________________
પ્રાચીન જૈનેતર સાહિત્યમાં મળતો ઉલ્લેખ આ તો જૈન સાહિત્યમાં મળતા ઉલ્લેખોની વાત થઈ, પરંતુ ઘણા જ આનંદની વાત છે કે જૈનેતર સાહિત્યમાં પણ આજથી લગભગ ૬૪૦ વર્ષ પહેલાંનો શ્રીપુરના અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનના સંબંધમાં ઉલ્લેખ મળી આવે છે. મહારાષ્ટ્ર અને વરાડ (વિદર્ભ) માં “મહાનુભાવ પંથનામનો એક હિંદુ સંપ્રદાય ચાલે છે. આ સંપ્રદાયનું પ્રાય: તમામ સાહિત્ય પ્રાચીન મરાઠી ભાષામાં જ રચાયેલું છે. પ્રાચીન ગુજરાતી ભાષાના સાહિત્યનો ખજાનો જેમ ગુજરાતના જૈનો પાસે જ છે તેમ પ્રાચીન મરાઠી સાહિત્યનો ખજાનો મહાનુભાવપંથમાં જ છે. વિક્રમની ચૌદમી સદીમાં થયેલા આ સંપ્રદાયના ધર્મગુરુઓનો એક સંવાદ યવતમાલ (વરાડ) ની “સરસ્વતીપ્રકાશન” નામની સંસ્થા તરફથી ઈસ્વીસન ૧૯૩૯ માં પ્રકાશિત થયેલા મહાનુભાવપંથના મૃતિસ્થત નામના ગ્રંથમાં વૃદ્ધાવાર નામના વિભાગમાં ૧૬ મી કંડિકા (પેરેગ્રાફ)માં છપાયેલો છે. તેમાં નીચે મુજબ ઉલ્લેખ છે.
कवीश्वरां हरगर्व भटा उग्द्रहणिकें कवीश्वरीं आनोबास
પ્રાશ -- हरगर्व ते विद्वांस. ओक म्हणति राक्षसभुवनिचे ओक दिस ते कविस्वरासि भेटले थोरि उघानि केली, परि बोधभेद अवभेद नॉच ते वाराणसि जात होतें हरगवींदम्हणितलेंआतांचि येवेळे चर्चा असों देवो. मग मागुतें तुमचे दर्शन घेऊन कवीस्वरबासी म्हणितलें'हो का जाल तरि पारिसनाथाचेया श्रीपुरावरुनि जा तेथ आमुचे गुरुभाउ आनोबा असति, तयांसि भेटावे मग सामोरे जावें' तेव्हेळि ते श्रीपुरासि आले. आनोबासी भेंट जाली. | Bદ્દા (સ્મૃતિ થઇ. વૃદ્ધાવા. પૃ.૨૬)
કવીશ્વર અને હરગર્વ ભટના વાદવિવાદમાં કવીશ્વરે આનોબાને પ્રકાશિત કર્યા. હરગર્વ વિદ્વાન હતા કેટલાક કહે છે કે તે રાક્ષસભવનના વતની હતા. એક દિવસ તે કવીશ્વરને મળ્યા. થોડી ચર્ચા ચઈ, પરંતુ (કવીશ્વર વ્યાસની) વાત (હરગર્વના) ગળે ન ઉતરી. તે (હરગર્વ) વારાણસી-કાશી જતા હતા. હરગર્વે કહ્યું કે-“અત્યારે અત્યારની ચર્ચા કરવા દો. કાશીથી આવીને પછી તમને મળીશ.” કવીશ્વર વ્યાસે કહ્યું કે- “ઠીક. પણ જાઓ તો પારસનાથના શ્રીપુર ઉપર થઈને જજો. ત્યાં અમારા ગુરભાઈ આનોબા છે તેમને મળજો અને પછી આગળ જજો.' પછી તે (હરગર્વ પંડિત) શ્રીપુર (શિરપુર) આવ્યા. આનોબાને મળ્યા.”
આ પછી વૃદ્દાચારના ૧૬ મા પેરેગ્રાફના બાકીના ભાગમાં આનોબા અને ગરગર્વ પંડિતનો વાદ થવાનું, આનોબાની યુક્તિઓ હરગર્વને ગળે ઉતર્યાનું, કાશી જવાનું બંધ રાખી ને હરગર્વ અને આનોબા આખીમાં કવીશ્વર વ્યાસ પાસે ગયાનું તેમજ