Book Title: Antariksh Parshwanath
Author(s): Jambuvijay, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

View full book text
Previous | Next

Page 32
________________ પાનાચંદ, શા. હૌશીલાલ વલ્લભદાસ, તેમના ચિરંજીવ શા. પુંજાસા હૌશીલાલ તથા તેમના ચિરંજીવ શા. કિસનચંદ પુંજાસા તથા ખાનદેશમાં અમલનેરના શા. હીરાચંદ ખેમચંદ રઘુનાથદાસ, ધુલીયાના શા. રખારામ દુલ્લભદાસ તથા યેવલાના શા. લાલચંદ અંબાઈદાસ અને શા. કલ્યાણચંદ લાલચંદ વગેરે શ્રાવકો મુખ્યતયા તે તે સમયે વહીવટ સંભાળતા હતા. પોલકરોનાં સમયમાં પણ ઉપર મંદિરના ચોકમાં વિરાજમાન ધ્વજદંડ કે જે ચાંદીના પતરાંથી મઢેલો છે તેના ઉપર પણ શ્વેતાંબરનું નામ કોતરેલું છે તે ધ્યાન ખેચનારું છે संस्थान शिरपुर अंतरिक्ष महाराज बापुसा नागोसा सावजी साकळे ओसवाल सिंतबरी हस्ते पद्या बा, दुकान कलमनूरी, सन १२८९ मिती चैत्र शुद्ध १० કલમનૂરી ગામ અંતરિક્ષથી દક્ષિણે લગભગ ૫૦ માઈલ દૂર નિજામ રાજ્યમાં આવેલું છે. અત્યારે ત્યાં શ્વેતાંબરોની વસ્તી પણ છે જ. વિગોલીથી ૨૦ માઈલ પૂર્વ દિશામાં છે. નિજામના મુસ્લિમ રાજ્યમાં ફસલી સન ચાલતો હોવાથી સન ૧ર૮૯ એટલે વિક્રમ સવંત ૧૯૩૫ સમજવાનો છે. પરંતુ જેમને પૂજારી તરીકે નીમવામાં આવ્યા હતા, અને બ્રિટિશ સરકારે વરાડનો કજ્જો લીધો તે પહેલાં હૈદ્રાબાદના મુસ્લિમ રાજ્યકર્તા નિજામનાં રાજ્યકાળમાં ચારેબાજુ અંધાધુધીના વખતમાં તીર્થનું રક્ષણ કરતા હતા તે મરાઠા પોલકરો જ પાછળથી તીર્થને દબાવી બેઠા હતા. ગામમાં દિગંબર શ્રાવકોનાં પચાસ-પોણોસો ઘર છે, પણ તેમનો તો ત્યાં કઈ અધિકાર જ ન હતો, પણ તે દૂર વસતા હોવાથી અને જવા આવવાના સાધનો જૂના જમાનામાં બહુ મર્યાદિત હોવાથી પોલકરો ધીમે ધીમે ઉદ્ધત થઈ ગયા હતા, કોઈને દાદ દેતા ન હતાં, અને તીર્થ પોતાની જ માલિકીનું હોય તેમ માની લઈને વર્તતા હતા. આથી તેમના હાથમાંથી તીર્થ છોડાવવા માટે શ્વેતાંબરોએ દિગંબરોનો સહકાર સાધીને વાસિકની કોર્ટમાં પોલકરો સામે ફોજદારી કેસ દાખલ કર્યો. વિ. સ. ૧૯૫૯ (ઈસ્વીસન ૧૦-૯-૧૯૯૩) માં તેનો ચુકાદો આવ્યો અને તીર્થ જૈનોના તાબામાં આવ્યું. આ બધા કાર્યમાં આગેવાનીભર્યો ભાગ શ્વેતાંબરોએ ભજવ્યો છે. આકોલા કોર્ટના ન્યાયાધીશે પણ અનેક પુરાવાઓથી સિદ્ધ કરીને, “શ્વેતાંબરો જ વહીવટ કરતાં હતાં, દિગંબરોનો કશો અધિકાર ન હતો એવો જ અભિપ્રાય ચુકાદા (જજમેન્ટ)માં આપ્યો છે. જુઓ The wholw evidence therefor clearly proves that the Shwetambaris managed the affairs of the Sansthan (સંસ્થાન=પેઢી) Practically all alone till Samvat 1956 (Had 984€) as alleged by them uninter ruptedly and that before that period the Digambaris have hardly any hand in the management (R. P. P. C. I

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60