Book Title: Antariksh Parshwanath
Author(s): Jambuvijay, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

View full book text
Previous | Next

Page 15
________________ શ્રી ભાવવિજયજી ગણિત રચિત श्री अन्तरिक्षपार्श्वनाथ स्तोत्र આ પછી તપાગચ્છાધિપતિ આ૦ શ્રી વિજયદેવસૂરિમહારાજના શિષ્ય શ્રી ભાવવિજયજી ગણિએ સંસ્કૃતભાષામાં રચેલા ૧૪૫ શ્લોકના શ્રી મન્તરલ પાર્શ્વનાથ સ્તોત્ર નું સ્થાન આવે છે. આ સ્તોત્ર અનેક દષ્ટિએ મહત્વનું સ્થાન ધરાવે છે. વર્તમાનમાં અંતરિક્ષજીની પ્રતિમા જ્યાં વિરાજમાન છે તે જિનાલય ભાવવિજયજીગણિના ઉપદેશથી જ બંધાયેલું છે અને પાસેના બીજા મંદિરમાંથી ફેરવીને ફરીથી તેમાં અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠા વિ. સ. ૧૭૧૫ ના ચૈત્ર સુદ ૬, ને રવિવારે તેમના હાથે જ થયેલી છે. આજે પણ પાસેના માણિભદ્રજીની સ્થાપનાવાળા બીજા ભોયરામાં શ્રી વિજય દેવસૂરિજીની તેમજ શ્રી ભાવવિજયજીની પાદુકાઓ (પગલાં) વિદ્યમાન છે. એકના ઉપર પં. શ્રી વિનયવસૂરિપાકુ અને બીજી ઉપર પં. શ્રી માવિનયપિયુવા એવા કોતરલા અક્ષરો સ્પષ્ટ વાંચી શકાય છે. આ માણિભદ્રજીની સ્થાપનાવાળા બીજા ભોંયરામાં જ પહેલાં અંતરિક્ષજીની મૂર્તિ વિરાજમાન હતી. એમનું પ્રાચીન આસન અત્યારે પણ વિદ્યમાન છે. અત્યારે તે આસન પર બીજી માણિભદ્રજીની સ્થાપના કરેલી છે. ભોંયરામાં કુલે ૨, માણિભદ્રજી છે. વર્તમાન પ્રતિષ્ઠા કરનાર શ્રી ભાવવિજયજીગણિએ જ રચ્યું હોવાથી તેમજ બીજી ઘણી નવી તથા બાહ્ય પ્રમાણોથી પણ પુષ્ટ થતી માહિતી તેમાં હોવાથી આ સ્તોત્રનું મહત્વ ઘણું જ ઘણું વધી જાય છે. પોતાનાં માતા-પિતા, જન્મસ્થાન, દીક્ષા આદિથી માંડીને સ્તોત્રની રચના કરી ત્યાંસુધી બધી પ્રાસંગિક રસપ્રદ માહિતી તેમણે આપી છે એ આખા સ્તોત્રનો ભાવાર્થ નીચે પ્રમાણે છે. શાંતરસપૂર્ણ પરમ આનંદસ્વરૂપ (પરમાત્મા) ને નમસ્કાર કરીને હું (ભાવવિજયજીગણિએ) સ્વયં અનુભવેલા ચમત્કારનું બીજાઓના ઉપકારને માટે વર્ણન કરું છું. - જંબુદ્દીપના ભરતક્ષેત્રના મધ્ય ખંડને શોભાવતું સત્યપુર (સાચોર) નામનું ધનખંડોથી સુશોભિત નગર હતું. તે નગરમાં ઓશવાલવંશમાં રાજમલ્લ નામના ગૃહસ્થ હતા. તેમને ભૂલી નામની પત્નીથી ભાનિરામ નામનો એક પુત્ર થયો હતો. એક વખત તે નગરમાં ઉપશમ આદિ ગુણોના ભંડાર શ્રી વિજયદેવસૂરિજી સાધુઓના પરિવાર સાથે પધાર્યા હતા. જેમ મયૂરી મેઘના આગમનથી ખુશી–રાજી થાય તેમ ગુરુમહારાજાના આગમનથી આનંદિત થયેલા શ્રાવકો તેમને વંદન કરવા માટે ગયા. જેમ ચાતકો મેઘના જલને પીવા માટે અતિ ઉત્કંઠિત હોય છે તેમ શ્રાવકો ગુરુમહારાજના મુખમાંથી વરસતા વચનામૃતનું પાન કરવા માટે ઉત્કંઠિત બનીને ગુરમહારાજને વંદન કરીને તેમની દેશના સાંભળવા માટે બેઠા. પછી આચાર્ય મહારાજે સાત નય અને ચતુર્ભગીથી યુક્ત તથા દુરિત - (પાપ) ને દૂર કરનારી અમૃત કરતાં પણ અધિક મીઠી ધર્મદેશના આપી. તેમની દેશનાથી પ્રતિબોધ પામીને મૈબહુ હર્ષપૂર્વક દીક્ષા લીધી. દીક્ષા સમયે ગુરુમહારાજે મારું ભાવવિજય એવું નામ રાખ્યું. . ૧3 પર સારી છે થી અંતરિક્ષ પાર્શ્વનાથ |

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60