગંબરોએ ગુપ્ત રીતે આવીને કટિસૂત્ર, કચ્છોટ વગેરે ભાગોને લોઢાના ઓજારોથી છેદી નાખ્યા ખોદી નાખ્યા. આ ભંયકર બનાવ સંવત ૧૯૬૪ ના મહા સુદી ૧૨ ને દિવસે ઈસ્વી સન ૧૨-૨-૧૯૦૮) બન્યો. શ્વેતાંબરોની લાગણીને ભયંકર આઘાત પહોંચ્યો. શ્વેતાંબર મત પ્રમાણે ચક્ષુ, ટીકા તથા આભૂષણ ચડાવવામાં અને નવાંગી પૂજન કરવામાં પણ દિગંબરો તરફથી અવરોધો નાંખવામાં આવ્યા. સમાધાનનો માર્ગ જ ન રહ્યો. આથી છેવટે કંટાળીને શ્વેતાંબરોએ આકોલા કોર્ટમાં ઈસ્વીસન ૧૯૧૦ ના ફેબ્રુઆરીની ૧૦ મી તારીખે દિવાની કેસ દાખલ કર્યો. આ કેસ છેવટે ઠેઠ પ્રીવી કાઉન્સીલ સુધી પહોંચ્યો. અને ત્યાંથી સને ૧૯૨૯ માં ચૂકાદો આવ્યો ત્યાં સુધી ચાલ્યો. આ પછી આ જ વરસે પૂજ્યપાદ સ્વર્ગસ્થ શ્રી ૧૦૦૮ સાગરજી મહારાજ મુંબઈથી અંતરિક્ષનો સંઘ લઈને આવ્યા હતા તે વખતે પણ ઘણું તોફાન થયું હતું. આ બધા બનાવોથી શ્વેતાંબરોને ઘણો આઘાત પહોંચ્યો. છેવટે થાકીને તેમણે ઈસ્વીસન ૧૯૧૦ ના ફેબ્રુઆરીની ૧૧ મી તારીખે આકોલા જીલ્લાની કોર્ટમાં દિવાની કેસ દાખલ કર્યો. શ્વેતાંબરો તરફથી શા કૌશીલાલ પાનાચંદ (બાલાપુર) શા કલ્યાણ ચંદ (યેવલા) | વિગેરે પાંચ જણ સામે કેસ માંડવામાં આવ્યો હતો. શ્વેતાંબરો તરફથી ધાર્મિક લાગણી દુઃખવવા બદલ, લેપને નુકશાન કરવા બદલ તેમજ પૈઢીની આવકને હાનિ પહોંચાડવા વિગેરે બદલ રૂા. ૧૫૪૨૫ નો દાવો દિંગબરો સામે કરવામાં આવ્યો હતો અને શ્રી અંતરિક્ષજીની પ્રતિમા શ્વેતાંબર આમ્નાય પ્રમાણે જ છે, પ્રતિમાજીની પૂજા કરવાનો શ્વેતાંબરોને અબાધિત અને સંપૂર્ણ અધિકાર છે, તેમજ કચ્છોટ અને કટિસૂત્રવાળો લેપ કરવામાં અને ચક્ષુ-ટીકા-મુગટ વિગેરે આભૂષણ ચડાવવામાં હરકત કરવાનો દિગંબરોને કોઈ જ અધિકાર નથી એ જાતની કોર્ટ પાસેથી માગણી કરવામાં આવી. અર્થાત આ તીર્થ શ્વેતાંબરી જ છે એ વાતની જાહેરાત કોર્ટ પાસેથી માગવામાં આવી. આના સમર્થનમા ૬૦૦ જેટલાં વહીવટી તથા શાસ્ત્રીય વિગેરે પુરાવા રજૂ કરવામાં આવ્યા ૧ થી ૭ નંબરના આરોપીઓ ઉપર લેપ ખોદી નાંખવાનો આરોપ મૂકવામાં આવ્યો. ઉલટ પક્ષે દિગંબરો તરફથી બધા આરોપોનો ઈન્કાર કરવામાં આવ્યો અને તેમણે પણ એવી જ માગણી કરી કે-આ તીર્થ સર્વથા દિગંબરોનું જ છે એવી કોર્ટ થી અંતરિક્ષ પાર્શ્વનાથ સાવા,

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60